WHO warns Britain of worst situation in Britain over Corona
કોરોના સંકટ /
ALERT! ફેબ્રુઆરી સુધીમાં કોરોનાથી પાંચ લાખ મોત થશે: જાણો WHO કેમ ફરી આપી આવી ભયંકર ચેતવણી
Team VTV02:17 PM, 05 Nov 21
| Updated: 02:20 PM, 05 Nov 21
કોરોનાને કારણે હાલ બ્રિટેનમાં સૌથી ખરાબ સ્થિતી સર્જાઈ છે. જેના કારણે WHOએ પણ બ્રિટેનને ચેતવણી આપતા કહ્યું છે કે જો પરિસ્થિતી કાબૂમાં નહી આવે તો ફેબ્રુઆરી સુધીમાં અહિયા 5 લાખ લોકોના મોત થઈ શકે છે.
કોરોનાને કારણે બ્રિટેનંમાં હાલત સૌથી ખરાબ
WHOએ આપી બ્રિટેનને ચેતવણી
ફેબ્રુઆરી સુધીમાં થશે 5 લાખના મોત: WHO
યુરોપમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. જેના કારણે લોકો અહીયા ચીંતામાં મુકાઈ ગયા છે. WHOએ ગુરુવારે કહ્યું હતુ કે યુરોપમાં જે રીતે ફરી મહામારીએ ઉથલો માર્યો છે. તેને લઈને 50 ટકા વૃદ્ધિ જોવા મળી રહી છે. સાથેજ વેક્સિનના અભાવને કારણે પણ અહીયા કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.
વેક્સિન આપવા માટે અપીલ
પરિસ્થિતિને જોતા WHOના ઈમરજન્સી ચીફ ડો માઈલ રેયાને કહ્યું કે યુરોપમાં પર્યાપ્ત માત્રામાં વેક્સિન ઉપલબ્ધ છે પરંતુ તેનું વિતરણ યોગ્ય રીતે નથી થઈ રહ્યું. જેથી તેમણે યુપોર પ્રશાસને અપીલ કરી છે કે લોકોને જલ્દીથી જલ્દી વેક્સિન આપવામાં આવે.
અન્ય દેશોને વેક્સિન સપ્લાય કરવી જોઈએ
WHOનું કહેવું છે કે જે દેશોએ અત્યાર સુધીમાં 40 ટકા વેક્સિનેશન કર્યું છે. તેમણે હવે અન્ય દેશોને વેક્સિન આપવી જોઈએ જ્યાના લોકોએ હજું વેક્સિનનો બીજો ડોઝ પણ નથી લગાવ્યો. WHOના ચીફે કહ્યું કે ઈમ્યુનો-કોમ્પ્રોમાઈઝ્ડ લોકોને છોડીને અન્ય કોઈ પણ લોકોને બુસ્ટર ડોઝ પણ ન આપવો જોઈએ.
અમેરિકામાં 5 થી 11 વર્ષના બાળકોને મળશે વેક્સિન
આપને જણાવી દઈએ કે કોરોના સામેની લડાઈમાં 60 કરતા વધારે દેશોએ લોકોને બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ અમેરિકા પણ હવે 5 થી 11 વર્ષના બાળકોને આગલા સપ્તાહથી વેક્સિન આપવાની યોજના બાનાવી રહ્યું છે. જેથી કરીને હવે ટૂંક સમયમાં અમેરિકા પણ સંક્રમણ પર કાબૂ મેળવી શકશે.
ફેબ્રુઆરી સુધીમાં 5 લાખ લોકોના થશે મોત
જોકે યુરોપમાં જે રીતે કેસ વધી રહ્યા છે. તેને જોઈને WHO દ્વારા કહેવામાં આવ્યું કે છેલ્લા અમુક સપ્તાહથી અહીયા કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જેને લઈને WHO દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે જો ફેબ્રુઆરી સુધીમાં પરિસ્થિતી કાબૂમાં નહી આવે તો 5 લાખ લોકોના મોત થઈ શકે છે.
વિશ્વમાં દર સપ્તાહે કોરોનાને કારણે 50 હજારના મોત
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે બ્રિટેનમાં આ સપ્તાહે કુલ 24 હજાર લોકોના મોત થયા છે. જે ગત સપ્તાહની તુલનામાં 12 ટકા વધારે છે. WHOનું કહેવું છે કે દર અઠવાડિયે વેક્સિન લીધા બાદ પણ વિશ્વમાં 50 હજાર લોકોના કોરોનાને કરારણે મોત થયા છે. સાથેજ હાલ 56 દેશો એવા પણ છે કે જ્યા મોતના આકડાઓમાં 10 ટકા વધારો જોવા મળ્યો છે.