બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / એક બાજુ ઈરાનથી અમેરિકા લડતું રહ્યું, ને આ તરફ ભારતને કરી દેવાઇ બિગ ઑફર

વિશ્વ / એક બાજુ ઈરાનથી અમેરિકા લડતું રહ્યું, ને આ તરફ ભારતને કરી દેવાઇ બિગ ઑફર

Priykant Shrimali

Last Updated: 02:02 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-NewZealand Deal : PM મોદી 10 થી 11 જુલાઈ દરમિયાન બે દિવસની રાજ્ય મુલાકાતે ન્યુઝીલેન્ડ જશે, જોકે તે પહેલા જ આવ્યા મોટા સમાચાર, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

India-NewZealand Deal : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના વેપાર સંબંધોને નવી ગતિ મળે તેવા મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ન્યૂઝીલેન્ડ મુલાકાત પહેલાં ત્યાંના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને પ્રસ્તાવિત ટ્રેડ એગ્રીમેન્ટને લઈને મોટી જાહેરાત કરી છે. તેમના જણાવ્યા મુજબ, વેપાર કરાર અમલમાં આવતા જ ન્યૂઝીલેન્ડમાંથી ભારત મોકલાતા લગભગ 57 ટકા નિકાસી માલ પર પ્રથમ દિવસથી જ આયાત શુલ્ક (ટેરિફ) લાગુ નહીં પડે.

વિગતો મુજબ ક્રિસ્ટોફર લક્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે, આ કરાર બંને દેશો માટે વેપારની નવી તકો ઊભી કરશે. ટેરિફમાં રાહત મળવાથી વેપાર વધુ સરળ બનશે અને બંને દેશોના ઉદ્યોગોને તેનો સીધો લાભ મળશે. આ નિર્ણયને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવતું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 જુલાઈ દરમિયાન ન્યૂઝીલેન્ડની બે દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. લગભગ ચાર દાયકાના અંતર બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સત્તાવાર ન્યૂઝીલેન્ડ મુલાકાત હશે. આ પ્રવાસ દરમિયાન બંને દેશોના વડાપ્રધાનો વેપાર, રોકાણ, સંરક્ષણ, ટેક્નોલોજી તેમજ અન્ય વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરશે.

મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા ઉપરાંત અનેક મહત્વપૂર્ણ કરારોને આગળ વધારવા પર પણ ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી ઓકલેન્ડમાં ભારતીય મૂળના લોકો, ઉદ્યોગપતિઓ અને વિવિધ ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ સાથે પણ મુલાકાત કરશે અને ભારતીય સમુદાયને સંબોધિત કરશે.

આ પણ વાંચો : IMF નહીં, ADBને ભારતની ઈકોનોમી પર છે સૌથી વધુ ભરોસો, જાણો અનુમાન

ન્યૂઝીલેન્ડ પ્રવાસ વડાપ્રધાન મોદીના ત્રણ દેશોના પ્રવાસનો અંતિમ તબક્કો છે. આ સમગ્ર પ્રવાસનો મુખ્ય હેતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના મહત્વપૂર્ણ દેશો સાથે વેપાર, રોકાણ, સંરક્ષણ, ટેક્નોલોજી અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Free Trade Agreement India-NewZealand Deal Tariff Free Export
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ