ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / વિશ્વ / 17 વર્ષના વનવાસ બાદ બાંગ્લાદેશની રાજનીતિમાં 'કાઉન પ્રિન્સ'ની રિએન્ટ્રી, કોણ છે તારિક રહેમાન?

વિશ્વ / 17 વર્ષના વનવાસ બાદ બાંગ્લાદેશની રાજનીતિમાં 'કાઉન પ્રિન્સ'ની રિએન્ટ્રી, કોણ છે તારિક રહેમાન?

Published By: Priykant Shrimali

Last Updated: 03:07 PM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tarique Rahman : 17 વર્ષ પછી બાંગ્લાદેશની રાજનીતિમાં તારિક રહેમાનની વાપસી, અહીં જાણો તેમના વિશેની તમામ માહિતી

ADVERTISEMENT

Tarique Rahman : આપણાં પાડોશી દેશ બાંગ્લાદેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. વાસ્તવમાં લાંબા સમય બાદ બાંગ્લાદેશની રાજનીતિમાં એક મોટો વળાંક આવ્યો છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન 17 વર્ષ બાદ પોતાના વતન પરત ફર્યા છે. તેમના સ્વાગત માટે ઢાકા એરપોર્ટ નજીક લાખોની સંખ્યામાં BNPના કાર્યકરો એકઠા થયા હતા. આ દૃશ્યે સ્પષ્ટ કરી દીધું કે, તારિક રહેમાનની વાપસી માત્ર વ્યક્તિગત નહીં પરંતુ રાજકીય રીતે પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

શું તમે જાણો છો તારિક રહેમાનની લાંબી ગેરહાજરીનું કારણ ?

તારિક રહેમાન 2008માં લંડન ગયા હતા. તે સમય દરમિયાન શેખ હસીનાની સરકાર હતી અને તેમની સામે ભ્રષ્ટાચાર સહિતના અનેક કેસ દાખલ થયા હતા. ધરપકડ અને કાનૂની કાર્યવાહીથી બચવા માટે તેઓ સારવારના બહાને વિદેશ ગયા હતા અને ત્યારથી લંડનમાં રહેતા હતા. BNP આ તમામ કેસોને રાજકીય બદલો ગણાવતી રહી છે. ગયા વર્ષે બાંગ્લાદેશની અદાલતોએ તેમને મોટા કેસોમાંથી રાહત આપી, જેના બાદ તેમની વાપસીનો માર્ગ ખુલ્યો.

બાંગ્લાદેશમાં આગામી વર્ષે 12 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. અવામી લીગ પર પ્રતિબંધ હોવાથી BNPને સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. ખાલિદા ઝિયા હવે લગભગ 80 વર્ષની છે અને ગંભીર રીતે બીમાર છે. આવી પરિસ્થિતિમાં પાર્ટીની આગેવાની માટે તારિક રહેમાનને ભાવિ વડા પ્રધાન તરીકે જોવામાં આવી રહ્યા છે.

સમર્થકોનો ઉત્સાહ ચરમસીમાએ

તારિક રહેમાને પોતાની વાપસી બાદ સમર્થકોનો આભાર માન્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર સંદેશ મૂકીને લોકોના પ્રેમ અને સમર્થન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી. ઢાકાના 300 ફૂટ રોડ પર મોટી સંખ્યામાં લોકો તેમના ભાષણ માટે ઉમટી પડ્યા હતા. તેમની સાથે તેમની પાલતુ બિલાડી ‘જીબુ’ પણ ખાસ વ્યવસ્થા હેઠળ ઢાકા લાવવામાં આવી હતી, જે ચર્ચાનો વિષય બની.

તારિક રહેમાનની વાપસી પછી રાજકીય હલચલ તેજ થઈ છે. નેશનલ સિટીઝન્સ પાર્ટી (NCP)ના નેતા મીર અરશદુલ હકે પાર્ટીમાંથી રાજીનામું આપીને તારિક રહેમાનને વ્યક્તિગત ટેકો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, NCP વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં અસરકારક ભૂમિકા ભજવી શકી નથી અને તેમને તારિક રહેમાનનો દૃષ્ટિકોણ વધુ સમજદાર લાગે છે.

કોણ છે આ તારિક રહેમાન?

તારિક રહેમાન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનના પુત્ર છે. 2001થી 2006 દરમિયાન BNPના શાસનકાળમાં તેમના પ્રભાવને કારણે કેટલાક મીડિયા અહેવાલોમાં તેમને ‘ડાર્ક પ્રિન્સ’ તરીકે ઓળખવામાં આવ્યા હતા. 2004ના ઢાકા ગ્રેનેડ હુમલા કેસમાં પણ તેમને ગેરહાજરીમાં સજા ફટકારવામાં આવી હતી, જેમાં અનેક લોકોના મોત થયા હતા. જોકે BNP હંમેશા આ આરોપોને રાજકીય કાવતરું ગણાવતી રહી છે.

જમાત અને યુનુસ સરકારથી અંતર

તારિક રહેમાને વચગાળાની યુનુસ સરકારની કેટલીક નીતિઓ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે જમાત-એ-ઇસ્લામી સાથે ચૂંટણી ગઠબંધન કરવાની સ્પષ્ટ ના પાડી છે. તેમણે “બાંગ્લાદેશ ફર્સ્ટ” નીતિની વાત કરી છે અને કહ્યું છે કે BNP કોઈ પણ વિદેશી દબાણ હેઠળ નહીં આવે ન તો દિલ્હી, ન તો રાવલપિંડી.

ભારત માટે કેમ મહત્વપૂર્ણ?

ભારત માટે પણ તારિક રહેમાનની વાપસી મહત્વ ધરાવે છે. અવામી લીગને ભારત નજીકની પાર્ટી માનવામાં આવે છે, પરંતુ તેના પર પ્રતિબંધ લાગતા હવે BNP સત્તામાં આવવાની શક્યતા વધી છે. તારિક રહેમાનની વિદેશ નીતિ અને ભારત પ્રત્યેનો અભિગમ ભવિષ્યમાં બંને દેશોના સંબંધોને અસર કરી શકે છે.

આ પણ વાંચો : ભારત ત્રીજા નંબરે આવતા જ ચીન-અમેરિકાની ઊંઘ હરામ, હવે કયા સેક્ટરમાં ડંકો વગાડ્યો

પરિવાર અને નિવાસ

તારિક રહેમાન પોતાના પિતા, સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનના બંગલામાં રહેશે. તેઓ સૌપ્રથમ એવરકેર હોસ્પિટલ જઈને પોતાની માતા ખાલિદા ઝિયાની મુલાકાત લેશે, જે લાંબા સમયથી સારવાર હેઠળ છે. ત્યારબાદ તેઓ ગુલશન વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાને જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tarique Rahman khaleda zia Bangladesh

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ