ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાનમાં ધુમાડાની શંકા વચ્ચે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ

લખનૌ / એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાનમાં ધુમાડાની શંકા વચ્ચે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ

Published By: Priyankka Triveddi

Last Updated: 09:37 AM, 31 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાનમાં ધુમાડાની આશંકા જણાતા લખનૌમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી જો કે આ ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

Air India Express Emergency Landing: એર ઇન્ડિયાની ફ્લાઇમાં ઉડાન દરમિયાન સર્જાયેલી એક અચાનક પરિસ્થિતિએ મુસાફરોમાં થોડી ક્ષણ માટે ભય ફેલાવ્યો. પરંતુ પાઇલોટ્સની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ. શુંછે સમગ્ર મામલો વાંચો વિગતે..,

ઉડાન દરમિયાન ધુમાડાની શંકા

સોમવારે Air India Expressની ફ્લાઇટ IX-1523 બાગડોગરાથી દિલ્હી જઈ રહી હતી ત્યારે આશરે 36000 ફૂટની ઊંચાઈએ વિમાનના કેબિનમાં એવિઓનિક્સ પેનલમાંથી ધુમાડો નીકળવાની શંકા ઊભી થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને પાઇલોટ્સે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા વિમાનને નજીકના એરપોર્ટ તરફ વાળવાનો નિર્ણય લીધો. આ ઘટનાએ થોડા સમય માટે મુસાફરોમાં ચિંતા જન્માવી હતી.

લખનૌ એરપોર્ટ પર સલામત ઇમરજન્સી લેન્ડિંગ

વિમાનને તરત જ ચૌધરી ચરણ સિંઘ ઇન્ટરનેશલ એરપોર્ટ (Chaudhary Charan Singh International Airport) તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું અને સાંજે લગભગ 5:17 વાગ્યે સલામત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. એરપોર્ટ પર પહેલાથી જ ફાયર, મેડિકલ અને રેસ્ક્યુ ટીમો સ્ટેન્ડબાય પર હતી. જેથી કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરી શકાય. વિમાનના 148 મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢીને ટર્મિનલ 3 પર લઈ જવામાં આવ્યા અને સદનસીબે કોઈને ઇજા પહોંચી નહોતી.

ટેકનિકલ તપાસ અને સાવચેતીના પગલા

ઘટના બાદ એરપોર્ટના ફાયર વિભાગ અને ટેકનિકલ ટીમોએ વિમાનનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું, પરંતુ ધુમાડા કે આગના કોઈ સ્પષ્ટ નિશાન મળ્યા નહોતા. છતાં પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સંપૂર્ણ ટેકનિકલ ચકાસણી પૂર્ણ થયા પછી અને ઉડાન માટે યોગ્યતા પ્રમાણપત્ર મળ્યા બાદ જ વિમાનને ફરી સેવા માટે મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો: 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં વધારો, હાઈવે મુસાફરી બનશે મોંઘી, સામાન્ય જનતાને ઝટકો

મુસાફરો માટે વ્યવસ્થા અને અગાઉની ઘટના

ઘટનાના પગલે મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક માટે હોટેલમાં રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. એરપોર્ટ સત્તાવાળાઓએ ખાતરી આપી કે આવી પરિસ્થિતિઓમાં મુસાફરોની સુરક્ષા માટે તમામ જરૂરી પ્રોટોકોલ અપનાવવામાં આવે છે. નોંધનીય છે કે અગાઉ પણ ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા કારણે બેંગલુરુથી કોલકાતા જતી એક ફ્લાઇટને લખનૌ તરફ વાળવી પડી હતી. જે દર્શાવે છે કે સલામતી માટે સમયસર લેવામાં આવતા નિર્ણય કેટલા મહત્વપૂર્ણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Air India Express Emergency Landing એર ઇન્ડિયા એક્સપ્રેસ

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ