બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / સ્પોર્ટસ / Cricket / હાર્દિક ઇન, તો રિંકૂ સિંહ કેમ રિઝર્વ પર? T20 વર્લ્ડકપ ટીમની જાહેરાત થતા જ સિલેક્શન પર ઉઠ્યાં સવાલ

T20 World Cup 2024 / હાર્દિક ઇન, તો રિંકૂ સિંહ કેમ રિઝર્વ પર? T20 વર્લ્ડકપ ટીમની જાહેરાત થતા જ સિલેક્શન પર ઉઠ્યાં સવાલ

Last Updated: 11:26 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Team India T20 World Cup 2024: T20 World Cup માટે ટીમ ઈન્ડિયાનું સિલેક્શન થઈ ગયું છે. પરંતુ હવે સિલેક્શન પ્રોસેસને લઈને સવાલ ઉઠી રહ્યા છે. સૌથી વધારે સવાલ એ વાત પર ઉઠી રહ્યા છે કે હાર્દિક પંડ્યા કયા આધાર પર ટીમમાં આવ્યા. જ્યારે ટી20 ઈન્ટરનેશનલમાં સારી રેન્કિંગ વાળા રવિ બિશ્નોઈ કેમ બહાર છે. ત્યાં જ રિંકૂ સિંહ રિઝર્વમાં કેમ છે?

T20 World Cup માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત BCCIએ 30 એપ્રિલે કરી. પરંતુ ટીમના સિલેક્શન પ્રોસેસ પર હજુ સવાલ ઉઠી રહ્યા છે. ઘણા સ્પેશિયાલિસ્ટ અને ફેન્સ કહી રહ્યા છે કે હાર્દિક પંડ્યા જે પ્રકારે અત્યાર સુધી આઈપીએલમાં રમ્યા છે તે આધાર પર તે ટીમમાં જગ્યા ડિઝર્વ નથી કરતા.

ત્યાં જ રવિ બિશ્નોઈ અને રિંકૂ સિંહ કેમ બહાર કરવામાં આવ્યા તેના પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. આઈસીસી ટી20 રેન્કિંગમાં ટોપ 10માં આગળ રવિ બિશ્નોઈ બહાર છે રિઝર્વમાં પણ નથી. રિંકૂ સિંહ રિઝર્વમાં છે.

IPLમાં ખરાબ પ્રદર્શન

ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન હાર્દિકે વર્લ્ડ કપ 2023માં થયેલી ઈન્જરી બાદ IPL 2024માં વાપસી કરી. તેમને રોહિત શર્માના કારણે મુંબઈની કેપ્ટન્સી આપવામાં આવી પરંતુ તેમની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સની કાયા પલટ થઈ ગઈ.

મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં નવમાં નંબર પર છે. જ્યારે 10માં નંબર પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે. મુંબઈએ આઈપીએલની 10 મેચોમાંથી ફક્ત 3 જીતી જ્યારે તેની પ્લેઓફમાં પહોંચવાની આશા પણ લગભગ ખતમ થઈ ગઈ છે.

એટલે કે હાર્દિકનું આ આઈપીએલમાં પ્રદર્શન એવું બિલકુલ નથી રહ્યું કે તેમને ટીમમાં લેવામાં આવે. જ્યારે તે ઈન્જરી બાદ વાપસી કરી રહ્યા હતા. એવામાં તેમના સિલેક્શન પર સૌ સવાલ ઉભા કરી રહ્યા છે.

IPLમાં અત્યાર સુધી પ્રદર્શન

હાર્દિકે IPLમાં ઓલઓવર 133 મેચ રમી જ્યાં તેમના નામે 29.49ના એવરેજ અને 146.21ના સ્ટ્રાઈક રેટથી 2506 રન છે. ત્યાં જ તેમણે 133 આઈપીએલ મેચમાં 59 વિકેટ લીધી છે. આ સમયે તેમની બોલિંગ એવરેજ 34.17 અને ઈકોનોમી રેટ 9.03નો છે.

રિંકૂ રિઝર્વ ખેલાડીમાં શામેલ

રિંકૂ સિંહની વાત કરવામાં આવે તો તે વર્લ્ડ કપમાં રિઝર્વ ખેલાડી છે. ક્રિકેટ સ્પેશિયાલિસ્ટ અનુસાર રિંકૂનું પ્રદર્શન આ આઈપીએલમાં એટલું સારૂ નથી રહ્યું. પરંતુ આ ખેલાડીને ભારતીય ટીમે છેલ્લા થોડા મહિનામાં ટી20 ટીમ માટે ગ્રૂમ કર્યું છે. તેમ છતાં તેમનું સિલેક્શન ન કરવામાં આવ્યું. એવામાં ફરી સવાલ ઉભો થઈ રહ્યો છે કે રિંકૂ અને હાર્દિક માટે અલગ અલગ સિલેક્શન કેમ.

વધુ વાંચો: મેના પ્રથમ દિવસે મોંઘવારીમાં મળી રાહત: સસ્તો થયો LPG સિલિન્ડર, જાણો લેટેસ્ટ રેટ

રવિ બિશ્નોઈ પણ ટીમમાંથી બહાર

આવું જ કંઈક રવિ બિશ્નોઈ સાથે પણ થયું છે. રવિ બિશ્નોઈ આઈપીએલની રેંકિંગમાં 6 નંબર પર છે. તેમ છતાં તે ટીમમાં નથી. આ એજ રવિ બિશ્નોઈ છે જેણે ટીમ ઈન્ડિયા માટે જ્યારે છેલ્લી ટી20 મેચ રમી હતી તો તેમણે અફઘાનિસ્તાન સામે બેંગ્લોરમાં રમાયેલી મેચમાં ડબલ સુપર ઓવર ફેંકી હતી અને ભારતને જીત અપાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ