ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે PM મોદી એક્ટિવ, 48 કલાકમાં 8 વર્લ્ડ લીડર્સ સાથે વાત કરી

Iran Israel War / મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે PM મોદી એક્ટિવ, 48 કલાકમાં 8 વર્લ્ડ લીડર્સ સાથે વાત કરી

Published By: Priykant Shrimali

Last Updated: 08:13 AM, 4 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran Israel War : છેલ્લા 48 કલાકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 દેશોના ટોચના નેતાઓ સાથે સીધી વાતચીત કરી, અહીં જાણો શું છે સમગ્ર મામલો ?

ADVERTISEMENT

Iran Israel War : પશ્ચિમ એશિયામાં અમેરિકા–ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષને કારણે સુરક્ષા પરિસ્થિતિ ગંભીર બની રહી છે. આવા સમયમાં ભારતે સક્રિય રાજદ્વારી અભિગમ અપનાવ્યો છે. છેલ્લા 48 કલાકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 દેશોના ટોચના નેતાઓ સાથે સીધી વાતચીત કરી છે. ભારત માટે આ વિસ્તાર મહત્વનો છે, કારણ કે ખાડી દેશોમાં આશરે 90 લાખ જેટલા ભારતીય નાગરિકો રહે છે. તેમની સલામતી અને સુખાકારી ભારત સરકાર માટે પ્રથમ પ્રાથમિકતા છે.

ઓમાન સાથે સુરક્ષા મુદ્દે ચર્ચા

સૌપ્રથમ, પ્રધાનમંત્રીએ Haitham bin Tariq સાથે વાત કરી. ઓમાનની હાલની સુરક્ષા પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષા વિશે માહિતી મેળવી. ઓમાનમાં મોટી સંખ્યામાં ભારતીયો કામદારો અને વ્યાવસાયિક તરીકે કાર્યરત છે.

કુવૈત અને કતાર સાથે સંકલન

આ તરફ PM મોદીએ Sabah Al-Khalid Al-Sabah સાથે ચર્ચા કરી. બંને દેશોએ સુરક્ષા સહયોગ અને ભારતીય નાગરિકોની સલામતી અંગે પરસ્પર સંકલન વધારવા પર ભાર મૂક્યો. કતારના અમીર Tamim bin Hamad Al Thani સાથેની વાતચીતમાં તાજેતરના હુમલાઓની નિંદા કરવામાં આવી. પ્રધાનમંત્રીએ કતારમાં ભારતીય સમુદાયને આપવામાં આવતી સુરક્ષા અને સહાય બદલ આભાર વ્યક્ત કર્યો.

અન્ય ખાડી દેશો સાથે સંપર્ક

સરકારી માહિતી અનુસાર, છેલ્લા બે દિવસમાં પ્રધાનમંત્રીએ United Arab Emirates, Israel, Saudi Arabia, Jordan, Bahrain, ઓમાન, કુવૈત અને કતારના નેતાઓ સાથે પણ સંપર્ક સાધ્યો છે. આ તમામ ચર્ચાઓમાં એક જ મુદ્દા પર ભાર રહ્યો પ્રાદેશિક શાંતિ, તણાવ ઘટાડવો, ભારતીય નાગરિકોની સુરક્ષા અને સંવાદ દ્વારા સમસ્યાનો ઉકેલ.

આ પણ વાંચો : શું નેતન્યાહૂએ અમેરિકાને ઈરાન સાથેના યુદ્ધમાં ખેંચ્યું? ટ્રમ્પના નિવેદનથી ઉઠ્યા સવાલો

ભારતની પ્રાથમિકતા શું?

ખાડી દેશો ભારત માટે ઊર્જા, વેપાર અને રોજગારના દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વના છે. લાખો ભારતીયો ત્યાં કામ કરે છે અને દેશની અર્થવ્યવસ્થામાં મહત્વનો ફાળો આપે છે. વધતા મિસાઇલ અને ડ્રોન હુમલાઓ વચ્ચે ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે શાંતિ અને સ્થિરતાના પક્ષમાં છે. પ્રધાનમંત્રીએ તમામ નેતાઓને તણાવ ઘટાડવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવા અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Narendra Modi diplomacy Middle East tension Iran Israel War

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ