બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Controversy over Brahmin girl, Nonvege and Sriram: Netflix had to remove film Annapoorani

મનોરંજન / બ્રાહ્મણ યુવતી, નોનવેજ અને શ્રીરામ પર વિવાદ: નેટફ્લિક્સે હટાવવી પડી આ ફિલ્મ, જાણો શું હતો વિવાદ

Megha

Last Updated: 11:05 AM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ નયનતારાની ફિલ્મ Annapoorani વિરુદ્ધ પહેલા FIR દાખલ કરવામાં આવી હતી. હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પરથી પણ હટાવી દેવામાં આવી છે.

  • નયનતારાની ફિલ્મ Annapooraniને લઈ વિવાદ વધી રહ્યો છે. 
  • આ ફિલ્મને હવે નેટફ્લિક્સ પરથી પણ હટાવી દેવામાં આવી છે. 
  • એક સીનમાં ભગવાન રામને માંસાહારી તરીકે દર્શાવવામાં આવ્યા છે. 

નયનતારાની ફિલ્મ અન્નપૂરાણીને(Annapoorani) લઈને વિવાદ વધી રહ્યો છે. જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ત્યારે તેને સારો પ્રતિસાદ મળ્યો ન હતો પરંતુ જ્યારે તે OTT પર આવી ત્યારે હોબાળો શરૂ થયો છે. લવ જેહાદને પ્રોત્સાહન આપવા અને હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ નયનતારાની ફિલ્મ વિરુદ્ધ પહેલા FIR દાખલ કરવામાં આવી હતી. હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પરથી પણ હટાવી દેવામાં આવી છે. 

Actress Nayanthara in trouble: after mumbai, now HSP member in madhya pradesh filed FIR Against Annapoorni

વાત એમ છે કે ફિલ્મના એક સીનમાં ભગવાન રામને માંસાહારી તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેના કારણે લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હતી.. શિવસેનાના ભૂતપૂર્વ નેતા રમેશ સોલંકીએ 6 જાન્યુઆરીએ ફિલ્મ અન્નપૂર્ણીના નિર્માતાઓ વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદ નોંધાવી હતી. વિવાદ વધ્યા બાદ નેટફ્લિક્સ પરથી ફિલ્મને હટાવી દેવામાં આવી હતી. 

હવે લોકો એવું માની રહ્યા છે કે ફિલ્મના વિવાદાસ્પદ દ્રશ્યોને એડિટ કરીને ફરીથી નેટફ્લિક્સ પર મૂકવામાં આવશે. ફિલ્મના સહ-નિર્માતા ઝી સ્ટુડિયોએ રમેશ સોલંકીએ નોંધાવેલી FIRનો જવાબ આપ્યો. રમેશે આ વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે. એવું કહેવામાં આવ્યું હતું કે ઝી તેના સાથી નિર્માતાઓ સાથે મળીને લોકોની ફરિયાદો દૂર કરવાનો પ્રયાસ કરશે. તેમણે Netflixને તેના પ્લેટફોર્મ પરથી ફિલ્મને તાત્કાલિક અસરથી હટાવવાની સૂચના પણ આપી છે.આ સાથે જ ઝીએ તેના જવાબી મેઈલમાં એમ પણ કહ્યું હતું કે તેનો ઈરાદો હિંદુઓ કે બ્રાહ્મણોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો તેની ફિલ્મથી લોકોને દુઃખ થયું હોય તો તે તેમની માફી માંગે છે. 

વિવાદનું કારણ શું હતું? 
ફિલ્મના અનેક દ્રશ્યો પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એક બ્રાહ્મણ છોકરીની વાર્તા દર્શાવવામાં આવી છે, જેના પિતા મંદિરના પૂજારી છે. પરંતુ છોકરીએ ટોપ શેફ બનવું છે અને તેના માટે નોન-વેજ ડીશ પણ બનાવી પડે છે. આ છોકરીનો એક મિત્ર તેને આ પડકારોને દૂર કરવામાં મદદ કરે છે, જેમાં નોન-વેજ ફૂડ અને રસોઈ બંનેનો સમાવેશ થાય છે.

વધુ વાંચો: VIDEO: મોઢે માસ્ક, માથે ટોપી... મેટ્રોમાં મુસાફરી કરતા નજરે પડ્યો અક્ષય કુમાર, નજીકમાં રહેલા ફેન્સ પણ ન ઓળખી શક્યા

એક સીનમાં નયનતારાના પાત્રની નોન-વેજ વિશેની ખચકાટ દૂર કરવા માટે, તેનો મિત્ર એક દ્રશ્યમાં કહેતો જોવા મળે છે કે ભગવાન રામ અને તેમના ભાઈ લક્ષ્મણ પણ તેમના વનવાસ દરમિયાન નોન-વેજ ખાતા હતા. આ સાથે જ એક સીનમાં નયનતારા નોન-વેજ બનાવવા માટે હિજાબ પહેરેલી જોવા મળે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ