બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / VTV વિશેષ / Why the talk of Sanatan and power in social convention Why are leaders cultivating votes

મહામંથન / સામાજિક સંમેલનમાં સનાતન અને સત્તાની વાત શા માટે? આગેવાનો કેમ મતની ખેતી કરી રહ્યા છે?

Dinesh

Last Updated: 09:57 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની અધ્યક્ષતામાં જે સંમેલન યોજાયું તેનો હેતુ બેનરમાં અને પત્રિકાઓમાં તો સામાજિક જ હતો પરંતુ એ મંચ ઉપરથી મતની ખેતી સ્પષ્ટરૂપથી થતું હોય તેવું જોવા મળ્યું

સામાજિક સંમેલનોનો હેતુ આદર્શ રીતે તો જે તે સમાજના ઉત્થાન માટેનો હોય, ભલુ હોય તો તેમા સર્વ સમાજના ઉત્થાનની પણ વાત થાય. વર્તમાન સમયમાં વિવિધ સમાજ એક યા બીજી વિચારસરણીના રાજકીય પ્રભાવ હેઠળ જીવવા લાગ્યા છે અને સરવાળે એવુ બને છે કે નામ સામાજિક સંમેલનનું હોય પણ તેનો મંચ મોટેભાગે રાજકીય વાતોનો બની જાય. પાલનપુરમાં પણ કંઈક આવું જ થયું. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના એવા શીર્ષક સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની અધ્યક્ષતામાં જે સંમેલન યોજાયું તેનો હેતુ બેનરમાં અને પત્રિકાઓમાં તો સામાજિક જ હતો પરંતુ એ મંચ ઉપરથી મતની ખેતી સ્પષ્ટરૂપથી થતું હોય તેવું જોવા મળ્યું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે જાહેરમંચ ઉપરથી કહ્યું કે જે કોઈ સનાતનની વિચારસરણી, હિંદુ ધર્મની વિચારસરણી માટે કામ કરતા હશે તેને લોકસભાની ચૂંટણીમાં પૂરજોર સમર્થન કરવાનું છે અને સમાજે પોતાનો મિજાજ બતાવવાનો છે.  આર.પી.પટેલ પોતાના સમાજના અગ્રણી છે એટલે તેની અપીલના પડઘા પણ પડે પરંતુ અહીં પ્રશ્ન એટલો જ છે કે જે સંમેલન સમાજના ઉત્થાન માટે હોય તેમા સનાતન અને સત્તાની વાત શા માટે આવે. સામાજિક ઉત્કર્ષ માટેના બીજા ઘણા રસ્તાઓ છે તો માત્ર રાજકીય રંગ જ શા માટે આપવાનો થાય. સમાજના શ્રેષ્ઠીઓ નક્કી કરશે કે સમાજે કઈ બાજુ રહેવું અને કઈ બાજુ ન રહેવું?. કોઈ એક સમાજ ખરેખર એવું જાતે નક્કી કરતો હોય છે કે કોના તરફ રહેવું અને કોના તરફ ન રહેવું. 

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો મહાસંમેલન
પાલનપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અંતર્ગત સંમેલનનું આયોજન કરાયું હતું.  સંમેલનમાં સમાજ કઈ રીતે વધુ પ્રગતિ કરે તેની વાત થઈ હતી. સામાજિક સંમેલનમાં રાજકીય વાતો પણ વહેતી મુકાઈ હતી. સમાજકારણમાં રાજકારણ પણ ભળ્યું હતું. મંચ પાટીદાર સમાજનો પણ આડકતરી વાત મતની થતી હતી. સમાજશ્રેષ્ઠીઓએ સમાજે કોની તરફ રહેવું તેની આડકતરી અપીલ કરી હતી. સવાલ એ છે કે પાટીદાર સમાજના માંડવે મતની ખેતી કેમ? કોના તરફ રહેવું એ સમાજનો વિષય કે વ્યક્તિગત વિષય? સમાજના શ્રેષ્ઠીઓ કહેશે એ બાજુ સમાજ રહેશે?

સંમેલન ચર્ચામાં કેમ?
સામાજિક સંમેલનમાં રાજકીય મુદ્દો કહેવામાં આવ્યો. પાટીદાર સમાજના સામાજિક ઉત્થાનની વાત માટે સંમેલન હતું. પરંતુ સમાજના જાહેર મંચનો ઉપયોગ રાજકીય વાત માટે કરવામાં આવ્યો હતો. પાટીદાર સમાજનું સંમેલન સત્તા અને સનાતનના સંગમ જેવું બન્યું હતું. જાહેર મંચ ઉપરથી સનાતન ધર્મની પણ વાત કરવામાં આવી હતી

વાંચવા જેવું: ગુજરાત યુનિવર્સિટીમાં બબાલ કરનારા તત્વો સકંજામાં, ક્રાઈમ બ્રાંચે 3 આરોપીની કરી ધરપકડ, 25 સામે FIR

આર.પી.પટેલે શું કહ્યું?
સનાતન ધર્મનું અપમાન કરનારને આપણે સહન કરી શકીએ? સનાતન ધર્મનું અપમાન કરનારને સાથ દેનારાઓને પણ ઓળખો છો. આગામી લોકસભામાં આવા લોકોને જવાબ આપવો જરૂરી છે. સનાતન ધર્મની વિચારસરણી માટે કામ કરતા પક્ષને સમર્થન કરો તેમજ હિંદુ ધર્મની વિચારસરણી માટે કામ કરતા પક્ષને સમર્થન કરો.  લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજનો મિજાજ બતાવવાનો સમય છે. આપણે એ સમયની સાથે કામ કરવાનું છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ