બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / VTV વિશેષ / When will the transparency of jobs in cooperatives come?

મહામંથન / સહકાર સેવા નહી, મેવા ખાવાનું ક્ષેત્ર બન્યું? ચૂંટણી લડવા કેમ લાગે છે લાઈનો, સગાવાદ કેટલો હાવી?

Dinesh

Last Updated: 08:12 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: સહકારી સંસ્થાઓમાં નેતાઓના વ્યક્તિગત રજવાડાઓને દૂર કરવા સત્તાપક્ષ ભાજપ કેટલાક સમયથી પક્ષનું મેન્ડેટ આપી રહ્યો છે. પક્ષ કહેશે, એને ચૂંટણીમાં લડવાની તક મળશે. સારી વાત છે

સાબરડેરીના નિયામકમંડળની ચૂંટણી થવાની છે.ચૂંટણી શબ્દ આવે એટલે નેતા નજર સામે દેખાય અને નેતાઓને કામ આવતો એનો મતદાર દેખાય. સહકારી સંસ્થાઓનો મતદાર એ સામાન્ય ખેડૂત હોય છે.એ મહેનતકશ ખેડૂત જે પોતાના ખેતરમાં પરસેવો પાડીને ધાન પકવે છે એને સાચા સહકારની જરૂર છે. સહકારી બેંક કે ખેતીવાડી બજારમાં આ ખેડૂત સભાસદ હોય અને મતદાનનો અધિકાર ધરાવતો હોય છે. તેવી જ રીતે ડેરીઓની ચમક વધારતો દૂધ ઉત્પાદક પણ સહકારને ઝંખે છે. ભાવો પરવડતા નથી અને મહેનતનું વળતર નથી મળતું એવી ફરિયાદો એ હંમેશા કરે છે, પણ એ તમામ મુશ્કેલીઓની વચ્ચે એમના નેતાઓની સ્થિતિ રોજેરોજ સુધરતી જાય છે. સહકારી સંસ્થાઓમાં નેતાઓના વ્યક્તિગત રજવાડાઓને દૂર કરવા સત્તાપક્ષ ભાજપ કેટલાક સમયથી પક્ષનું મેન્ડેટ આપી રહ્યો છે. પક્ષ કહેશે, એને ચૂંટણીમાં લડવાની તક મળશે. સારી વાત છે, પણ સૌથી મોટો પડકાર એ છે કે સહકારી સંસ્થાઓનો શ્વાસ જે સભાસદ છે એનો ભરોસો ટકી રહેવો. સંસ્થાઓનો વહીવટ કરનારા લોકો સંસ્થાની દૂધ જેવી ચમક બરકરાર રાખે એ સૌથી મોટો પડકાર છે. સહકારી સંસ્થાઓમાં ભાણીયા-ભત્રીજાવાદને નાબૂદ કરીને, મેરિટના ધોરણે ગુજરાતના યુવાનને તક મળે એ સૌથી મોટો પડકાર છે. અને પડકારોનો પહાડ એ છે કે સહકારી સંસ્થાઓમાં સમાજના નેતાઓનો કબ્જો થયો છે, એ જ સમાજના લોકોનો સંસ્થા પર અધિકાર સ્થાપિત થતો જાય છે. આ પરિસ્થિતિને દૂર કરીને ખેતરમાં અને પશુઓના વાડામાં તનતોડ મહેનત કરતો સભાસદ રોજ જીતી જાય, વગર ચૂંટણીએ રોજ વિજયોત્સવ ઉજવે એ સ્થિતિ બનાવવી એ પડકાર છે. 

ગુજરાતમાં સહકારી સંસ્થાની સ્થિતિ શું?
ગુજરાતમાં રાજ્ય સ્તરની 12 સહકારી સંસ્થાઓ છે. જિલ્લાની 17 મધ્યસ્થ સહકારી બેંકો પણ છે તેમજ રાજ્યમાં 19 જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો પણ છે. સહકારી ક્ષેત્રમાં ભાજપનો દબદબો છે. સહકારી સંસ્થા,સહકારી બેંક અને દૂધ ઉત્પાદક સંઘમાં ભાજપનું શાસન છે. 360 સહકારી સંસ્થા માંથી 340થી વધુ સંસ્થાઓ પર ભાજપનો કબજો છે. એક સમયે સહકારી સંસ્થાઓમાં કોંગ્રેસનો ડંકો વાગતો હતો. હવે આંગળીના ટેરવે ગણાય તેટલી સંસ્થાઓમાં જ કોંગ્રેસનું રાજ છે. 22 સુગરમંડળી માંથી મોટાભગની ભાજપ પાસે છે. 24 જિલ્લા સહકારી સંઘોમાંથી મોટાભાગના સંઘો પર ભાજપનો કબજો છે. 211 APMCમાંથી 200થી વધુ APMCમાં ભાજપનો કબજો છે. 30 જિલ્લા ખરીદ વેચાણસંઘમાંથી 267 સંઘ પર ભાજપનો કબજો છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં 85 હજારથી વધુ સહકારી સંસ્થાઓ છે.સહકારી સંસ્થામાં 2.31 કરોડ સભાસદ છે તેમજ પ્રત્યેક ત્રીજો ગુજરાતી સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. 

ગેરરીતિઓનો લાંબો સિલસિલો
જામનગર જિલ્લા સહકારી બેંકમાં ભરતી સામે ફરિયાદ થઈ છે. 102 જેટલા ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતીનો આરોપ છે. કલોલ નાગરિક સહકારી બેંકમાં ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ. રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ભરતી કૌભાંડ. બરોડા ડેરીમાં 2015માં ભરતીમાં સગાવાદ આચરાયો હોવાનો આરોપ લાગ્યો હતો.ગુજકોમાસોલમાં 140 લોકોની ભરતી નિયમ વિરુદ્ધ થયાનો આરોપ લાગી રહ્યો છે. મહેસાણા જિલ્લા સહકારી બેંકમાં 111 કર્મચારીઓની ભરતીમાં ગેરરીતિ થઈનો આક્ષેપ થયો તેમજ પંચમહાલની ડેરોલ APMCમાં ભરતી કૌભાંડનો આરોપ થયો છે. તો અમદાવાદ APMCમાં બોગસ ભરતીનો આરોપ છે સાથો સાથ 2019માં સાણંદ APMCમાં ખોટી રીતે પ્રમોશન અપાયાનો આરોપ લાગ્યા હતા. બોટાદ APMCમાં 14 કર્મચારીઓ હોદ્દેદારોના સગા હોવાનો અને ભાવનગરની સર્વોત્તમ ડેરીમાં સગાઓને નોકરી આપવાનું 137 કરોડનું કૌભાંડ થયું.સાબરડેરીમાં ડિરેક્ટરોએ રૂપિયા લઈને ભરતી કર્યાનો આરોપ છે.

વાંચવા જેવું: મહેસાણામાં નીતિન પટેલ કે રજની?, રાજકોટમાં લેઉવા-કડવા રાગ, ચાર જિલ્લામાં આ નેતાઓએ કરી લોકસભા માટે દાવેદારી

સહકારી ક્ષેત્ર વધુ સ્વચ્છ કઈ રીતે બને?
ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવી
ભરતી માટે જોબ કેલેન્ડર તૈયાર કરવું
ભરતી માટે સત્તાવાર જાહેરાત આપવામાં આવે
ભરતી માટેની યોગ્યતા વિશે સ્પષ્ટતા હોય
મૌખિક ઈન્ટરવ્યૂમાં મેરીટમાં આવેલા ઉમેદવારોને જ બોલાવવામાં આવે
ભરતી પરીક્ષામાં સગાના રેફરન્સ ઉપર પ્રતિબંધ હોવો જરૂરી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ