બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / સ્પોર્ટસ / Cricket / LSG vs MI: બેટ ક્રિઝની અંદર હતું તો કેવી રીતે રનઆઉટ? આયુષ બદોનીની વિકેટ પર લોકોએ ઉઠાવ્યા સવાલ

IPL 2024 / LSG vs MI: બેટ ક્રિઝની અંદર હતું તો કેવી રીતે રનઆઉટ? આયુષ બદોનીની વિકેટ પર લોકોએ ઉઠાવ્યા સવાલ

Last Updated: 12:12 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024માં થર્ડ અમ્પાયર પર ફરી સવાલો ઉભા થયા છે, આ વખતે લખનૌના બેટ્સમેન આયુષ બદોનીની વિકેટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

IPL 2024ની 48મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું. લખનૌએ તેના હોમ ગ્રાઉન્ડ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં 4 વિકેટે જીત મેળવી હતી. છેલ્લી ઓવરમાં ટીમને જીતવા માટે 3 રનની જરૂર હતી. નિકોલસ પુરને મોહમ્મદ નબીના બોલ પર જરૂરી રન બનાવી ટીમને જીત અપાવી હતી. આ મેચમાં લખનૌના બેટ્સમેન આયુષ બદોનીના રન આઉટ થવા પર ભારે હોબાળો થયો હતો. લોકોએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા અને સોશિયલ મીડિયા પર મીમ્સ શેર કર્યા હતા.

આ ઘટના 19મી ઓવરમાં બની જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સને જીતવા માટે 12 બોલમાં 13 રનની જરૂર હતી. હાર્દિક પંડ્યા બોલ ફેંક્યો અને આયુષ બદોનીએ બેટથી કટ મારીને રન લેવા માટે દોડ્યો. એ સમયે બોલ ફિલ્ડરથી દૂર ન હતો અને તેથી જ બીજો રન ઘણો મુશ્કેલ હતો. ત્યાં ઉભેલા ફિલ્ડરે દોડીને બોલ પકડી લીધો અને વિકેટકીપર ઈશાન કિશન તરફ ફેંક્યો. ઈશાને બોલને કેચ કર્યા બાદ વિકેટ લેવાનો પહેલો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો, જો કે બીજા પ્રયાસમાં તેને સ્ટંપ આઉટ કર્યો.

લખનૌની ઈનિંગની 19મી ઓવરમાં આયુષ બદોની 2 રન પૂરા કરીને ક્રિઝ પર પાછો ફર્યો ત્યારે શાનદાર ડાઈવ લગાવી. પરંતુ તેનું બેટ હવામાં રહી ગયું હતું, જેના કારણે તેને રનઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. એ બાદ આ રનઆઉટનો આ મામલો થર્ડ અમ્પાયર પાસે ગયો હતો.

વધુ વાંચો: સિઝનમાં 7 વાર હાર પછી મુંબઈ પ્લેઓફમાંથી OUT? જાણો શું છે ક્વૉલિફાઈ માટેનું સમીકરણ

રિપ્લે જોતી વખતે, પહેલા એવું લાગતું હતું કે બદોની ક્રિઝ પર પહોંચી ગયો હતો, પરંતુ નજીકથી નિરીક્ષણ કરવા પર જાણવા મળ્યું કે ક્રિઝ પર પહોંચ્યા પછી તેનું બેટ ઊંચું થઈ ગયું હતું. એ બાદ થર્ડ અમ્પાયરે બદોનીને આઉટ જાહેર કર્યો હતો. બદોની પણ અમ્પાયરના નિર્ણય પર વિશ્વાસ ન કરી શક્યા અને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. હવે ખરાબ અમ્પાયરિંગને લઈને સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થઈ રહ્યો છે અને ફની મીમ્સ જોવા મળી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ