બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પે મોદીને ગણાવ્યા વિશ્વના શ્રેષ્ઠ નેતાઓમાંના એક, વેપાર સંબંધો પર પણ કરી વાત

વર્લ્ડ / ટ્રમ્પે મોદીને ગણાવ્યા વિશ્વના શ્રેષ્ઠ નેતાઓમાંના એક, વેપાર સંબંધો પર પણ કરી વાત

Jinal Chauhan

Last Updated: 08:07 AM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કર્યા છે. તેમણે મોદીને મહાન નેતા ગણાવી કહ્યું કે તેઓ યુદ્ધોથી દૂર રહીને દેશના હિતમાં નિર્ણયો લે છે.

એક ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના એવા નેતાઓ વિશે વાત કરી હતી જેમને તેઓ સૌથી વધુ સન્માન આપે છે. આ દરમિયાન તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું નામ લીધું. ટ્રમ્પે કહ્યું કે મોદી એક મજબૂત અને લોકપ્રિય નેતા છે, જે ભારત જેવા વિશાળ દેશનું સફળતાપૂર્વક નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે ભારતની આર્થિક પ્રગતિની પણ પ્રશંસા કરી અને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા.

ટ્રમ્પે પીએમ મોદીના કર્યા વખાણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મહાન નેતા ગણાવતાં તેમની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે મોદી હંમેશા પોતાના દેશના હિતને પ્રથમ સ્થાન આપે છે અને યુદ્ધોથી દૂર રહેવાની નીતિ અપનાવે છે.

ટ્રમ્પે કહ્યું કે ભારત વિશ્વના સૌથી મોટા અને મહત્વપૂર્ણ દેશોમાંનો એક છે અને મોદી લગભગ 1.5 અબજ લોકોનું નેતૃત્વ કરે છે. તેમના મુજબ, ભારતે છેલ્લા કેટલાક સમય દરમિયાન આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને ઘણા સકારાત્મક આંકડા રજૂ કર્યા છે.

વિશ્વના પસંદીદા નેતાઓમાં PM મોદીનું નામ

ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે તેઓ વિશ્વના કયા નેતાઓને સૌથી વધુ પસંદ કરે છે અથવા સન્માન આપે છે, ત્યારે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું નામ લીધું. ટ્રમ્પે કહ્યું કે મોદી એક સમજદાર નેતા છે અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સંતુલિત અભિગમ રાખે છે.

vtv hiring

આ પણ વાંચોઃ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા... પીએમ મોદીએ પેરિસમાં જણાવ્યું 12 વર્ષમાં કેટલું બદલાયું ભારત

ભારત-અમેરિકા વેપાર સંબંધો પર પણ કરી ચર્ચા

ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો અંગે પણ પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચે મોટા પ્રમાણમાં વેપાર થાય છે અને હવે આ વેપાર અગાઉની તુલનામાં વધુ નિષ્પક્ષ અને પારદર્શક બન્યો છે.

જોકે ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભૂતકાળમાં ભારતને અમેરિકા સાથેના વેપારમાં વધુ લાભ મળતો હતો. પરંતુ તેમણે આ માટે ભારત અથવા વડાપ્રધાન મોદીને જવાબદાર ઠેરવ્યા નહોતા. ટ્રમ્પે કહ્યું કે તે સમયના અમેરિકન નેતાઓની નીતિઓને કારણે આવી સ્થિતિ સર્જાઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Narendra Modi India-US Trade
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ