Woman made 2 pieces of tongue so that she can drink 2 drinks at once
ભારે કરી ! /
કેવા વિચિત્ર શોખ! આ મહિલાએ જીભ કપાવીને કરાવી દીધા બે ટુકડા, કારણ જાણીને કહેશો પાગલ છે કે શું
Team VTV03:20 PM, 17 May 22
| Updated: 03:21 PM, 17 May 22
આ મહિલાને તેના શરીર પર પરિવર્તન કરાવાનો ખુબ શોખ છે, આ શોખના કારણે જ મહિલાએ પોતાની જીભ વચ્ચેથી વિભાજીત કરી લીધી છે.અને હવે તે એક સાથે અલગ અલગ વસ્તુઓનો સ્વાદ લઈ રહી છે.
શોખ પુરો કરવા જતી આ મહિલાએ પોતાના જીવનો પણ વિચારના આવ્યો
બ્રાયનાએ એક વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
ખુબ ખતરનાક છે આ પ્રક્રિયા
અજીબો ગરીબ શોખ ધરાવતી મહિલા
કેલિફોર્નિયાની વતની બ્રાયના મેરી શિહાદેહને અલગ જ શોખ છે. બ્રાયના એક ડ્રેડલોક કલાકાર છે, જેને શરીરમાં બદલાવનો શોખ છે. તેને ઓપરેશન દ્વારા પોતાની જીભના બે કટકા કરાવી દીધા. તેની આ કોશીશના કારણે તે એક જ સમયે બે જુદી જુદી વસ્તુઓનો સ્વાદ લઈ શકે છે. બ્રાયના આ શોખના કારણે ખુબજ ફેમસ થઈ ગઈ છે, ઈન્સ્ટાગ્રામ પર 2 લાખ 28 હજાર ફોલોઅર્સ થઈ ચુક્યા છે.
બ્રાયનાએ એક વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. બ્રાયના તે વીડિયોમાં એક સમયે સ્પ્રાઈટ અને પાની પીવાની કોશીશ કરતી હતી. વીડિયોમાં કેપ્શનમાં લખ્યુ છે કે, તમે પહેલા કયુ ફ્લેવર ટ્રાઈ કરશો? પછી તે જ વીડિયોમાં તે એક સાથે બે ડ્રિંક પીતી નજરે પડે છે. આવુ કર્યા બાદ તેને કેપ્શનમાં લખ્યુ કે આ મારા દિમાગને વિચિત્ર લાગે છે.તેના આ વીડિયોને 2 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે, અને 12 હજારથી વધુ લાઈક્સ મળી ચુક્યાં છે.