બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / "જો ઈરાને જલ્દી પરમાણુ ડિલ ન કરી, તો ખૂબ જ પીડાદાયક સાબિત થશે", ટ્રમ્પે ફરી આપી ધમકી!

અમેરિકા / "જો ઈરાને જલ્દી પરમાણુ ડિલ ન કરી, તો ખૂબ જ પીડાદાયક સાબિત થશે", ટ્રમ્પે ફરી આપી ધમકી!

Published By: Vidhata Gothi

Last Updated: 09:51 AM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump on Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનને ધમકી આપી છે અને કહ્યું છે કે જો જલ્દી પરમાણુ ડિલ ન કરી તો તે ઈરાન માટે ખૂબ જ પીડાદાયક સાબિત થશે. જાણો ટ્રમ્પે બીજું શું કહ્યું?

Donald Trump on Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઈરાનને કડક ચેતવણી આપી. તેમણે ફરીથી ખામેનેઈને ફરીથી ધમકી આપીને કહ્યું કે જો વોશિંગ્ટન સાથે પરમાણુ ડિલ ન થઈ તો ઈરાનને ખૂબ જ ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે. ટ્રમ્પે આ નિવેદન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની મુલાકાતના એક દિવસ પછી આપ્યું. નેતન્યાહૂ તાજેતરમાં જ વ્હાઇટ હાઉસની મુલાકાતે આવ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે તેમને અપેક્ષા છે કે આગામી એક મહિનામાં વાતચીતમાં આગળ વાત બનશે, પણ જો ડિલ ન થઈ તો આના ગંભીર પરિણામ આવશે. જણાવી દઈએ કે બંને દેશો વચ્ચેનો તણાવ ચરમ પર છે અને બંને વચ્ચેની વાતચીતની તારીખ નજીક આવી રહી છે.

ટ્રમ્પે આપી ચેતવણી

ટ્રમ્પે પત્રકારોને કહ્યું, 'આપણે ડિલ કરવી જ પડશે. નહીં તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જશે. હું આવું નથી ઇચ્છતો, પરંતુ ડિલ કરવી જરૂરી છે.' ટ્રમ્પે ગયા વર્ષે ઈરાનના પરમાણુ ઠેકાણા પર થયેલા અમેરિકન હુમલાનો પણ ઉલ્લેખ કર્યો. આ હુમલાઓ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના 12 દિવસના તણાવ અને સંઘર્ષ દરમિયાન થયા હતા. ટ્રમ્પે કહ્યું કે 'ઈરાને ત્યારે જ ડિલ કરી લેવી જોઈતી હતી. પરંતુ તેના બદલે 'મિડનાઇટ હેમર' જેવી કાર્યવાહીનો ઝેલવી પડી.' તેમણે આગળ કહ્યું - 'જો ઈરાને ડિલ ન કરી તો તેને ઘણું નુકસાન થશે. ગઈકાલે, અમારી બેન્જામિન નેતન્યાહૂ સાથે ખૂબ જ સારી મુલાકાત થઈ, અને તેઓ સમજે છે, પરંતુ આખરે, નિર્ણય મારો જ છે.'

ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમને આશા છે કે આવતા મહિનામાં કોઈ પરિણામ આવશે, પણ જો આવું નહીં થયું તો દબાણ વધારવામાં આવશે. તેમણે કહ્યું - જોઈએ કે અમે ડિલ કરી શકીએ છીએ કે નહીં. જો નહીં કરી શક્યા તો અમારે આગળનું પગલું ભરવું પડશે. એ પગલું તેમના માટે ખૂબ જ મુશ્કેલ હશે. માહિતી પ્રમાણે, ટ્રમ્પ મિડલ ઇસ્ટમાં વધુ એક અમેરિકન યુદ્ધ જહાજ મોકલવાનું પણ વિચારી રહ્યા છે, જેને વાટાઘાટોમાં ભાગ લેવાની સાથે સાથે તેમની લશ્કરી શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઈરાન પરમાણુ ડિલ પર ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની તેમની મુલાકાતને "ખૂબ જ સારી" ગણાવી. ટ્રમ્પે ખુલ્લેઆમ નેતન્યાહૂને ટેકો આપ્યો. તેમણે કહ્યું કે ઇઝરાયલી વડાપ્રધાનને તેમના ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસમાં માફી આપવી જોઈએ. ટ્રમ્પે કહ્યું, "તમારા દેશમાં એક રાષ્ટ્રપતિ છે જે તેમને માફી આપવાનો ઇનકાર કરી રહ્યા છે. મને લાગે છે કે તેમણે આવું ન કરવું જોઈએ." ટ્રમ્પ ઇઝરાયલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

vtv app promotion

નેતન્યાહૂએ ઈરાન પર વાટાઘાટોને લઈને આપ્યું નિવેદન

એક તરફ ટ્રમ્પ વાટાઘાટોને લઈને આત્મવિશ્વાસમાં જોવા મળ્યા, તો બીજી તરફ નેતન્યાહૂ સાચવીને બોલતા જોવા મળ્યા. તેમણે કહ્યું - ટ્રમ્પ માને છે કે ઈરાનને 'એક સારી ડિલ' સ્વીકારવા માટે દબાણ કરી શકાય છે. નેતન્યાહૂએ કહ્યું કે તેમને લાગે છે કે જે સ્થિતિ ઊભી થઈ રહી છે અને ઈરાનને હવે એ સમજાઈ ગયું હશે કે છેલ્લી વખત ડિલ ન કરીને તેને ભૂલ કરી હતી, કદાચ આનાથી એક સારી દિલની સંભાવના બની શકે. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે ઈરાન સાથેના થનારી કોઈ પણ ડિલની ગુણવત્તાને લઈને તેમને શંકા રહે છે. તેમણે કહ્યું કે આ મુદ્દો ફક્ત પરમાણુ મુદ્દા પૂરતો મર્યાદિત નથી.

આ પણ વાંચો: સરકારની વધી મુશ્કેલી! બાંગ્લાદેશ અને અમેરિકાએ સાથે મલીને ભારતને આપ્યો તગડો ઝટકો

વાતચીત ફરી શરૂ

ગયા અઠવાડિયે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ફરી શરૂ થઈ. આ વાતચીત ઓમાનમાં થઈ હતી. અગાઉ, પ્રદેશમાં તણાવ અને અમેરિકાના હુમલાઓને કારણે વાતચીત અટકી ગઈ હતી. ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે તે તેના પરમાણુ કાર્યક્રમ સિવાય કોઈપણ મુદ્દા પર વાટાઘાટો કરશે નહીં. ઈરાન એમ પણ કહે છે કે તે પરમાણુ શસ્ત્રો બનાવવાનો પ્રયાસ નથી કરી રહ્યું અને તે અમેરિકાની "વધુ પડતી માંગણીઓ" સામે ઝૂકશે નહીં. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તે વાટાઘાટો દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવા માંગે છે, પરંતુ જો તે નિષ્ફળ જાય, તો તે લશ્કરી કાર્યવાહી માટે તૈયાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Benjamin Netanyahu Donald Trump on Iran America-Iran Dispute

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ