ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઈઝરાયલના હુમલા વચ્ચે ઈરાનમાં તીવ્રશાળી ભૂકંપ, પરમાણુ પરીક્ષણ તો નથી ને જવાબદાર?

Iran-Israel War / ઈઝરાયલના હુમલા વચ્ચે ઈરાનમાં તીવ્રશાળી ભૂકંપ, પરમાણુ પરીક્ષણ તો નથી ને જવાબદાર?

Published By: Priykant Shrimali

Last Updated: 01:59 PM, 3 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran-Israel War : આજે એટલે કે 3 માર્ચ 2026ના રોજ ઈરાનના ફાર્સ પ્રાંતમાં આવેલા ગેરાશ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 4.3 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

ADVERTISEMENT

Iran-Israel War : ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે એટલે કે 3 માર્ચ 2026ના રોજ ઈરાનના ફાર્સ પ્રાંતમાં આવેલા ગેરાશ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 4.3 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. United States Geological Survey (USGS) મુજબ આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદાજે 10 કિલોમીટર નીચે હતું. ઉલ્લેખનિય છે કે, આ ઘટના ત્યારે બની જ્યારે પ્રદેશમાં રાજકીય અને સૈન્ય તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે. તેથી સ્વાભાવિક રીતે કેટલાક વર્તુળોમાં પ્રશ્ન ઉઠ્યો કે, શું આ ભૂકંપ કોઈ ગુપ્ત પરમાણુ પરીક્ષણ સાથે જોડાયેલો હોઈ શકે?

ગેરાશ અને તેનું ભૌગોલિક મહત્વ

Gerash દક્ષિણ ઈરાનમાં આવેલું એક શહેર છે અને તે Fars Provinceનો ભાગ છે. આ વિસ્તાર Zagros Fold Thrust Belt તરીકે ઓળખાતા ભૂકંપપ્રવણ પટ્ટામાં આવે છે. ઈરાન દુનિયાના સૌથી વધુ ભૂકંપપ્રવણ દેશોમાંનો એક છે. અહીં અરબી પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચે અથડામણ થતી હોવાથી નાના અને મધ્યમ તીવ્રતાના ભૂકંપ આવતાં રહે છે. 4 થી 5 તીવ્રતાના ઝટકા અહીં સામાન્ય ગણાય છે.

શું આ પરમાણુ પરીક્ષણ હોઈ શકે?

યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે આવી ઘટના બનતા શંકાઓ ઊભી થવી સ્વાભાવિક છે. સામાન્ય રીતે ભૂગર્ભ પરમાણુ પરીક્ષણો પણ ભૂકંપ જેવી તરંગો પેદા કરે છે. પરંતુ નિષ્ણાતોના મત મુજબ મોટાભાગના પરમાણુ પરીક્ષણો 4.5 અથવા તેથી વધુ તીવ્રતા દર્શાવે છે. આ કેસમાં નોંધાયેલ 4.3 તીવ્રતા અને તેની ભૂગર્ભ ઊંડાઈ કુદરતી ટેક્ટોનિક ગતિવિધિઓ સાથે વધુ સુસંગત લાગે છે. હાલમાં ઉપલબ્ધ વૈજ્ઞાનિક માહિતીમાં કોઈ સ્પષ્ટ સંકેત નથી કે આ ઘટના માનવસર્જિત વિસ્ફોટના કારણે બની હતી.

આ પણ વાંચો : ભારતીયોને મોટી રાહત, મિડલ ઇસ્ટના યુદ્ધ વચ્ચે દુબઈથી આવ્યા ગુડ ન્યૂઝ!

નોંધનીય છે કે, ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધ્યો છે. આવી પરિસ્થિતિમાં દરેક કુદરતી ઘટના પણ શંકાની નજરે જોવામાં આવે છે. પરંતુ વૈજ્ઞાનિક સંસ્થાઓ ભૂકંપની તરંગો, ઊંડાઈ અને પેટર્નનું વિશ્લેષણ કરીને જ નિષ્કર્ષ આપે છે. હાલ સુધીના આંકડા સૂચવે છે કે ગેરાશમાં આવ્યો ભૂકંપ એક સામાન્ય ભૂગર્ભીય પ્રક્રિયાનો ભાગ હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gerash Iran Iran-Israel War Iran Earthquake

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ