બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:11 PM, 17 February 2026
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ત્રણ દિવસની ભારત મુલાકાત માટે મુંબઈ પહોંચ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા (x)પર તેમનું ભાવભર્યુ સ્વાગત કર્યું. આ મુલાકાત ફક્ત હાથ મિલાવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ અબજ ડોલરના રાફેલ ડીલ, ચીનની દાદાગીરી અને અમેરિકાની નવી નીતિઓ પર પણ મોટી વિચાર-વિમર્શ થવા જઈ રહી છે.
ADVERTISEMENT
રાત્રે 12 વાગે મુંબઇ લેડિંગ
સોમવારે અડધી રાત્રે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન તેમની પત્ની બ્રિગિટ સાથે મુંબઈ પહોંચ્યા. તેમનું સ્વાગત કરતા પીએમ મોદીએ લખ્યું, "મુંબઈ અને દિલ્હીમાં મળીશું, મારા મિત્ર." બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો આજે, મંગળવાર, બપોરે લગભગ 3:15 વાગ્યે મુંબઈના લોકભવન ખાતે શરૂ થશે. આ બેઠકમાં લાંબા સમયથી ચાલતી ભારત-ફ્રાન્સ મિત્રતાને નવી ઊંચાઈઓ પર લઈ જવાની યોજના ઘડવામાં આવશે.
ADVERTISEMENT
Welcome to India!
— Narendra Modi (@narendramodi) February 17, 2026
India looks forward to your visit and to advancing our bilateral ties to new heights. I am confident that our discussions will further strengthen cooperation across sectors and contribute to global progress.
See you in Mumbai and later in Delhi, my dear friend… https://t.co/5gDTDt6llp
114 રાફેલના ‘મેગા પ્લાન’: 96 ભારતમાં બનશે
ADVERTISEMENT
આ મુલાકાતની સૌથી મોટી ખાસિયત 114 રાફેલ ફાઇટર જેટ માટેનો સંભવિત ડીલ છે. મીડિયા અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ડિફેન્સ એક્વિજિશન કાઉન્સિલ (DAC) એ રાફેલ ફાઇટર જેટની ખરીદીને મંજૂરી આપી હતી. જે બાદ ભારત સરકારે લગભગ 3.25 લાખ કરોડ રૂપિયાના આ પ્રપોઝલને લીલી ઝંડી આપી દીધી છે.
ADVERTISEMENT
It’s a delight to meet my friend, President Macron in Mumbai! He told me he really likes the city and also enjoyed his run earlier in the day! @EmmanuelMacron pic.twitter.com/edPKuLdn0f
— Narendra Modi (@narendramodi) February 17, 2026
સાંજે 5.15 વાગે‘ઇનોવેશન યર’ની શરુઆત
ADVERTISEMENT
સાંજે બંને નેતાઓ "ભારત-ફ્રાન્સ ઇનોવેશન યર 2026" નું લોન્ચિંગ કરશે. આ ઉપરાંત કર્ણાટકના વેમગલમાં ટાટા અને એરબસ હેલિકોપ્ટર એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન મુંબઈથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. એરબસનું સૌથી વધુ વેચાતું H125 હેલિકોપ્ટર અહીં બનાવવામાં આવશે. આ પહેલી વાર છે જ્યારે કોઈ પ્રાઇવેટ સેક્ટરની કંપની ભારતમાં સંપૂર્ણ હેલિકોપ્ટર એસેમ્બલી કરશે.
ચીન અને ટ્રંપની નીતિઓ પર પણ ચર્ચા
ADVERTISEMENT
મીટિંગમાં ફક્ત શસ્ત્રો વિશે નહીં હોય. પીએમઓ(PMO) ના એક નિવેદન અનુસાર, બંને નેતાઓ ચીનના વધતા પ્રભાવ અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિઓ દ્વારા સર્જાયેલી વૈશ્વિક અનિશ્ચિતતા પર પણ ચર્ચા કરશે. ભારત હવે રશિયા પરની લશ્કરી નિર્ભરતા ઘટાડી રહ્યું છે અને ફ્રાન્સ જેવા વિશ્વસનીય દેશો સાથે જોડાઈ રહ્યું છે.
AI સમિટ અને બિઝનેસ
મેક્રોન 18 અને 19 ફેબ્રુઆરીએ દિલ્હીમાં આયોજિત AI ઇમ્પેક્ટ સમિટમાં પણ હાજરી આપશે. તેમની સાથે 110 થી વધુ ફ્રેન્ચ કંપનીઓનું ડેલિગેશન આવ્યુ છે.
વર્તમાન પરિસ્થિતિ: ભારતમાં હાલમાં 1,100 થી વધુ ફ્રેન્ચ કંપનીઓ કાર્યરત છે, જે લગભગ 3.5 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે.
જૂનો રેકોર્ડ: ભારતે પહેલાથી જ 36 રાફેલ ખરીદી લીધા છે, જે અંબાલા અને હાશિમારા એરબેઝ પર તૈનાત છે. હવે, નેવી માટે 26 વધુ અને વાયુસેના માટે 114 નવી રાફેલની તૈયારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.