ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / અમેરિકા કે ઇઝરાયલ નહીં, પણ આ સુપરપાવર દેશ ખામેનેઈને ઉથલાવી દેશે!

વિશ્વ / અમેરિકા કે ઇઝરાયલ નહીં, પણ આ સુપરપાવર દેશ ખામેનેઈને ઉથલાવી દેશે!

Published By: Nidhi Panchal

Last Updated: 11:07 AM, 1 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાનના ભૂતપૂર્વ પ્રિન્સ રેઝા પહલવી હાલ લંડનમાં છે અને બ્રિટિશ સાંસદોને મળીને ઈરાનમાં શાસન બદલાવ માટે આંતરરાષ્ટ્રીય સમર્થન એકઠું કરી રહ્યા છે. તેઓ ઈરાનને ધર્મનિરપેક્ષ અને લોકશાહી દેશ બનાવવાની દિશામાં વિશેષ પ્રયાસો કરી રહ્યા છે.

ADVERTISEMENT

ઈરાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ વખતે તેનું ચિંતાજનક કારણ અમેરિકા કે ઈઝરાયલ નથી, પરંતુ યુરોપનો સુપરપાવર દેશ બ્રિટન છે. ઈરાનના નિર્વાસિત ભૂતપૂર્વ પ્રિન્સ રેઝા પહલવી હાલમાં લંડનમાં છે અને બ્રિટિશ રાજકારણીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો કરી રહ્યા છે. સોમવારે તેમણે બ્રિટિશ સંસદમાં સાંસદોને મળીને ઈરાનની હાલની પરિસ્થિતિ અને આગામી રાજકીય દિશા વિશે વિગતે વાત કરી. રેઝા પહલવીનું કહેવું છે કે તેઓ ઈરાન માટે ધર્મનિરપેક્ષ અને લોકશાહી શાસનની માંગ માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા અહીં આવ્યા છે.

briten

એક અહેવાલ મુજબ, રેઝા પહલવીએ બ્રિટિશ સાંસદોને ઈરાનમાં શાસન પરિવર્તનની યોજના વિશે માહિતી આપી હતી. તેમણે આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે હાલ ઈરાન સૌથી નબળી સ્થિતિમાં છે અને શાસન બદલાવ માટે આ યોગ્ય સમય છે. રેઝા પહલવી ઈરાનને એક સ્થિર અને લોકશાહી રાજ્યમાં રૂપાંતરિત કરવા ઈચ્છે છે. લેબર પાર્ટીના સાંસદ લ્યુક અકેહર્સ્ટ અને કન્ઝર્વેટિવ પાર્ટીના અફ્રા બ્રાન્ડ્રેથે મળીને આ બેઠકનું આયોજન કર્યું હતું અને એવી બેઠકો આગળ પણ થતી રહેશે.

બેઠક બાદનું પહેલું ટ્વિટ

બેઠક બાદ રેઝા પહલવીએ X (પહેલાનું ટ્વિટર) પર એક મેસેજ પોસ્ટ કર્યો, જેમાં તેમણે લખ્યું કે “ઈરાની શાસન બ્રિટનના મૃત્યુનું આહ્વાન કરે છે, એટલે કે તે માત્ર ઈરાન નહીં પણ બ્રિટન માટે પણ જોખમ છે. હું લંડનમાં રાજકીય નેતાઓને મળી રહ્યો છું જેથી તેઓ ઈરાનની ધર્મનિરપેક્ષ, લોકશાહી લડતને ટેકો આપે. આ લડત માત્ર ઈરાની લોકો માટે નહીં, પણ આખી દુનિયા માટે મહત્વની છે.”

app promo3

પહેલાથી જ અવાજ ઉઠાવતા રહ્યા..

પહેલાથી જ રેઝા પહલવી ઈરાનના ઇસ્લામિક શાસન વિરુદ્ધ ખુલ્લેઆમ અવાજ ઉઠાવતા રહ્યા છે. તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા ખામેનીને હટાવવાનો આ યોગ્ય સમય છે. તેમને કોઇ બાહ્ય સૈન્યની જરૂર નથી, કારણ કે “ઈરાનના લોકો જ અમારી સાચી સેનામાં છે.”

આ પણ વાંચો : 'જો વન બિગ બ્યુટીફુલ બિલ....', એલન મસ્કે ટ્રમ્પને ખુલ્લો પડકાર ફેંક્યો

તેમણે પોતાની જૂની યાદોને તાજી કરતા કહ્યું કે ઇસ્લામિક ક્રાંતિ પહેલા ઈરાન કેટલી વિકસિત સ્થિતિમાં હતું અને આજે કઈ રીતે પછાત બની ગયું છે. રેઝા પહલવીનું માનવું છે કે શાસન બદલાવના પછી તેઓ એક નવું લોકશાહી ઈરાન ઉભું કરશે, જ્યાં ધર્મનિરપેક્ષ અને લોકો માટે કાર્યરત શાસન હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran regime change Iran democracy movement Reza Pahlavi

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ