ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / will reservation agitation change again gujarat chief minister
ADVERTISEMENT
ADVERTISEMENT
એક પરિપત્ર જે જ્યારે લાગુ કરાયો ત્યારે વિવાદ ના થયો ને આજે એના પર આંદોલનો થાય
રાજ્ય સરકાર દર વર્ષે ઢગલાબંધ પોસ્ટની ભરતીઓ કરે છે. એમાંથી નાનકડી એવી પોસ્ટ LRD અર્થાત્ લોકરક્ષક દળની ભરતીમાં અનામત વર્ગની મહિલાઓનું મેરીટ ઉચું જતાં અને બિનઅનામત વર્ગની મહિલા કેટેગરીનું મેરીટ નીચું રહેતાં લગભગ 40-50 સીટની ભરતી માટે સમગ્ર ગુજરાતના સવર્ણો અને બિનસવર્ણો તમામ વર્ગો રસ્તા પર ઉતરી આવે અને એ પણ ગાંધીનગરમાં અનામત વર્ગની બહેનો 60 દિવસથી ઉપવાસ કરે આ લડત શું સુચવે છે. શું 1/8/2018ના રોજ રાજ્ય સરકારે બહાર પાડેલો પરિપત્ર વિવાદ સર્જી રહ્યો છે કે ભાજપનું આંતરિક રાજકારણ?
ADVERTISEMENT
મંત્રીઓ રૂપાણી સાહેબ પાસે વિચાર-વિમર્શ કરવાના બદલે આંદોલનકારીઓને સમર્થન કરે
અનામત વર્ગની મહિલાઓ માટે કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાથી લઈ ભાજપના દિગ્ગજ ધારસભ્યો અને નેતાઓ ખુલ્લેઆમ રૂપાણી સરકારના વિરોધ પ્રદર્શન કરી બહેનોના સપોર્ટમાં આવી ગયા. આદિવાસીઓને અપાયેલી અનામતમાં અન્ય પહેલાની OBC જ્ઞાતિઓને દશોકો પહેલાં ઉમેરી હતી તેનો વિવાદ અચાનક અત્યારે આવ્યો. સિનિયર કેબિનેટ મંત્રી ગણપત વસાવા ખુલ્લેઆમ રૂપાણી સરકાર વિરૂદ્ધ આ વાતનું સમર્થન પણ કરે અને મીડિયાને બાઈટો પણ આપે.
ADVERTISEMENT
CMના આદેશ બાદ પણ મંત્રીઓ CM બંગલે દેખાયા જ નહીં
ADVERTISEMENT
આ બધી ઘટનાઓ તો હજુ ઠીક છે પરંતુ રાજકીય સૂત્રોના કહેવા મુજબ જ્યારે મુખ્યમંત્રી સાહેબ ગુરૂવારે સવારે તેમના બંગલે બધા જ સમાજના મંત્રીઓની બંધ બારણે બેઠક બોલાવે ત્યારે મંત્રીઓ ગાંધીનગર છોડી જતાં રહે અને કાર્યક્રમોમાં હોવાનું બહાનું કાઢી રૂપાણીને મળવા જ તૈયાર નથી. શું આ રૂપાણી સાહેબ પ્રત્યેની નારાજગી છે કે રાજ્યના મુખ્યમંત્રી બદલવા માટેનું અનામતનું ભૂત ધુણાવવાનું ગતકડું છે?
દરેક વખતે સમાધાનો કરાવતાં નીતિનભાઈ આજે CM સાહેબનું નામ રટણ કરી રહ્યા છે
ADVERTISEMENT
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાટીદાર આંદોલનથી લઈ કોઈ પણ સમાજનો યક્ષ પ્રશ્ન હોય છે ત્યારે આગળ આવી સમતાં અને સરળતાંથી એનું નિરાકણ લાવતાં હોય છે. પાટીદાર આંદોલન હોય કે ખેડૂતોના પ્રશ્નના જવાબો હોય ભુતકાળમાં મીડિયાના માઈક સામે એમણે જ વિસ્તારથી જવાબો આપ્યા છે. જ્યારે ગઈકાલે જે સવર્ણ સમાજો સાથે મિટીંગ થઈ તે બાદ મીડિયા સાથે વાતચીત કરતાં તમામ વાતોના નિર્ણય મુખ્યમંત્રી સાહેબ કરશે એવું ઢોળી રહ્યા હતા. ચાલો માની લઈએ કે અનામત અને બિન અનામતની લડત ઉગ્ર બની ગઈ છે પણ તમામ નિર્ણયો પર ચર્ચા કરવાથી પણ નીતિનભાઈ ભાગી રહ્યા છે.
ભાજપના આંતરિક ડખાઓ જ મુખ્યમંત્રીનું પદ ખાઈ જશે?
ADVERTISEMENT
જોકે લાંબા સમયથી દેખાઈ રહેલી રૂપાણી સાહેબની મુખ્યમંત્રીના હોદ્દા પર જે ડેમેજ કંટ્રોલની આવડત હોવી જોઈએ તે અહીં નબળી દેખાઈ રહી છે. ભાજપના નેતાઓના આંતરિક ડખાઓના નિરાકરણ યોગ્ય રીતે ન લાવવાના મુદ્દે તેમના પર મોવડીમંડળની તોળાતી તલવાર હોય તેવું લાગી રહ્યું છે. આ વાતમાં સત્યાર્થતા પુરાવવા કોઈ રાજી નથી પણ રૂપાણી સાહેબના વિશે પુછાતાં પ્રશ્નોમાં ભાજપના દરેક દિગ્ગજ નેતા ગોળગોળ બોલી રહ્યા છે.
આલેખનઃ ધવલ માકડિયા, ચીફ સબ એડિટર- VTV ગુજરાતી
સંકળાયેલા મુદ્દાઓ