બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / Politics / Sens process was conducted by BJP leaders in Junagadh, Banaskantha, Mehsana, Rajkot

લોકસભા 2024 / મહેસાણામાં નીતિન પટેલ કે રજની?, રાજકોટમાં લેઉવા-કડવા રાગ, ચાર જિલ્લામાં આ નેતાઓએ કરી લોકસભા માટે દાવેદારી

Dinesh

Last Updated: 10:27 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Loksabha Election 2024: ભાજપના વિવિધ હોદ્દેદારો દ્વારા જૂનાગઢ,બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ સહિતની લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી

લોકસભાની ચૂંટણીની જાહેરાત ગમેત્યારે થઈ શકે છે. ત્યારે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.કોંગ્રેસ અને આપનું ગઠબંધન નક્કી થઈ ગયું છે તેમજ બેઠક વહેચણી પણ કરાઈ દીધી છે.તો બીજી તરફ ભાજપમાં પણ બેઠક વાઈઝ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાજપના વિવિધ હોદ્દેદારો દ્વારા જૂનાગઢ,બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ સહિતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી 

જૂનાગઢમાં ચારથી વધુ લોકોએ દાવેદારી નોંધાવી 
જૂનાગઢમાં આજે બીજેપીની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રદેશ ભાજપના નેતા બીના આચાર્ય તેમજ મનસુખ ખાચરિયા અને વિક્રમ ચૌહાણ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ બેઠક પરથી ચારથી પાંચ લોકોએ દાવેદારી નોંધાવી હોવાની વિગતો સામે આવી છે. રાજેશ ચુડાસમા,કિરીટ પટેલે, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી અને ગીતાબેન માલમે,દિનેશ ખટારિયા, હર્ષદ રીબડિયા, ભાવનાબેન હીરપરાએ દાવેદારી નોંધાવી છે

બનાસકાંઠામાં ભાજપની સેન્સ પ્રક્રિયા
લોકસભા 2024ની ચૂંટણીને લઈ બનાસકાંઠામાં ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને કૈલાસબેન પરમાર તેમજ પિયુષ પટેલ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.આ સેન્સ પ્રક્રિયામાં સાંસદ પરબત પટેલ પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી તેમજ ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત 75થી વધુ અપેક્ષિત દાવેદારો સેન્સ પ્રક્રિયા માટે જિલ્લા ભાજપ કાર્યલય ખાતે પહોંચ્યા હતા.

મહેસાણા લોકસભામાં કોણે દાવેદારી નોંધાવી ?  
મહેસાણા લોકસભા બેઠક માટે પણ ભાજપ નેતાઓ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કુંવરજી બાવળિયા,જયંતી કાવડિયા અને જાહ્નવી વ્યાસ નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રજની પટેલે ટિકિટ માંગી હોવાની ચર્ચા સામે આવી છે.

 

વાંચવા જેવું: ખેડૂતો આનંદો! રાજ્ય સરકાર ઘઉં, બાજરી અને મકાઇની કરશે ટેકાના ભાવે ખરીદી, જાણો નોંધણી માટેની છેલ્લી તારીખ

રાજકોટ લોકસભા બેઠકના શું સૂર ? 
રાજકોટમાં લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.જેમાં ભરત બોઘરાને ટિકિટ આપવાના સૂર ઉઠ્યા હતાં. કડવા પાટીદારના ચહેરા બાદ લેઉવા પાટીદાર ચહેરાને તક આપવાની ચર્ચા છે.આપને જણાવીએ કે,અગાઉ રાજકોટ લોકસભા સીટ પર લેઉવા પાટીદાર ચહેરાને ટિકિટ આપવામાં આવી હતી.

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ