બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:12 AM, 1 July 2025
એલોન મસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી અને સલાહકાર હતા, તેમણે ફરી એકવાર ટ્રમ્પની નીતિઓ પર આકરો હુમલો કર્યો છે. ટ્રમ્પના બીજા કાર્યકાળ માટે પ્રસ્તાવિત "One Big, Beautiful Bill" વિશે મસ્કે ટ્વિટર (હવે X) પર લખ્યું કે આ બિલ સંપૂર્ણ રીતે ગાંડપણ છે અને એ સામાન્ય કરદાતાઓ પર મોટું આર્થિક બોજ લાદે છે. આ બિલ અંતર્ગત સંરક્ષણ, ઊર્જા અને સરહદ સુરક્ષા માટે ભારે બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ પોષણ અને આરોગ્ય સેવાઓમાં ભારે કાપ મૂકવામાં આવ્યો છે. કોંગ્રેસનલ બજેટ ઓફિસના અહેવાલ અનુસાર, આ બિલ આગામી દસ વર્ષમાં અમેરિકન ખાધમાં $3.3 ટ્રિલિયનનો વધારો કરશે.
ADVERTISEMENT

મસ્કે આ બિલને “પોર્કી પિગ પાર્ટી”નું પરિણામ ગણાવ્યું અને જણાવ્યું કે હવે અમેરિકામાં આપણે એક પક્ષીય શાસન જોઈ રહ્યા છીએ. મસ્કે જણાવ્યું કે જો આ બિલ સેનેટમાંથી પસાર થશે, તો તે બીજા જ દિવસે "અમેરિકા પાર્ટી" નામની નવી રાજકીય પાર્ટી શરૂ કરશે, જે વાસ્તવમાં લોકોની ચિંતા કરે.
ADVERTISEMENT

તેમણે રિપબ્લિકન નેતાઓ પર પણ આકરા પ્રહારો કર્યા, ખાસ કરીને હાઉસ ફ્રીડમ કોકસના ચેરમેન એન્ડી હેરિસને નિશાન બનાવતા કહ્યું કે જો કોઈ વ્યક્તિ ખર્ચ ઘટાડવાના વચન સાથે ચૂંટાઈ આવે અને પછી સૌથી વધુ ખર્ચ વધારતા બિલને સમર્થન આપે, તો તેને શરમ આવવી જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
મસ્ક અને ટ્રમ્પ વચ્ચેના સંબંધો હવે તણાવભર્યા બની ગયા છે. જ્યારે પહેલાથી બંને વચ્ચે મિત્રતા હતી અને મસ્કને ‘સરકારી કાર્યક્ષમતા વિભાગ’ના વડા તરીકે નિમવામાં આવ્યા હતા, ત્યારે હવે મસ્કે જાહેરમાં કહ્યું છે કે ટ્રમ્પ તેમના વિના ચૂંટણી હારી જાય તેવી સ્થિતિમાં હતા. 5 જૂનના એક પોસ્ટમાં મસ્કે કહ્યું, “મારા વિના, ટ્રમ્પ હારી જાય, ડેમોક્રેટ્સ હાઉસ જીતી લે અને રિપબ્લિકન પાસે માત્ર 51-49 મતો રહે.” ટ્રમ્પે શરૂઆતમાં મસ્કને “અસંસ્કારી” ગણાવ્યા હતા, પણ ત્યારબાદ એક રેલીમાં ફરીથી તેમને “સ્માર્ટ અને અદ્ભુત વ્યક્તિ” તરીકે વખાણ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.