બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Crime branch arrests 3 accused, FIR against 25 in Gujarat University scandal
Last Updated: 08:04 PM, 17 March 2024
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. હોસ્ટેલ પરિસરમાં નમાઝ અદા કરતી વખતે વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડ કરનારા 3 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે. તેમજ 25 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જેમાં 7ની ઓળખ થઈ છે. આ ઘટના શનિવારે રાત્રે બની હતી જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ હોસ્ટેલ પરિસરમાં નમાઝ અદા કરી રહ્યા હતા. તે જ સમયે 20-25 લોકો અંદર ઘૂસી ગયા અને હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન તેમણે જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા.
ADVERTISEMENT
હુમલો કરનારાઓ સામે કાર્યવાહી
ઘટના બાદ રાજ્ય સરકાર આ મામલા પર ચાંપતી નજર રાખી રહી છે. આ હુમલામાં પાંચ વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.વિદ્યાર્થીઓ પર હુમલો કરવા ઉપરાંત વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી હતી અને આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવા અને નિષ્પક્ષ તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. તો બીજી તરફ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તે ગુજરાત સરકારના સંપર્કમાં છે અને વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
હોસ્ટેલમાં તોડફોડ થઈ
આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં ઘણા લોકો હોસ્ટેલમાં વાતાવરણ તંગ ઉભો કરતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં કેટલાક લોકો લાકડીઓ વડે મોટરસાઈકલ તોડતા જોવા મળી રહ્યા છે. જ્યારે તેમને રોકવાનો પ્રયાસ કરાય છે, ત્યારે તેઓને એક બાજુ ધક્કો મારી દે છે અને પછી તોડફોડ કરે છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, કેમ્પસમાં હંગામો મચાવ્યા બાદ આ લોકોએ તેમના રૂમમાં ઘૂસીને લેપટોપ, ફોન અને રૂમના કાચ તોડી નાખ્યા હતા.
ADVERTISEMENT
વાંચવા જેવું: ચૂંટણીપંચે ઈલેકટોરલ બોન્ડની 763 પેજની 2 યાદી કરી અપલોડ, વર્ષ 2017-18નો ડેટા સાર્વજનિક
ADVERTISEMENT
પોલીસ કમિશનર જીએસ મલિકે શું કહ્યું ?
અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં આશરે 300 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને લગભગ 75 વિદેશી વિદ્યાર્થીઓ હોસ્ટેલના એ બ્લોકમાં રહે છે. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ કેટલાક વિદ્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા હતા. ત્યારે 20-25 લોકો બહારથી આવ્યા અને તેમને પૂછ્યું કે તમે મસ્જિદને બદલે અહીં શા માટે નમાઝ પઢો છો. આ દરમિયાન તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પથ્થરમારો થયો અને લોકોએ તેમના રૂમમાં તોડફોડ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 20 સામે એફઆઈઆર નોંધી છે
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.