ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:11 PM, 25 December 2025
ADVERTISEMENT
ભારતી થોડા વર્ષોમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. જે બાદ અમેરિકા અને ચીનને પાછળ છોડી દેવા માટે હજુ ઘણું લાંબુ અંતર કાપવું પડશે. પરંતું ભારત અમેરિકા અને ચીન પછી વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે. અમેરિકા અને ડ્રેગનની ઊંઘ ઉડી જવા પામી છે. ભારત 100,000 પેટ્રોલ પંપના નેટવર્ક સાથે વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે. ભારત અને ચીન અમેરિકા વચ્ચે હવે માત્ર 10 હજાર પેટ્રોલ પંપનું અંતર રહ્યું છે. જે હવે જલ્દી પુરૂ થવાની શક્યતાઓ છે. સરકાર હવે સરકારી અને ખાનગી કંપનીઓ તેમના નેટવર્કને દૂર દૂરના વિસ્તોરમાં ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT

ભારતમાં પેટ્રોલ પંપનું નેટવર્ક 100,000 ને વટાવી ગયું છે. જે છેલ્લા એક દાયકા કરતા બમણું છે. સરકારી માલિકીની તેલ કંપનીઓએ વધતી જતી વાહનોની માંગને પહોંચી વળવા અને ગ્રામીણ વિસ્તારોમાં ઈંધણની માંગને પુરી કરવા માટે ગ્રામીણ વિસ્તારમાં પેટ્રોલ સરળતાથી મળી રહે તે માટે પેટ્રોલ પંપ ખોલ્યા છે. ભારત હવે અમેરિકા અને ચીન પછી વિશ્વનું ત્રીજું સોથી મોટું ઈંધણ રિટેલ નેટવર્ક ધરાવે છે. અમેરિકા અને ચીન બંને 110,000 થી 120,000 પંપ ચલાવે છે. અને ભારતનો ભૌગોલિક વિસ્તાર ઘણો મોટો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ભૂતપૂર્વ ચેરમેન બી. અશોકે જણાવ્યું હતું કે આ વિસ્તરણથી ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં ઈંઘણ સરળતાથી મળી રહે તેનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT

પૂરતા પંપ ઉપલબ્ધ છે
ADVERTISEMENT
ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (AIPDA) ના ખજાનચી નીતિન ગોયલે જણાવ્યું હતું કે શહેરોની બહાર પણ આર્થિક બિનવ્યવહારુતાની સમસ્યા સ્પષ્ટ છે. તેમણે ઉમેર્યું હતું કે સરકારે ખાતરી કરવી જોઈએ કે જૂના પંપો વ્યવહારુ રહે. ઉદ્યોગ અધિકારીઓ માને છે કે રિટેલ નેટવર્ક સ્થિર થશે, તેઓ દલીલ કરે છે કે ભારતમાં ઘણા વર્ષોથી વર્તમાન અને ભવિષ્યની ઇંધણની માંગને પહોંચી વળવા માટે પૂરતા પંપ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, સ્પર્ધાને કારણે બિનકાર્યક્ષમ આઉટલેટ્સ બંધ થયા છે, જેના કારણે સમય જતાં ઇંધણ સ્ટેશનોની સંખ્યામાં ઘટાડો થયો છે.
આ પણ વાંચોઃ બોન્ડી બીચ હુમલાના 11 દિવસ બાદ ઓસ્ટ્રેલિયામાં કરાયું ફાયર બોમ્બિંગ, યહૂદીઓને કર્યા ટાર્ગેટ
ADVERTISEMENT
આવકમાં વધારો થઈ શકે છે
ગોયલે જણાવ્યું હતું કે, જ્યારે અમેરિકામાં બજારમાં સંપૂર્ણપણે નિયંત્રિત છે. ભારતમાં પેટ્રોલ પંપના ભાવ લગભગ સમાન છ. ખૂબ ઓછા વેચાણવાલા આઉટલેટ્સ આખરે બંધ થઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યુ હતું કે, ગેસ અને ચાર્જિંગ સુવિધાઓને લઈ વૈકલ્પિક ઈંધણ સંચાલિત વાહનોની વધતી જતી લોકપ્રિયતા સાથે ઈંધણ રિટેલ આઉટલેટ્સની આવકમાં વધારો થવાની શક્યતાઓ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પગલાથી ગ્રાહકોની પસંદગી વધશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.