બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / શું ખરેખર ઓમાનની ખાડીમાં જહાજ પર કરાયો હુમલો? જાણો 4 ભારતીયો માર્યા ગયાનું અસલી સત્ય

BIG BREAKING / શું ખરેખર ઓમાનની ખાડીમાં જહાજ પર કરાયો હુમલો? જાણો 4 ભારતીયો માર્યા ગયાનું અસલી સત્ય

Priykant Shrimali

Last Updated: 10:08 AM, 13 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gulf of Oman Attack : ઓમાનની ખાડીમાં ફરી દરિયાઈ હુમલાની આશંકા, ભારતીય ક્રૂની સુરક્ષાને લઈને ચિંતા વધી, જાણો શું છે સમગ્ર મામલો ?

Gulf of Oman Attack : ઓમાનની ખાડીમાં ફરી એકવાર જહાજને નિશાન બનાવવામાં આવ્યું હોવાના અહેવાલોએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા અંગે નવા સવાલો ઉભા કર્યા છે. વાસ્તવમાં પ્રાથમિક માહિતી મુજબ માર્શલ આઇલેન્ડના ધ્વજ હેઠળ સંચાલિત એક તેલ ટેન્કર પર હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય ક્રૂ સભ્યો પણ હાજર હોવાનું જાણવા મળી રહ્યું છે.

શું છે સમગ્ર મામલો ?

અહેવાલો અનુસાર, જહાજ પર હાજર રહેલા એક ક્રૂ સભ્ય દ્વારા હુમલા દરમિયાન ચાર ભારતીયોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

શું કહ્યું વિદેશ મંત્રાલયે ?

આ સમગ્ર મામલા અંગે, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે હોર્મુઝમાં ટેન્કર એમટી લિયાકી ફ્રીડમ પર હુમલો અને ચાર ભારતીયોના મોતના અહેવાલો ખોટા અને ભ્રામક છે. આ દાવાઓમાં કોઈ સત્ય નથી. ડીજી શિપિંગના સૂત્રોના જણાવ્યા અનુસાર, જહાજના માલિકનો સંપર્ક કરવામાં આવ્યો છે, જેમણે પુષ્ટિ આપી છે કે બધા ક્રૂ સભ્યો સુરક્ષિત છે. તેમણે ઉમેર્યું હતું કે ચાર ભારતીયોના મૃત્યુના અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે.

આ ઘટના સાચી સાબિત થાય તો છેલ્લા કેટલાક દિવસોમાં આ વિસ્તારમાં વેપારી જહાજો પર થયેલી આવી પ્રકારની ઘટનાઓમાં વધુ એક ગંભીર ઉમેરો ગણાશે. છેલ્લા કેટલાક સમયથી ઓમાનની ખાડી અને આસપાસના દરિયાઈ માર્ગોમાં સુરક્ષાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી રહી છે.

આ પણ વાંચો : અમેરિકી હુમલામાં ભારતીયોના મોત પર ભડક્યાં વિદેશ મંત્રી જયશંકર, લગાવ્યો રૂબિયોને ફોન

દરિયાઈ ટ્રેકિંગ સંબંધિત પ્રાથમિક માહિતી મુજબ સંબંધિત તેલ ટેન્કર બાદમાં ઓમાનના કિનારાથી જોડાયેલા બંદર વિસ્તારમાં પહોંચ્યું હોવાના સંકેતો મળ્યા છે, પરંતુ હુમલો કેવી રીતે થયો અને કેટલું નુકસાન થયું તે અંગે સ્પષ્ટતા થવાની બાકી છે. ભારતીય નાગરિકો સંકળાયેલા હોવાના દાવા સામે આવતા પરિવારજનો માં ચિંતા જોવા મળી રહી છે. હાલ તમામની નજર સત્તાવાર તપાસ અને સંબંધિત દેશોની જાહેરાતો પર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gulf of Oman Attack Indian Crew Oil Tanker Attack
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ