બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / VTV વિશેષ / will support Congress in the Lok Sabha, win 2 seats Will the alliance succeed or fail

મહામંથન / વિધાનસભામાં હારનો સ્વાદ ચાખનાર AAP લોકસભામાં કોંગ્રેસને સહારે, જીતશે 2 બેઠકો? ગઠબંધન ફળશે કે ફેલ?

Dinesh

Last Updated: 08:12 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ગુજરાતની 26માંથી કોંગ્રેસ 24 અને આમ આદમી પાર્ટી 2 બેઠકો પર કિસ્મત અજમાવશે.ભાવનગરમાં ઉમેશ મકવાણા અને ભરૂચમાં ચૈતર વસાવા લોકસભામાંથી ચૂંટણી લડશે

ગઠબંધન ઇન્ડિયા સાથે આમ આદમી પાર્ટીએ સીટ શેયરિંગને લઇને મન મનાવી લીધું. 7 અને 39ની ફોર્મ્યૂલા પર ગઠબંધન ધર્મ નિભાવવાનો નક્કી થયો. લોકસભાની ચૂંટણીમાં 7 બેઠક પર AAP ચૂંટણી લડશે અને 39 બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારશે.વાત ગુજરાતની કરીએ તો, ગુજરાતની 26માંથી કોંગ્રેસ 24 અને આમ આદમી પાર્ટી 2 બેઠકો પર કિસ્મત અજમાવશે.ભાવનગરમાં ઉમેશ મકવાણા અને ભરૂચમાં ચૈતર વસાવા લોકસભામાંથી ચૂંટણી લડશે. ભરૂચની બેઠક કોંગ્રેસના હાથમાં રહે તે માટે અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલ અને દીકરી મુમતાઝ પટેલે અનેક પ્રયાસો કર્યા. આ નિર્ણય સામે તેમણે નારાજગી પણ વ્યક્ત કરી, પણ ગઠબંધનમાં બંને પક્ષોએ ક્યાક એક-બીજા પ્રત્યે મન મોટું રાખીને બેઠકો નક્કી કરી છે.જ્યારે ભાવનગરમાં કોંગ્રેસને મન દુઃખ નથી,ભરૂચથી અલગ અહીં સપોર્ટ આપવાની વાત છે. વાત ગુજરાતના મિજાજની કરીએ તો ગુજરાતમાં વર્ષ 2014થી લોકસભાની 26 બેઠક ભાજપ પાસે રહી છે. કોંગ્રેસ બે ટર્મથી ખાતું પણ નથી ખોલાવી શકી. તો આ વખતે પણ ભાજપ 26એ 26 બેઠક જીતાવાના દાવા સાથે 370 બેઠકના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. ગુજરાત વિધાનસભામાં પણ વિરોધપક્ષને અને ત્રીજા પક્ષને ભારે ફટકો પડ્યો છે. સવાલ એ છે કે ગુજરાત આ ઇન્ડિયા ગઠબંધનને સ્વીકારશે? ગઠબંધનથી ક્યા પક્ષને ફાયદો થશે? કોંગ્રેસની નારાજગી કઇ રીતે દૂર થશે?

કોંગ્રેસ-AAPનું ગઠબંધન
કોંગ્રેસ અને AAPએ લોકસભા ચૂંટણીને લઇ બેઠકો પર સમજૂતિ નક્કી કરી લીધી છે. ગુજરાત,હરિયાણા,ચંદીગઢ અને ગોવાની બેઠકો પર સમજૂતિ થઇ છે. જેમાં ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર AAPના ઉમેદવાર ચૂંટણી લડશે તેમજ કોંગ્રેસ ગુજરાતમાં 24 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે. કોંગ્રેસ અને AAP પોતાના ચિહ્નો પર ચૂંટણી લડશે. જેમાં ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઉમેદવાર રહેશે જ્યારે ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા ઉમેદવાર રહેશે 

ગુજરાતમાં ગઠબંધનને કેટલો ફાયદો?
AAP અને કોંગ્રેસના ગઠબંધનથી ગુજરાતમાં ભાજપને નુકસાન નથી કેમ કે, ગુજરાત ભાજપનો ગઢ છે. ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો ભાજપ પાસે છે. સાથો સાથ વર્ષ 2014થી 26 બેઠકો પર ભાજપનો કબજો છે. કોંગ્રેસ ઘણા વર્ષોથી સત્તા બહાર છે. ગુજરાત વિધાનસભામાં પણ ત્રીજા પક્ષનો સ્વીકાર કરાયો નથી. ગઠબંધનથી ભાજપને હરિયાણામાં નુકસાન થઇ શકે છે. ગોવામાં પણ કોંગ્રેસ એકલી લડવાની છે જ્યારે ગોવામાં મત વિભાજીત થવાની શકયતા ઓછી છે. પંજાબમાં બંને પક્ષ વચ્ચે સામ-સામે લડત આપી શકે છે. 

AAP-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કઇ રીતે સેટ થયું?
ભાજપને ટક્કર આપવા 5 રાજ્યોમાં AAP-કોંગ્રેસે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આજે બંનેએ મળીને સીટ શેયરિંગની જાહેરાત કરી દીધી છે. અનેક બેઠકો પછી 7-39ના ફોર્મ્યૂલા પર ગઠબંધન નક્કી કરાયું છે. 7 બેઠકો પર AAP અને 39 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે તેમજ દિલ્લીમાં કોંગ્રેસને 1 બદલે 3 બેઠક આપી છે. AAPએ ચંદીગઢ-ગોવામાં ઉમેદવારીમાં પીછે હઠ કરી તેમજ ગુજરાતમાં ભરૂચની બેઠક AAPને સોંપી કોંગ્રેસે ઉદાર હાથ રાખ્યો છે. હેતુ કોઇપણ સ્થિતિમાં ગઠબંધન સફળ કરવાનો હતો. દિલ્લીમાં કોંગ્રેસ 3 અને AAP 4 બેઠકો પર ચૂંટણી લડશે. દિલ્લીમાં AAPએ કોંગ્રેસ માટે ગઠબંધન ધર્મ નિભાવ્યો છે. અત્યારે દિલ્લીની 7 બેઠકો ભાજપ પાસે છે. વર્ષ 2009માં કોંગ્રેસે તમામ બેઠકો જીતી હતી. આ વખતે ગઠબંધનને કારણે ચૂંટણીજંગ રસપ્રદ રહેશે

હરિયાણામાં શું છે સ્થિતિ?
હરિયાણામાં લોકસભાની 10 બેઠકો છે. અત્યારે 10 બેઠકો પર ભાજપનો કબજો છે. અહીં કોંગ્રેસ 9 બેઠકો પર ચૂંટણી લડશે તેમજ કુરૂક્ષેત્રમાં AAPનો ઉમેદવાર ઉતરશે. ચંદીગઢમાં AAPએ પીછેહઠ કરી છે. ચંદીગઢમાં કોંગ્રેસને AAP સમર્થન કરશે. 

ગોવામાં સ્થિતિ શું છે?
ગોવાની બે બેઠકો પર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારશે. ગોવામાં AAPનો કોઇ ઉમેદવાર નહીં ઉતરે મેદાનમાં તેમજ ગોવામાં કોંગ્રેસને AAP સમર્થન કરશે. અત્યારે ગોવાની બંને બેઠક ભાજપ પાસે છે 

પંજાબમાં થશે ટક્કર!
પંજાબને લઇને કોંગ્રેસ અને AAP વચ્ચે કોઇ સહમતિ બની નથી. પંજાબને લઇને હજુ સુધી કોઇ ફોર્મ્યૂલા સેટ થઇ નથી. તમામ બેઠક પર બંને પક્ષો પોતાના ઉમેદવાર ઉતારી શકે છે તેમજ અહીં બંને પક્ષ આમને-સામને પણ હોય શકે 

લોકસભાની બેઠકનું પરિણામ
ગુજરાતની 26 બેઠક

વર્ષ 2004
ભાજપ 14    કોંગ્રેસ 12

વર્ષ 2009
ભાજપ 15    કોંગ્રેસ 11

વર્ષ 2014
ભાજપ 26    કોંગ્રેસ 0

વર્ષ 2019
ભાજપ 26    કોંગ્રેસ 0

ભરૂચ લોકસભાની બેઠકનો ઇતિહાસ 
ભરૂચ પર કોંગ્રેસે છેલ્લી વખત 1984માં જીત મેળવી હતી. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલ 3 વખત સાંસદ ચૂંટાયા હતા તેમજ ત્યાર બાદ આ બેઠક પણ ભાજપનો ગઢ બની છે. AAPને વિશ્વાસ છે કે તે ભાજપનો વિજયરથ અહીં અટકાવી શકશે. ચૈતર વસાવાની લહેર AAPને જીતાડી શકશે તેમજ ભરૂચની બેઠક 1989થી ભાજપ પાસે રહી છે. ભરૂચની બેઠક મનસુખ વસાવાના કબજામાં રહી છે. મનસુખ વસાવા અહીં 6 વખત જીત્યા છે. મનસુખ વસાવા 7મી વાર મેદાને ઉતરવા માટે તૈયાર છે. મનસુખ વસાવા 3 લાખ 34 હજાર 214 મતથી જીત્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર શેરખાન અબ્દુલશકૂર પઠાણને હરાવ્યા હતા. છોટુ વસાવા પણ મતો માટે મહત્વનું સમીકરણ ગણાશે. ભાજપ વિરોધી મતનું ધ્રુવીકરણ થયું તો 5 લાખ મતના લક્ષ્યમાં તકલીફ આવી શકે છે. અહેમદ પટેલને હરાવવા PM મોદીએ પાર્ટી નેતા નલિન ભટ્ટ સાથે રણનીતિ બનાવી હતી. કોંગ્રેસ એ રણનીતિને આજ સુધી તોડી નથી શકી

ભાવનગર લોકસભાની બેઠકનો ઇતિહાસ
ભાવનગરમાં મતદારોમાં કોળી સમાજ સૌથી પ્રથમ નંબરે છે. કોળી સમાજ બાદ પટેલ સમાજ,ક્ષત્રિય સમાજ અને બ્રાહ્મણ સમાજ છે. AAP એ કોળી સમાજના ઉમેશ મકવાણાને જાહેર કર્યા છે. AAPએ કોળી સમાજને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે અહીં પીછેહઠ કરીને AAPને આગળ કરી છે. ભાવનગર બેઠક પર પણ ઘણા સમયથી ભાજપનો કબજો છે. અહીં ભારતીબેન શિયાળ સાંસદ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અહીંથી લડે તેવી પૂરી શકયતા છે તેમજ મનસુખ માંડવીયા પાટીદાર સમાજથી આવે છે. જ્યારે ભાવનગરની બેઠક 1991થી ભાજપ પાસે છે. ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલની પકડ મજબૂત હતી. 1990માં ભાવનગર દક્ષિણથી જીતીને શક્તિસિંહ વિધાનસભા પહોંચ્યા હતા
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ