બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:06 AM, 31 March 2026
Corona Cicada virus : કોરોના કાળ તો તમને બધાને યાદ જ હશે, કેટલાય લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. જોકે હવે ફરી એક્વાર કોરોના વાયરસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાવાયરસ પૂર્ણ રીતે ગયો છે એવી લાગણી ઘણા લોકોને થઈ રહી હતી, પરંતુ હકીકત એ છે કે, વાયરસ હજુ પણ બદલાતો રહ્યો છે. હાલમાં વિશ્વભરમાં “Cicada” નામથી ઓળખાતો કોરોનાનો એક નવો પ્રકાર ચર્ચામાં આવ્યો છે, જે ફરી ચિંતા ઊભી કરી રહ્યો છે.
ADVERTISEMENT
વૈજ્ઞાનિક ભાષામાં આ પ્રકારને BA.3.2 તરીકે ઓળખવામાં આવે છે. આ ઓમિક્રોન વેરિઅન્ટનો જ એક સુધારાયેલ સ્વરૂપ છે. સૌથી પહેલા આ પ્રકારની ઓળખ નવેમ્બર 2024માં આફ્રિકા ખાતે થઈ હતી અને ત્યારબાદ તે ધીમે ધીમે અન્ય દેશોમાં ફેલાતો ગયો. ફેબ્રુઆરી 2026 સુધીમાં આ પ્રકાર 23 દેશોમાં નોંધાયો છે. અમેરિકામાં તેની અસર વધુ જોવા મળી રહી છે. ત્યાં અનેક રાજ્યોમાં ગટરનાં પાણીના ટેસ્ટમાં આ વેરિઅન્ટના અંશ મળી રહ્યા છે, જે બતાવે છે કે તે શાંતિથી પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
“Cicada” પ્રકાર ખાસ કેમ છે?
ADVERTISEMENT
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, તેના સ્પાઇક પ્રોટીનમાં 70થી વધુ ફેરફારો થયા છે. આ જ સ્પાઇક પ્રોટીન આપણાં શરીરમાં વાયરસને પ્રવેશ કરાવે છે. એટલા બધા ફેરફારોને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ અને હાલની રસીઓ માટે તેને ઓળખવું થોડું મુશ્કેલ બની શકે છે. પરંતુ સારા સમાચાર એ છે કે, હજુ સુધી કોઈ મજબૂત પુરાવો નથી કે આ પ્રકાર પહેલા કરતાં વધુ ઘાતક છે. હા, તે ઝડપથી ફેલાઈ શકે છે, એટલે વધુ લોકો ચેપગ્રસ્ત થઈ શકે છે. ખાસ કરીને લાંબા સમયથી બીમારી ધરાવતા લોકો માટે આ ચિંતાનો વિષય બની શકે છે.

ADVERTISEMENT
હવે જાણો ભારતમાં શું છે સ્થિતિ ?
ભારતની વાત કરીએ તો હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. INSACOG દ્વારા દેશમાં XFG નામના બીજા એક વેરિઅન્ટના કેટલાક કેસ નોંધાયા છે. જોકે “Cicada” જેવા પ્રકારો વિદેશી મુસાફરી દ્વારા દેશમાં પ્રવેશી શકે છે, એટલે સાવચેતી જરૂરી છે. રસીઓ વિશે વાત કરીએ તો, હાલની રસી હજુ પણ ગંભીર બીમારીથી બચાવવામાં મદદરૂપ છે. પરંતુ નવા પ્રકારમાં ફેરફારોને કારણે ચેપથી સંપૂર્ણ બચાવ થવો મુશ્કેલ બની શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાનમાં ધુમાડાની શંકા વચ્ચે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ
“Cicada” નામ પાછળ પણ રસપ્રદ કારણ છે. સિકાડા એક જંતુ છે જે વર્ષો સુધી જમીનમાં છુપાઈ રહે છે અને અચાનક બહાર આવે છે. આ વાયરસ પણ લાંબા સમય સુધી નજરમાં આવ્યા વગર ફેલાતો રહ્યો અને પછી એકાએક સામે આવ્યો. આ સ્થિતિમાં બચાવ માટે સરળ ઉપાયો ખૂબ મહત્વના છે. નિયમિત હાથ ધોવું, ભીડથી દૂર રહેવું, બીમાર લાગતાં ઘરે રહેવું અને જરૂર પડે ત્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો-આ તમામ બાબતો હજુ પણ એટલી જ અસરકારક છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.