બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું જૉબ છૂટતા જ PFના રૂપિયા ઉપાડી શકશો? જાણો દરેક સવાલના જવાબ એક ક્લિકમાં
Last Updated: 02:34 PM, 18 October 2025
જ્યારથી EPFO ના નવા નિયમ લાગુ થયા છે ત્યારથી PF ઉપાડવાના નિયમને લઇ અનેક લોકોને મૂંઝવણ પેદા થાય છે. જેથી હવે તે સવાલોના જવાબ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ આપ્યા છે, જે PF ઉપાડવાના કન્ફ્યુઝનને દુર કરવામાં મદદ કરશે. ચાલો તે સવાલોના જવાબ જાણીએ.
ADVERTISEMENT
પ્રશ્ન: શું તમે નોકરી ગુમાવ્યા બાદ તરત જ EPFના પુરા પૈસા ઉપાડી શકશો?
જવાબ: EPFO મુજબ, સભ્યો હવે નોકરી ગુમાવ્યા બાદ તરત જ તેમના EPF બેલેન્સના 75% સુધી ઉપાડી શકે છે, બાકીના 25% એક વર્ષ બાદ મળશે.
ADVERTISEMENT
પ્રશ્ન: નોકરી ગુમાવ્યા બાદ તમારું પેન્શન કેટલા સમય બાદ ઉપાડી શકશો?
જવાબ: પેન્શન (EPS) જમા રકમ ફક્ત 36 મહિનાની બેરોજગારી બાદ જ ઉપાડી શકાય છે. અગાઉ બે મહિના બાદ ઉપાડવાની જોગવાઈ હતી.
ADVERTISEMENT
પ્રશ્ન: નોકરી ગુમાવ્યા બાદ તરત જ 100% રકમ કેમ ઉપાડી શકાતી નથી?
જવાબ: જો કોઈ વ્યક્તિ નોકરી ગુમાવ્યા બાદ તરત જ તેમના બેલેન્સના 100% ઉપાડી લે તો તેમની સર્વિસ પિરિયડ બ્રેક થઇ જાય છે. પેન્શન માટે 10 વર્ષનો સતત સર્વિસ પિરિયડ ફરજિયાત છે. વારંવાર PF ઉપાડવાથી 10 વર્ષનો સમયગાળો પૂરો થતો નથી, આથી જ ફક્ત 75% ઉપાડની મંજૂરી છે. બાકીની રકમ ઉપાડવા માટે એક વર્ષની વિન્ડો આપવામાં આવી છે. સરકારનો દાવો છે કે મોટાભાગના કર્મચારીઓ એક વર્ષમાં બીજી નોકરી શોધી લે છે.
ADVERTISEMENT
પ્રશ્ન: EPFO ના કયા નિર્ણય પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે?
જવાબ: EPFના ફાઇનલ સેટલમેન્ટમાં વેઇટિંગ પિરિયડને બે મહિનાથી વધારીને 12 મહિના અને EPS વિડ્રો માટે બે મહિનાથી વધારીને 36 મહિના કરવામાં આવ્યો છે. જેથી સભ્યો દ્વારા આ નિર્ણયની ટીકા કરવામાં આવી હતી અને વિવાદ ઉભો થયો હતો, ત્યારબાદ EPFO એ સોશિયલ મીડિયા પર વિગતવાર માહિતી આપી.
ADVERTISEMENT
પ્રશ્ન: કયા નિયમ બદલાયા છે?
જવાબ: અત્યાર સુધી EPF સભ્યોને કોઈપણ કારણોસર બે મહિનાની બેરોજગારી બાદ તેમના PF અને પેન્શન ખાતામાંથી આખી રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવતી હતી. હવે EPFO તે રકમના 75% વિડ્રો અને 12 મહિના બાદ બાકીના 25% વિડ્રોની પરમિશન આપે છે. પેન્શન હેઠળ 36 મહિના બાદ વિડ્રોની મંજૂરી છે.
ADVERTISEMENT

પ્રશ્ન: આંશિક વિડ્રોમાં શું છે જોગવાઈઓ ?
જવાબ: કર્મચારીઓ હવે એક એક વર્ષના અંતરાલમાં લગ્ન અને રહેઠાણ માટે PF ફંડ ઉપાડી શકશે. પહેલાં આ મર્યાદા 5 થી 7 વર્ષની હતી.
પ્રશ્ન: શિક્ષણ અને લગ્ન માટ કેટલી વાર વિડ્રો કરી શકાય ?
જવાબ: આંશિક વિડ્રો લીમીટને ફ્લેક્સીબલ બનાવી દેવાઈ છે. જેમાં સભ્યો હવે શિક્ષણ માટે 10 વખત અને લગ્ન માટે 5 વખત વિડ્રો કરી શકે છે, જેની પહેલા મર્યાદા ત્રણ હતી. બીમારી કે અથવા ઈમરજન્સી કેટેગરીમાં કોઈપણ વધારાના ડોક્યુમેન્ટ વગર વર્ષમાં બે વાર વિડ્રો કરી શકાય છે.
પ્રશ્ન: નિયમમાં ફેરફાર કરવાની જરૂર કેમ પડી?
જવાબ: આ ફેરફારનો હેતુ EPFOના સભ્યોને 10 વર્ષની સેવા પુરી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જેથી તેઓ લાઈફટાઈમ પેન્શન માટે એલિજિબલ બની શકે. સાથે સાથે EPF નિવૃત્તિ ફંડ દ્વારા આર્થિક સુરક્ષા પણ પૂરી પાડી શકે છે. અગાઉ વારંવાર વિડ્રોને કારણે સર્વિસ પિરિયડમાં બ્રેક લાગે જેના પરિણામે ઘણા કર્મચારીઓના પેન્શન કેસ નામંજૂર થતા હતા., આ ફેરફારથી હવે વધુ લોકોને EPSનો લાભ મળી શકશે.
પ્રશ્ન: EPF વિડ્રોની 13 કેટેગરી ઘટીને કેટલી થઇ ?
જવાબ: પહેલા EPFOમાં 13 કેટેગરી હેઠળ PF વિડ્રો કરી શકાતો હતો, પરંતુ હવે તેને ત્રણ કેટેગરી માં બદલી દેવામાં આવ્યું છે. જેમાં ફર્સ્ટ કેટેગરી બીમારી, શિક્ષણ અને લગ્ન માટે છે. બીજી કેટેગરી આવાસની જરૂરિયાતો માટે છે. ત્રીજી કેટેગરી ઈમરજન્સી વિડ્રો માટે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.