બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:38 AM, 13 June 2026
ખાડી વિસ્તારમાં એક વેપારી જહાજ પર થયેલા અમેરિકી નૌકાદળના હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત થયા બાદ ભારતે કડક વાંધો નોંધાવ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોને ફોન કરીને ભારતની ગંભીર ચિંતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો.જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું કે તેમણે રૂબિયો સાથે વાતચીત દરમિયાન સ્પષ્ટ કહ્યું કે વેપારી જહાજો સામે આવી જીવલેણ કાર્યવાહી યોગ્ય નથી. ભારતીય નાવિકોના મોત પર ભારતે પોતાની નારાજગી ફરીથી વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
આ ઘટના બાદ ભારતના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં અમેરિકી રાજદૂતાવાસના વરિષ્ઠ અધિકારીને પણ તલબ કરીને સખત વિરોધ નોંધાવ્યો હતો. ભારતે આ હુમલાને “ખૂબ જ ચિંતાજનક” ગણાવ્યો છે અને વેપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
Spoke to US Secretary of State Marco Rubio this evening. I reiterated India’s strong protest at the attacks by the US Navy in the Gulf that killed three Indian mariners. Such lethal actions against commercial shipping are not justified.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 12, 2026
ADVERTISEMENT
ઓમાનના દરિયાકાંઠા નજીક પાલાઉ ધ્વજવાળા તેલ ટેન્કર MT Setebello પર થયેલા હુમલામાં કુલ 24 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. તેમાંના 21 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ ભારતીય નાવિકોના મોત થયા હતા. મૃતકોમાં ડેક કેડેટ આદિત્ય શર્મા, એન્જિન ફિટર શિવાનંદ ચૌરસિયા અને ચીફ એન્જિનિયર પટનાલા સુરેશનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ ઘટનાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન (IMO) એ નાવિકોની સુરક્ષાને જોખમમાં મૂકતી કોઈપણ કાર્યવાહીનો કડક વિરોધ કર્યો છે. IMOના મહાસચિવ આર્સેનિયો ડોમિંગેઝે જણાવ્યું કે આવી ઘટનાઓ સ્વીકાર્ય નથી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. બીજી તરફ અમેરિકી સેનાએ પોતાના બચાવમાં દાવો કર્યો છે કે જહાજે અમેરિકી દળોની સૂચનાઓનું પાલન ન કર્યું હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ''ભારતીય જહાજ પર હુમલા...'', અમેરિકન રાજદૂતને સમન્સ પાઠવતા ટ્રમ્પે આ શું કહ્યું?
ADVERTISEMENT
ઘટના બાદ ભારત સરકારે તમામ સંબંધિત સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવા અને ભારતીય નૌસેના તેમજ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંસ્થાઓ સાથે સતત સંકલન રાખવા સૂચના આપી છે. ભારતે વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા માટે સંવાદ અને કૂટનીતિક પ્રયાસો વધારવાની પણ અપીલ કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.