ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The state government will purchase wheat millet and maize at subsidized prices

ગાંધીનગર / ખેડૂતો આનંદો! રાજ્ય સરકાર ઘઉં, બાજરી અને મકાઇની કરશે ટેકાના ભાવે ખરીદી, જાણો નોંધણી માટેની છેલ્લી તારીખ

Published By: Vishal Khamar

Last Updated: 02:50 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. જેમાં રાજ્યનાં ખેડૂતો પાસેથી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. 15 માર્ચથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. ખેડૂતોએ FPP પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવાની રહેશે. આવતીકાલથી ખેડૂતો નોંધણી કરાવી શકશે.

ADVERTISEMENT

રવી માર્કેટિંગ સીઝન RMS ૨૦૨૪-૨૫ અંતર્ગત રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ખેડુતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે. ખેડુતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટિંગ સીઝન (RMS) ૨૦૨૪-૨૫ માં રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી, મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. ગાંધીનગર મારફતે કરવામા આવશે.

આ સમગ્ર મામલે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, મકાઈ, જુવાર વગેરે ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે ખરીદીની જાહેરાત કરવામાં આવે છે. ઉનાળુ સીઝનની આ ખરીદી આગામી જે તારીખો નક્કી થઈ તે પ્રમાણે ખરીદી કરવાના છીએ. અને એનાં સેન્ટર અને વિગતો કહીએ તો ઘઉં જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલનાં 2275 રૂપિયા, બાજરી માટે પ્રતિ ક્વિન્ટલનાં રૂા. 2500,  જુવાર માટે હાઈબ્રિડનાં 3180,  જુવાર લઘુત્તમ 3225, મકાઈ પ્રતિ ક્વિન્ટલ 2090 લઘુત્તમ ટેકાનો ભાવ નિયત કરવામાં આવેલ છે.  

આવતીકાલથી ખેડૂતોએ 31 માર્ચ સુધી કરાવી શકશે નોંધણી
ખેડૂતોને પ્રોત્સાહન મળી તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવાર ની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૩૦૦/- બોનસ જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડુતોએ રાજ્ય સરકારના FPP પોર્ટલ (Farmers Procurient Portal) પર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતો દ્વારા તા.૨૭/૦૨/૨૦૨૪ થી ૩૧/૦૩/૨૦૨૪ ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ખરીદીનો સમયગાળો તા.૧૫/૦૩/૨૦૨૪ થી ભારત સરકાર દ્વારા નિયત કરવામાં આવે તે સમયગાળા સુધીનો રહેશે. રાજ્યના કુલ ૧૯૬ ખરીદકેન્દ્રો/ગોડાઉનો પરથી ખરીદી કરવામાં આવશે.

વધુ વાંચોઃ દ્વારકામાં સ્કૂબા ડાઇવિંગ, લક્ષદ્વીપમાં મોર્નિંગ વૉક તો કેદારનાથમાં..., PM મોદીની એવી તસવીરો જેને આ આઇકોનિક પ્લેસને કર્યા હિટ

ખેડુતોએ નોંધણી માટે નીચે મુજબના જરૂરી આધાર પુરાવા રજુ કરવાના રહેશે.

(૧) આધારકાર્ડની નકલ.

(૨) ગામ નમૂના ૭-૧૨ તથા ૮-અ ની અધતન નકલ.

(૩) ગામ નમૂના ૧૨ માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો અધ્યતન દાખલો.

(૪) ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ.

 ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરી

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

FPP Portal Farmers Kunwarji Bawaliya Summer Millet ઉનાળુ બાજરી એફપીપી પોર્ટલ કુંવરજી બાવળિયા ખેડૂતો ટેકાના ભાવ gandhinagar

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ