બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / why we cant keep remember dreams

રિસર્ચ / આપણને સપના કેમ યાદ રહેતા નથી? જાણો અહીં

Published By: Mehul

Last Updated: 11:35 PM, 25 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાગતા તો ઘણા બધા લોકો સપના જોતા હોય છે પણ ઉંઘમાં સપના ન આવતા હોય તેવી વ્યકિત શોધી મુશ્કેલ છે. કેટલાક સપના આપણને આબેહુબ યાદ રહી જાય છે પરંતુ મોટાભાગના સપના આપણે જાગીએ ત્યારે બહુ આછા પાતળા યાદ હોય છે કે પછી યાદ જ રહેતા નથી. કંઇક સપનું આવ્યુ હતું એટલું યાદ રહે છે.

  • સપના કેમ યાદ રહેતા નથી?
  • સપનામાં દેખાતી વસ્તુઓ સાથે સંકળાયેલી છે દુનિયાભરમાં માન્યતા
  • સપના ભુલવા પાછળ શરીરની સુરક્ષા સિસ્ટમ જવાબદાર 

અમુક લોકોને વધુ પડતા સપના આવે છે તો કોઇને સાવ ઓછા. સપના પર અનેક રિસર્ચ પણ થયા છે. વહેલી સવારના સપના સાચા પડે છે તેવી પણ માન્યતા છે. સપનામાં દેખાતી વસ્તુઓની શુભ-અશુભ અસર હોવાની પણ દુનિયાભરમાં માન્યતા છે. તેને આપણા સબકોન્શિયસ માઇન્ડ એટલે કે અચેતન મન સાથે જોડીને પણ જોવામાં આવે છે.

સપના વિશે આપણે જે માનીએ તો પણ તમને ખબર છે કે સપના કેમ યાદ રહેતા નથી? આપણે સુતા હોઇ તેની અલગ અલગ સાયકલ હોય છે. સપના મોટાભાગે જેને રેપિડ આઇ મુવમેન્ટ કહે છે તે ત્રીજી સાયકલ વખતે આવે છે. આ એવો સમય છે જયારે આપણે ગાઢ નિંદ્રામાં સરી જઇએ છીએ. 

સાયન્સ જર્નલમાં પબ્લિશ એક નવા રિસર્ચ મુજબ સપના ભુલવા પાછળ શરીરની સુરક્ષા સિસ્ટમ જવાબદાર છે. મગજને માહિતીના ઓવરલોડથી બચાવવા માટે મગજના ન્યુરોન તરીકે ઓળખાતા કોષ સપનાની માહીતીને ડિલીટ કરી દે છે. આ કામ એ ન્યુરોન્સ કરે છે જે આપણી ભુખની લાગણીને કન્ટ્રોલ કરે છે.

આ રિસર્ચ માટે વિજ્ઞાનીઓએ કેટલાક ઉંદર પર પ્રયોગ કર્યો હતો. ઉંઘ દરમિયાન ઉંદરના મગજમાં થતાં ફેરફાર નોંધ્યા હતા. મગજનો હિપોકેમ્પસ તરીકે ઓળખાતો ભાગ કે જે શોર્ટ ટર્મ મેમરીને લોન્ગ ટર્મ મેમરીમાં ફેરવે છે તે સૌથી સૌથી વહેલા ઉંધનો અનુભવ કરે છે અને સૌથી છેલ્લે જાગે છે. મોટાભાગે સપના શોર્ટ ટર્મ મેમરી તરીકે સ્ટોર થાય છે અને તે લોન્ગ ટર્મ મેમરીમાં ફેરવાતા નથી. કેમ કે તમે જયારે જાગો છો ત્યારે હજુ મગજનો હિપોકેમ્પસ તરીકે ઓળખાતો ભાગ પુરેપુરો જાગૃત થયો હોતો નથી. તેથી જ આપણને સપના યાદ રહેતા નથી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Dreams Health Health News lifestyle news ગુજરાતી ન્યૂઝ Research

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ