બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / ગુજરાત / અમદાવાદ / રૂ. 4 હજાર કરોડના ખર્ચે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું કરાશે નવીનીકરણ, અનેક સુવિધાઓથી થશે સજ્જ

નવીનીકરણ / રૂ. 4 હજાર કરોડના ખર્ચે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું કરાશે નવીનીકરણ, અનેક સુવિધાઓથી થશે સજ્જ

Last Updated: 11:16 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કાલુપુર રેલ્વે સ્ટેશનનું નવીનીકરણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે મુસાફરોને એક જ સ્થળ પર હવે રેલવે, મેટ્રો, બુલેટ ટ્રેન તેમજ BRTS ની કનેક્ટિવિટી મળશે.

રેલવે વિભાગ દ્વારા ગુજરાતનાં રેલ્વે સ્ટેશનોને અત્યાઆધુનિક તેમજ હેરીટેજ લુક આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઈ આજથી અમદાવાદમાં કાલુપુર રેલ્વે સ્ટેશનનાં નવીનીકરણની કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં એક્ઝિટ ગેટ પાસે ઈમારતોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજે 4 કરોડનાં ખર્ચે તૈયાર થનાર રેલ્વે સ્ટેશનનું નવીનીકરણની કામગીરી આજથી શરૂ કરવામાં આવ છે. ત્યારે હવે એક જ સ્થળ પરથી મુસાફરોને રેલવે, મેટ્રો, બુલેટ ટ્રેન તેમજ BRTS ની કનેક્ટિવિટી મળશે.

kalupur railway station 4

અડાલજ વાવ થીમની ડિઝાઈન પર તૈયાર કરાશે રેલવે સ્ટેશન

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક સાથે તૈયાર કર્યા બાદ હવે 4 હજાર કરોડના ખર્ચે કાયાપલટ કરવાનો નિર્ણય કરાયો છે. હડસન હાઈલાઈન પાર્ક પરથી તૈયાર ડિઝાઇન તૈયાર કરાઈ છે. 26 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રીની લીલીઝંડી મળ્યા બાદ પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાશે. નવી સ્ટેશનમાં કોણાર્ક અને અડાલજ વાવ થીમની ડિઝાઇન તૈયાર કરાઈ છે.

kalupur railway station 1

કાલુપુર રેલવે સ્ટેશનની કરાશે કાયાપલટ

નવા સ્ટેશનમાં જૂના ટ્રેકની સંખ્યા જાળવી ટ્રેકની સંખ્યા વધારાશે. પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂપિયા 2400 કરોડ ફાળવાયા છે. નવા સ્ટેશનમાં કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધીનો વિસ્તાર ડેવલપ કરાશે. જેમાં ગાર્ડન, મોલ સાથે એલિવેશન રોડ બનશે. આધુનિક ટેકનોલોજી સાથે બુકીંગ એરિયા અને રેસ્ટ રૂમ પણ હશે.

kalupur railway station 3

20 એકર વિસ્તારમાં ગ્રીન સ્પેસ રાખી નવો લુક અપાશે

હેરિટેજ ઝુલતા મિનારાને યથાવત રાખી 20 એકર વિસ્તારમાં ગ્રીન સ્પેસ રાખી નવો લુક અપાશે. વિશાળ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ સાથે મુસાફરો કાલુપુર અને સરસપુર તરફથી એન્ટ્રી લઈ શકશે. કાલુપુર રેલવે સ્ટેશન ઉપર બુલેટ ટ્રેન નીચે જમીનમાં મેટ્રો રેલ અને વચ્ચે પશ્ચિમ રેલવેની ટ્રેનો પસાર થતાં મુસાફરોને રેલવે સ્ટેશનનો એક અલગ અનુભવ થશે.

વધુ વાંચોઃ જાણો ગુજરાત કઇ રીતે છૂટું પડેલું? આ રીતે અલગ થયેલા 2 રાજ્યો, 4 વર્ષે સફળ થયું હતું આંદોલન

મુસાફરો બંને દિશામાંથી અવરજવર કરી શકશે

નવા સ્ટેશનની ડિઝાઇનમાં કોનારકની થીમ અને અડાલજ વાવ સહિતની થીમની ડિઝાઇન પર તૈયાર કરવામાં આવશે. જે ડિઝાઇન પ્રમાણે જુના ટ્રેકની સંખ્યા જાળવી રાખી ટ્રેકની સંખ્યા વધારે બનાવાશે. પ્રથમ તબક્કામાં 2400 કરોડના ખર્ચે કામ કરાશે. જેના માટે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીઈનું ટેન્ડર પાસ કરાયું છે. તો ટ્રેનની અવર જવર પર કોઈ અસર ન પડે અને મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધા મળી રહે તે માટે કાલુપુર ખાતે પ્લેટફોર્મ 7,8 અને 9 બંધ કરી ત્યાં પ્રથમ તબક્કામાં કામ શરૂ કરાશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ