બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Where are we heading Prakash Raj's sarcasm on Ayodhya passengers

મનોરંજન / 'આપણે ક્યાં જઇ રહ્યાં છીએ?', રામ-લક્ષ્મણ-સીતાના પરિવેશમાં અયોધ્યા ગયેલા પેસેન્જરો પર પ્રકાશ રાજનો કટાક્ષ, થયા ટ્રોલ

Megha

Last Updated: 01:29 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેતા પ્રકાશ રાજે અમદાવાદથી અયોધ્યા જતી પ્રથમ ફ્લાઈટના મુસાફરોને જોઈને એવી કોમેન્ટ કરી જેના પછી લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આ સાથે જ લોકો તેમને હિંદુ વિરોધી કહી રહ્યા છે.

  • પ્રકાશ રાજ અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.
  • અમદાવાદથી અયોધ્યા જતી ફ્લાઈટના મુસાફરોને જોઈને કહી આ વાત
  • લોકો રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના ગેટઅપમાં એરપોર્ટ પર પહોંચ્યા

તમિલ અને બૉલીવુડના અભિનેતા પ્રકાશ રાજ અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. એવામાં હવે તેના નવા ટ્વીટએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે 22 જાન્યુઆરીના રોજ રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મદિરનું ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને તેને લઈને આખો દેશ ઉત્સાહિત છે. 

આ કાર્યક્રમ માટે બૉલીવુડના ઘણા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ સામાન્ય માણસો પણ અયોધ્યાની મુલાકાત લેવા માટે આતુર બન્યા છે. આ દરમિયાન હવે પ્રકાશ રાજે અમદાવાદથી અયોધ્યા જતી પ્રથમ ફ્લાઈટના મુસાફરોને જોઈને એવી કોમેન્ટ કરી જેના પછી લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આ સાથે જ લોકો તેમને હિંદુ વિરોધી કહી રહ્યા છે. 

વાત એમ છે કે જ્યારે અમદાવાદથી અયોધ્યા માટે પ્રથમ ફ્લાઈટ રવાના થઈ ત્યારે મુસાફરોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. એ સમય દરમિયાન લોકો રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના ગેટઅપમાં એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ સાથે જ ત્યાં જય શ્રી રામના નારા પણ લાગ્યા હતા. હવે આ વીડિયો ટ્વીટ કરીને પ્રકાશ રાજે લખ્યું છે કે, આપણે ક્યાં જઈ રહ્યા છીએ...#JustAsking... 

વધુ વાંચો: બ્રાહ્મણ યુવતી, નોનવેજ અને શ્રીરામ પર વિવાદ: નેટફ્લિક્સે હટાવવી પડી આ ફિલ્મ, જાણો શું હતો વિવાદ

હવે આ ટ્વિટ પર કોમેન્ટ કરતાં લોકોએ કહ્યું કે ગયા વર્ષે લોકોએ સાન્તાક્લોઝના કપડાં પહેરીને નાતાલની ઉજવણી કરી હતી. એરપોર્ટ, મોલ, સ્કુલ, બધે સજાવટ હતી. તે સમયે તમને કોઈ સમસ્યા ન હતી. હવે લોકો શ્રી રામની વેશભૂષા પહેરી રહ્યા છે, તો અચાનક તમે અમે કહી રહ્યા ચો કે ક્યાં જઈ રહ્યા છીએ... તો બીજા યુઝરે કહ્યું કે, મને લાગે છે કે હિંદુઓને નફરત કરવી અને અમારી ભાવનાઓનું અપમાન કરવું ખૂબ જ સરળ છે અને જો તમારામાં હિંમત હોય તો બીજાને આ કરે ત્યારે એમને પૂછો કે અમે ક્યાં જઈ રહ્યા છીએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ