ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / iPhone 17 ખરીદવાનો શાનદાર મોકો, મળશે બમ્પર ડિસ્કાઉન્ટ, થશે ₹ 54,000નો ફાયદો!
Last Updated: 05:24 PM, 6 September 2026
ADVERTISEMENT
જો તમે નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા હોય, તો Flipkart પર હાલમાં ચાલી રહેલી આ ઓફર તમારા માટે રસપ્રદ હોઈ શકે છે. iPhone 17 ના 256GB મોડેલની મૂળ કિંમત 82,900 રુપિયા હતી. હાલમાં, અમુક શરતોની સાથે તેને 54,000 રુપિયાથી ઓછી કિંમતે ખરીદી શકાય છે. આ ડીલ હેઠળ કિંમત ઘટીને 53,817 હજાર થઈ જાય છે. જોકે, એ નોંધવું જરૂરી છે કે દરેક ગ્રાહકને આ કિંમત નહીં મળે, કારણ કે તેનો લાભ લેવા માટે બેંક ઓફર અને જૂના iPhone ના એક્સચેન્જની જરૂર પડે છે.
ADVERTISEMENT
આ રીતે ઓછી થશે iPhone 17 ની કિંમત
Flipkart પર iPhone 17ની કિંમતમાં સીધો 2,000 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી તેની કિંમત 82,900 રુપિયાથી ઘટીને 80,900 રુપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત, SBI અથવા Axis Bankના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર 4,833 રુપિયાનું બેંક ડિસ્કાઉન્ટ મળે છે, જેથી ફોનની કિંમત ઘટીને 76,067 રુપિયા થઈ જાય છે. સૌથી મોટી બચત એક્સચેન્જ ઑફર દ્વારા થાય છે. જો તમારી પાસે iPhone 13નું 128GB મોડલ હોય અને તે ઉત્તમ સ્થિતિમાં હોય, તો તેને એક્સચેન્જ કરીને તમે 22,250 રુપિયા સુધીનું મૂલ્ય મેળવી શકો છો. ફોનની કિંમતમાંથી આ રકમ બાદ કર્યા પછી, iPhone 17ની અસરકારક કિંમત ઘટીને 53,817 રુપિયા થઈ જાય છે.
ADVERTISEMENT
દરેક ગ્રાહકને નહીં મળે આ ઓફર
એ સમજવું મહત્વપૂર્ણ છે કે 53,817 રુપિયા એ iPhone 17ની પ્રમાણભૂત વેચાણ કિંમત નથી. આ કિંમત વિવિધ ઑફર્સના સંયોજનથી પ્રાપ્ત થાય છે. તેનો લાભ લેવા માટે, તમારી પાસે યોગ્ય Flipkart SBI અથવા Axis Bank ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે. આ ઉપરાંત, એક્સચેન્જ કરવા માટે તમારી પાસે યોગ્ય ફોન હોવો પણ જરુરી છે. જૂના ફોનનું એક્સચેન્જ મૂલ્ય તેની સ્થિતિ પર આધારિત છે. જો iPhone 13 પર મોટા સ્ક્રેચ, ડેન્ટ કે અન્ય કોઈ પ્રકારનું નુકસાન હોય, તો તેનું એક્સચેન્જ મૂલ્ય ઓછું હોઈ શકે છે. આવી સ્થિતિમાં, iPhone 17 ખરીદવા માટે તમારે વધુ રકમ ચૂકવવી પડી શકે છે.
ADVERTISEMENT
iPhone 17 માં મળશે આ ખાસ ફિચર્સ
iPhone 17 માં 120Hz ProMotion સપોર્ટ સાથે 6.3-ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આનાથી સ્ક્રોલિંગ અને વીડિયો જોવાનો અનુભવ પહેલાં કરતાં વધુ સરળ અને સ્મૂધ બને છે. કેમેરાની વાત કરીએ તો, આ ફોનમાં ડ્યુઅલ 48MP કેમેરા સેટઅપ છે, જે અત્યંત વિગતવાર (ડિટેલ્ડ) ફોટા કેપ્ચર કરવામાં સક્ષમ છે.
ADVERTISEMENT
એક્સચેન્જ વેલ્યૂ
આ ફોન 4K વીડિયો રેકોર્ડિંગને પણ સપોર્ટ કરે છે. પર્ફોર્મન્સ માટે તેમાં Appleની નવી A19 ચિપ આપવામાં આવી છે, જે ફોનને ઝડપથી ચાલવામાં મદદ કરે છે અને સાથે જ બેટરીની બચત પણ કરે છે. આ ફોન Apple Intelligenceને પણ સપોર્ટ કરે છે. જે Appleના AI ફીચર્સનો એક સમૂહ છે અને વિવિધ સ્માર્ટ ફંક્શન્સને સક્ષમ બનાવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બાળકના હાથમાં મોબાઈલ આપતા પહેલા આટલું ખાસ જોઈ લેજો, નહીંતર ખાતામાંથી રૂપિયા ઉડ્યાં!
iPhone 17 માં વધુ સારી મજબૂત બનાવવા માટે Ceramic Shield 2 આપવામાં આવ્યું છે, જે સ્ક્રેચ અને નીચે પડવાથી થતા નુકસાન સામે વધુ સારું રક્ષણ પૂરું પાડવા માટે બનાવવામાં આવ્યું છે. જેની પાસે સારી સ્થિતિમાં iPhone 13 છે અને જેની પાસે યોગ્ય બેંકનું ક્રેડિટ કાર્ડ છે, તેમના માટે Flipkart ની આ ડીલ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખરીદી કરતા પહેલા તમારા જૂના ફોનની એક્સચેન્જ વેલ્યુ અને તમામ ઓફર્સની શરતો ચોક્કસ તપાસી લેવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો