ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / અમેરિકામાં ગેરકાયદે રહેતા 30 ભારતીયોની ધરપકડ, શું ફરીથી ડિપોર્ટેશન શરૂ?

એક્શન / અમેરિકામાં ગેરકાયદે રહેતા 30 ભારતીયોની ધરપકડ, શું ફરીથી ડિપોર્ટેશન શરૂ?

Published By: Vidhata Gothi

Last Updated: 10:26 AM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં 30 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. CBPએ કેલિફોર્નિયાથી 30 ભારતીય નાગરિકો સહિત કુલ 49 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી છે. જાણો શું છે આ કાર્યવાહીનું કારણ.

ADVERTISEMENT

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રએ ઇમિગ્રેશન કાયદાઓ કડક કર્યા છે અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)એ કેલિફોર્નિયામાં ગેરકાયદેસર રીતે રહેતા 30 ભારતીય નાગરિકો સહિત કુલ 49 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી છે.

માહિતી પ્રમાણે, CBPએ એ લોકોની ધરપકડ કરી છે કે જેઓ કોમર્શિયલ ડ્રાઇવર લાયસન્સનો ઉપયોગ કરીને સેમી-ટ્રક ચલાવી રહ્યા હતા. આ ધરપકડ તાજેતરના અઠવાડિયાઓમાં ઇમિગ્રેશન ચેક પોઇન્ટ્સ પર વાહન તપાસ અને ઇન્ટર-એજન્સી કામગીરી દરમિયાન કરવામાં આવી.

CBP પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, એલ સેન્ટ્રો સેક્ટરના એજન્ટોએ આ કાર્યવાહી કરી. 23 નવેમ્બરથી 12 ડિસેમ્બર વચ્ચે ઇંડિયો સ્ટેશનના એજન્ટોએ હાઇવે 86 અને 111 પર ઇમિગ્રેશન ચેક પોઇન્ટ્સ કે ઇન્ટરસ્ટેટ મુસાફરી કરવા દરમિયાન 42 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને સેમી-ટ્રક ચલાવતા પકડ્યા. આમાંથી 30 ભારતીય નાગરિકો હતા. ભારત સિવાય અલ સાલ્વાડોર, ચીન, એરિટ્રિયા, હૈતી, હોન્ડુરાસ, મેક્સિકો, રશિયા, સોમાલિયા, તુર્કી અને યુક્રેનના લોકોની પણ ધરપકડ કરવામાં આવી.

આ સિવાય 10 અને 11 ડિસેમ્બરે ઇંડિયો સ્ટેશનના એજન્ટોએ 'ઓપરેશનલ હાઇવે સેન્ટિનલ' હાથ ધરું હતું. આ બે દિવસનું મોટું ઇન્ટરએજન્સી ઓપરેશન યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની હોમલેન્ડ સિક્યોરીટી ઇન્વેસ્ટિગેશન દ્વારા ઑન્ટારિયો અને ફૉન્ટાનામાં ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં કુલ 45 ગેરકાયદે પ્રવાસીઓની કોમર્શિયલ લાયસન્સ સાથે ધરપકડ કરવામાં આવી, જેમાંથી ઇંડિયો એજન્ટોએ 7 ધરપકડ કરી. પહેલા દિવસે એક ભારતીય અને એક તાજિક નાગરિક અને બીજા દિવસે ચાર ભારતીય નાગરિક અને એક ઉઝબેક નાગરિક પકડાયા હતા.

vtv app promotion

આ ઓપરેશન કેલિફોર્નિયામાં કોમર્શિયલ ટ્રકિંગ કંપનીઓને નિશાન બનાવીને હાથ ધરવામાં આવ્યું હતું. આનો ઉદ્દેશ તાજેતરના કેટલાક ગંભીર રોડ એક્સિડેન્ટ પછી ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન અટકાવવા, અમેરિકન હાઇવેની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોમર્શિયલ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં નિયમોનું પાલન કારવવાનો હતો. આ ઘટનાઓમાં ગેરકાયદે પ્રવાસીઓ દ્વારા કોમર્શિયલ લાયસન્સનો ઉપયોગ કરીને સેમી ટ્રક ચલાવવામાં આવી રહ્યા હતા.

આ પણ વાંચો: બોન્ડી બીચ હુમલાના 11 દિવસ બાદ ઓસ્ટ્રેલિયામાં કરાયું ફાયર બોમ્બિંગ, યહૂદીઓને કર્યા ટાર્ગેટ

ધરપકડ કરાયેલા લોકો પાસે કુલ 39 કોમર્શિયલ ડ્રાઇવર લાયસન્સ હતા, જેમાંથી 31 કેલિફોર્નિયા દ્વારા જારી કરવામાં આવ્યા હતા. બાકીના ફ્લોરિડા, ઇલિનોય, ઈંડિયાના, ઓહાયો, મેરીલેન્ડ, મિનિસોટા, ન્યુ જર્સી, પેન્સિલ્વેનિયા અને વોશિંગ્ટન જેવા રાજ્યોથી હતા. અલ સેન્ટ્રો સેક્ટરના એક અધિકારીએ જણાવ્યું કે આ અભિયાનની સફળતા 2025થી પહેલા અનિયંત્રિત સીમા સંકટથી ઊભા થતાં જોખમોને ઉજાગર કરે છે. ધરપકડ કરાયેલા લોકોએ આ સેમી ટ્રકો ક્યારેય ચલાવવા જોઈતા ન હતા, અને જે રાજ્યોએ તેમને લાયસન્સ આપ્યા, તેઓ તાજેતરના ગંભીર અકસ્માત માટે સીધી રીતે જવાબદાર છે. હોમલેન્ડ સિક્યોરીટી ઇન્વેસ્ટિગેશન અને અન્ય એજન્સીઓ સાથે મળીને અમે અમેરિકાના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા રહીશું."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Border Patrol Illegally Immigrants in America Donald Trump

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ