ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / બોન્ડી બીચ હુમલાના 11 દિવસ બાદ ઓસ્ટ્રેલિયામાં કરાયું ફાયર બોમ્બિંગ, યહૂદીઓને કર્યા ટાર્ગેટ

BIG BREAKING / બોન્ડી બીચ હુમલાના 11 દિવસ બાદ ઓસ્ટ્રેલિયામાં કરાયું ફાયર બોમ્બિંગ, યહૂદીઓને કર્યા ટાર્ગેટ

Published By: Vishal Khamar

Last Updated: 11:19 AM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચ પર થયેલા હુમલાના અગિયાર દિવસ પછી ઓસ્ટ્રેલિયામાં ફરી યહૂદીઓને ફરી નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં યહૂદી મહોલ્લામાં એક કાર પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસની સવાર પહેલા જ ફરી એક વખત યહૂદીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અસામાજિક તત્વોએ મેલબોર્નમાં એક રબ્બીની કારને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની સરકારે આ ઘટનાને બેમ્બ વિસ્ફોટ ગણાવી છે.

આ બાબતે ઓસ્ટ્રેલિયન પોલીસનું કહેવું છે કે ક્રિસમસની સવાર પહેલા એક રબ્બીની કારને આગ લગાડવાની કોશિષ કરવામાં આવી હતી. જે ઘટનામં કારનો દરવાજો બળી જવા પામ્યો હતો. પોલીસે રબ્બીના પરિવારને બચાવી લીધો હતો. સેન્ટ કિલ્ડા ઈસ્ટમાં થયેલા યહૂગી વિરોધી હુમલાની પોલીસ તપાસ કરી રહી છે. ગુરૂવારે સવારે લગભગ 2.50 વાગ્યે બાલાક્લાવા રોડ પર એક રબ્બીના ઘરના ડ્રાઈવ વેમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થવા પામી નથી. સાવચેતીના ભાગરૂપે રબ્બીના પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો છે.

એક પ્રવક્તાએ કહ્યું કે, મૂરેબિન ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા ગુરૂવારે તા. 25 ડિસેમ્બરના રોજ સેંટ કિલ્ડા ઈસ્ટમાં એક શંકાસ્પદ કારનું ચેકીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન જાસૂસોએ એક એવી વ્યક્તિની ઓળખ કરી જે તેમને તપાસમાં મદદ કરી રહ્યો હતો. ઘટનાની તપાસ હાલ ચાલી રહી છે. બળી ગયેલી કારને ગુરૂવારે સવારે ઘટના સ્થળેથી હટાવી દેવામાં આવી છે. પરંતું બારીના તૂટેલા કાચ મેલબર્ન યહૂદી પરિવારના ઘરના આંગણામાં પડેલ છે. તેમજ જ્યાં અકસ્માત થયો ત્યાં સામે જ યહૂદી શાળા આવેલ છે. થોડાક સમય અગાઉ બોન્ડી બીચ પર હનુક્કા ફેસ્ટિવલમાં બે બંદૂકધારીઓ દ્વાર હુમલો કરવામાં આવ્યો હતો. જે ઘટનામાં 15 નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ અમેરિકામાં ગેરકાયદે રહેતા 30 ભારતીયોની ધરપકડ, શું ફરીથી ડિપોર્ટેશન શરૂ?

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે બોન્ડી આતંકવાદી હુમલા બાદ ઓસ્ટ્રેલિયન યહૂદી સમુદાય શોકમાં છે. મેલબોર્નમાં કાર પર આગ બોમ્બ વિસ્ફોટ એ શંકાસ્પદ યહૂદીઓ વિરૂદ્ધનું બીજું ભયાનક કૃત્ય છે. ફેડરલ અધિકારીઓ મદદ કરવા તૈયાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Melbourne car fire bomb car firebombing Australia news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ