ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / શું નેતન્યાહૂએ અમેરિકાને ઈરાન સાથેના યુદ્ધમાં ખેંચ્યું? ટ્રમ્પના નિવેદનથી ઉઠ્યા સવાલો

Iran Israel War / શું નેતન્યાહૂએ અમેરિકાને ઈરાન સાથેના યુદ્ધમાં ખેંચ્યું? ટ્રમ્પના નિવેદનથી ઉઠ્યા સવાલો

Published By: Priykant Shrimali

Last Updated: 08:02 AM, 4 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran Israel War : એક ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે, અમેરિકાની કાર્યવાહી માત્ર ઇઝરાયલના દબાણને કારણે નહોતી. તેમણે દાવો કર્યો કે જો અમેરિકા પગલું ન ભરત, તો ઈરાન પહેલા હુમલો કરત

ADVERTISEMENT

Iran Israel War : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે વધતા તણાવ અંગે આપેલા નિવેદનોએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચા જગાવી છે. ખાસ કરીને શું નેતન્યાહૂ એ અમેરિકાને આ સંઘર્ષમાં ખેંચ્યું છે કે કેમ ? એ મુદ્દે ટ્રમ્પના શબ્દો વધુ ચર્ચાનો વિષય બન્યા છે.

ટ્રમ્પ શું બોલ્યા?

એક ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે, અમેરિકાની કાર્યવાહી માત્ર ઇઝરાયલના દબાણને કારણે નહોતી. તેમણે દાવો કર્યો કે જો અમેરિકા પગલું ન ભરત, તો ઈરાન પહેલા હુમલો કરત. નેતન્યાહૂ વિશે પૂછતાં તેમણે કહ્યું કે “ મેં કદાચ દબાણ કર્યું હશે... પણ અમે અને ઇઝરાયલ બંને તૈયાર હતા. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, અમેરિકા પોતાનું નિર્ણય સ્વતંત્ર રીતે લઈ રહ્યું હતું, પણ ઇઝરાયલ સાથે તેની વ્યૂહાત્મક સમજણ મજબૂત હતી.

ઈરાનની સૈન્ય ક્ષમતા અંગે દાવો

ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનના મિસાઇલ લોન્ચર અને બેઝ ઝડપથી નાશ પામી રહ્યા છે. તેમની વાત મુજબ ઈરાન પાસે મિસાઇલો અને દારૂગોળાની અછત સર્જાઈ રહી છે. તેમણે ઉમેર્યું કે અમેરિકા પાસે મધ્યમ અને લાંબા અંતરની હથિયારોનો પૂરતો જથ્થો છે અને સંરક્ષણ કંપનીઓને તાત્કાલિક ઓર્ડર આપવામાં આવ્યા છે, જેથી ઉત્પાદન ઝડપી ગતિએ ચાલુ છે.

નેતૃત્વ બદલાવની સંભાવના

ઈરાનમાં સંભવિત નેતૃત્વ પરિવર્તન અંગે ટ્રમ્પે જણાવ્યું કે હજી મોડું નથી થયું. જો નવો નેતા જૂની નીતિઓ જ ચાલુ રાખશે તો પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. તેમણે કહ્યું કે અમેરિકા એવી નેતાગીરી ઇચ્છે છે જે લોકોના હિતમાં કાર્ય કરે.

આ પણ વાંચો : 'ભારત-ઇઝરાયલ આપણી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે...', ઇરાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાનના મંત્રીનો મોટો દાવો

યુરોપ સાથેના સંબંધો પર અસર

ટ્રમ્પે સ્પેન સાથેના વેપાર સંબંધો તોડવાની ચેતવણી પણ આપી. તેમણે કહ્યું કે ટ્રેઝરી સેક્રેટરીને આ મુદ્દે કાર્યવાહી કરવા જણાવ્યું છે. બ્રિટન પ્રત્યે પણ અસંતોષ વ્યક્ત કર્યો. ટ્રમ્પના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે પરિસ્થિતિ ગંભીર છે અને બંને પક્ષો સૈન્ય તૈયારીમાં વ્યસ્ત છે. ઈરાનના નૌકાદળ અને વાયુસેનાને ભારે નુકસાન પહોંચ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ અંગે સ્પષ્ટતા ઉપલબ્ધ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran Israel War Iran missile crisis Donald Trump statement

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ