બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / World Book Day 2023 : interesting facts about books in india and gujarat
Parth
Last Updated: 07:56 AM, 23 April 2023
ADVERTISEMENT
પુસ્તક દિવસનો ઈતિહાસ
પુસ્તક દિવસના દિવસે વાંચન, લેઝન અને ટ્રાન્સલેશનનું મહત્વ સમજાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા પહેલીવાર વર્ષ 1995માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. વિલિયમ શેક્સપિયર અને સર્વેન્ટિસ જેવા સાહિત્યકારોને સન્માન આપવા માટે આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પુસ્તકોનું મહત્વ
વિશ્વની તમામ સભ્યતાઓમાં પુસ્તકને ખાસ સન્માન આપવામાં આવ્યું છે. શબ્દો સ્વંયમાં જ એક સાર્વજનિક સમાપત્તિ છે. પણ શબ્દોનો અર્થ સૌ કોઈ પોતાની રીતે કાઢી શકે છે. મનુષ્યોનું મૃત્યુ નિશ્ચિત છે, પણ મનુષ્યો દ્વારા રચાયેલ શબ્દોન સંસાર અમર છે.
એક સમય હતો લોકો પુસ્તકો સુધી આવતા હવે પુસ્તકને લોકો સુધી લઇ જવા પડે છે
રાજકોટની બ્રિટિશ સમય વખતની 165 વર્ષની લેંગ લાયબ્રેરી જે જુબેલી ગાર્ડનમાં આવેલી છે જે સંપૂર્ણ ટ્રસ્ટ સંચાલિત છે. લેંગ લાઇબ્રેરીના લાઈબ્રેરીયન કલ્પા ચૌહાણ VTV સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે દિવસે દિવસે લોકોની વાંચન ભૂખ વધી રહી છે પરંતુ સમય સાથે લાઇબ્રેરીમાં પણ પરિવર્તન લાવવું પડે છે. અહીંની લાઈબ્રેરીમાં એક લાખને આઠ હજાર પુસ્તકોનુ કલેકશન છે અમુક તો રેરેસ્ટ ઓફ ધ રેર પુસ્તકો પણ છે, એક સમય હતો કે લોકો લાઇબ્રેરી સુધી આવતા પરંતુ હવે સોશિયલ મીડિયાના યુગમાં પરિવર્તન કરી પરંપરા જાળવી લાઇબ્રેરીને લોકો સુધી લઈ જવી પડે છે એટલે જ અમે હવે ડીજીટલલાઈઝ પર કામગીરી શરૂ કરી દીધી છે. આ સિવાય હવે યુવા ધનની વાત કરીએ તો તે લોકો સોશિયલ મીડિયાથી હવે થોડા બોર થતા જાય છે. આવા લોકો પણ ફરી પુસ્તકો તરફ વળ્યા છે યુવાનોમા ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સમયે યુવાઓ પુસ્તકોનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ટૂંકમાં યુવાનો સહિત વાંચન પ્રેમીઓ આજે પણ એટલા જ પુસ્તકો વાંચી રહ્યા છે અને છેલ્લા ત્રણ ચાર વર્ષની તુલના કરી હતો લાઇબ્રેરી અને પુસ્તકોની વાંચન કરતા લોકો પણ સરેરાશ વધ્યા છે. સાથે સાથે નવા નવા પુસ્તકોનુ કલેકશન પણ વધારી રહ્યાં છીએ.
બાર્ટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી
૧૯ મી સદીની બાર્ટન લાયબ્રેરી શહેરની સૌથી જૂની પુસ્તકાલયો પૈકીની એક છે. ભાવનગર શહેર ના મધ્ય ભાગમાં આવેલું આ પુસ્તકાલય ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વનું કેન્દ્ર છે.
113 વર્ષ વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરી
સેન્ટ્રલ લાયબ્રેરીને વર્ષોથી કાચની લાયબ્રેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજથી 111 વર્ષ પહેલાં લાઇબ્રેરીમાં કુદરતી પ્રકાશ આવે તે માટે સયાજીરાવે તેના પ્રથમ મજલાના ફ્લોરિંગના બાંધકામ માટે બેલ્જિયમથી મજબૂત કાચ મંગાવ્યા, જે આજે પણ યથાવત્ છે. આ ભારતની પહેલી અને એક માત્ર લાઇબ્રેરી છે જેમા આ પ્રકારના કાચ વપરાયા છે. આ જ કારણસર લોકોમાં તે કાચની લાઇબ્રેરી તરીકે જાણીતી બની છે. અહીં સાડા ત્રણ લાખ જેટલા પુસ્તકોનું કલેક્શન છે. સેન્ટ્રલ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ આવીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે રાત્રે 12 વાગ્યા સુધી વાંચે છે.
નર્મદ દવેએ લખી હતી પ્રથમ ગુજરાતી આત્મકથા : મારી હકીકત (first gujarati autobiography)
નર્મદાશંકર લાલશંકર દવેએ ગુજરાતી સાહિત્યમાં મહાન યોગદાન આપ્યું છે. તેમણે અનેક પુસ્તકો સાહિત્ય જગતને આપ્યા. ગુજરાતી ભાષામાં જ્યારે આત્મકથા નામનો પ્રકાર જ નહોતો વિકસ્યો ત્યારે નર્મદે પોતાની આત્મકથા ‘મારી કહીકત’ લખી હતી. આટલું જ નહીં પ્રથમ સામાયિક શરુ કરનાર પણ તેઓ જ હતાં. નર્મદકોશ ગુજરાતી કોશસાહિત્યનો પહેલો મહત્વનો ગ્રંથ છે.
પ્રથમ ગુજરાતી નવલકથા : કરણ ઘેલો: ગુજરાતનો છેલ્લો રાજપૂત (first gujarati novel)
આ નવલકથા પ્રથમ ગુજરાતી નવલકથા છે, જેના પર અનેક નાટકો અને ફિલ્મો બની. નંદશંકર મહેતા દ્વારા લખાયેલ ઐતિહાસિક નવલકથા, કરણ વાઘેલા પર આધારિત છે, ૧૨૯૮માં અલાઉદ્દીન ખીલજીની સેના સામે કરણ વાઘેલાનો પરાજય થયો હતો. (Karan Ghelo)
પ્રથમ ગુજરાતી નાટક : લક્ષ્મી
વર્ષ 1851 માં દલપતરામે ગુજરાતી ભાષામાં નાટ્ય સાહિત્યની શરૂઆત કરી હતી. ગ્રીક લેખક એરિસ્ટોફેનિસની પ્લૂટની પ્રેરણા લઈને લક્ષ્મી નાટકની રચના કરવામાં આવી હતી, નાટકની ત્રીજી આવૃત્તિ 1863માં પ્રકાશિત થઈ. નાટકનો મુખ્ય સંદેશ એ છે કે 'અન્યાયથી, અધર્મથી તથા ચડિયાતાપણાથી ધન પેદા કરવું નહીં' (Gujarati theatre)
ત્રણ મહાન લોકોના પુસ્તક, જે જરૂર વાંચવા જોઈએ:
1. ડૉ. APJ અબ્દુલ કલામ:
આધુનિક ટેકનોલોજીના જમાનામાં ઘણા બધા લોકો ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક અબ્દુલ કલામને પોતાના આદર્શ માને છે. કલામ સાહેબે ભારતીયોના હૃદયમાં જે જગ્યા બનાવી છે તે કોઈ મટાડી શકે તેમ નથી. કલામ સાહેબના પુસ્તકો આજે પણ લોકોને પ્રેરણા આપી રહ્યા છે.
1. wings of Fire : આ પુસ્તક કલામ સાહેબે પોતે જ લખ્યું છે અને તેમાં તેઓ પોતાના જીવનની શરૂઆતથી લઈને રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર અંગે વિસ્તારથી માહિતી આપી રહ્યા છે. આ પુસ્તકમાં તેમના જીવનમાં આવેલા મોટા સંઘર્ષ અને અનુભવો વિશે જાણકારી મળશે.
2. Transcendence: My Spiritual Experiences with Pramukh Swamiji : આ પુસ્તક અબ્દુલ કલામે પ્રોફેસર અરુણ તિવારીની સાથે મળીને લખ્યું છે. વર્ષ 2015માં આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ સાથે જીવનમાં થયેલા આત્મ સાક્ષાત્કારના અનુભવો વિશે માહિતી આપવામાં આવી છે.
2. સ્વામી વિવેકાનંદ :
સ્વામી વિવેકાનંદ ભારતના એ મહાનતમ વ્યક્તિઓમાં ગણાય છે જેમણે ભારત જ નહીં વિદેશમાં પણ શિક્ષણ અને સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો. તેમણે આખી દુનિયાને સંન્યાસી હોવાનો અર્થ સમજાવ્યો, આજે પણ ભારત જ નહીં અનેક દેશના લોકો વિવેકાનંદને આદર્શ માને છે. સ્વામી વિવેકાનંદના જીવનની વાતો પુસ્તકથી જાણશો તો તમને પણ તમારા જીવનને લઈને ઘણી પ્રેરણા મળશે.
3. મહાત્મા ગાંધી : સત્યના પ્રયોગો
ગાંધીજીને આજના ભારતમાં કોઈ પરિચયની જરૂર નથી, કોણ એવું હશે જે તેમને ઓળખતું ન હોય! ગાંધીજીને આધુનિક ભારતના રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે. આઝાદી અપાવવામાં ગાંધીજીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તમારે એક વાર ગાંધીજીની આત્મકથા જરૂર વાંચવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.