બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ભારત / મેના પ્રથમ દિવસે મોંઘવારીમાં મળી રાહત: સસ્તો થયો LPG સિલિન્ડર, જાણો લેટેસ્ટ રેટ

LPG Cylinder Price / મેના પ્રથમ દિવસે મોંઘવારીમાં મળી રાહત: સસ્તો થયો LPG સિલિન્ડર, જાણો લેટેસ્ટ રેટ

Last Updated: 08:17 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG Price: દેશમાં લોકસભા ચૂંટણીની વચ્ચે ઓયલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એક વખત મોંઘવારીથી રાહત આપી દીધી છે અને LPG સિલિન્ડરના ભાવ ઘટાડી દીધા છે. દિલ્હીથી મુંબઈ સુધી 19 કિલોગ્રામ વાળા ગેસ સિલિન્ડર સસ્તા થઈ ગયા છે.

મે મહિનાની શરૂઆત રાહતની ખબર સારે થઈ છે અને આ રાહત ગેસ સિલિન્ડરના ભાવ પર મળી છે. ઓયલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ વખતે પણ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડી દીધા છે.

lpg

દેશમાં લોકસભા ચૂંટણીની વચ્ચે દિલ્હીથી લઈને મુંબઈ સુધી સિલિન્ડરની કિંમતોમાં 19-20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. IOCLની વેબસાઈટ પર સિલિન્ડરની નવી કિંમતોને અપડેટ કરી દેવામાં આવી છે. જે 1 મે 2024થી લાગુ થઈ ગયા છે.

દિલ્હીમાં 19 તો કલકત્તામા 20 રૂપિયા સસ્તો થયો ગેસ

ઓયલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓયલની વેબસાઈટ અનુસાર 1 મેથી રાજધાની દિલ્હીમાં 9 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને તેના ભાવ 1764.50 રૂપિયાથી ઓછા થઈને હવે 1745.50 રૂપિયા થઈ ગયા છે.

gas-3

આ રીતે મુંબઈમાં Commercial LPG Cylinderના ભાવ 1717.50 રૂપિયાથી ઓછી થઈને હવે 1698.50 રૂપિયા રહી ગયા છે. ચેન્નાઈમાં પણ આ સિલિન્ડર 19 રૂપિયા સસ્તો થયો છે અને તેની કિંમત 1930 રૂપિયાથી ઓછી થઈને 1911 રૂપિયા થઈ ગઈ છે.

એપ્રિલ મહિનામાં ઘટ્યા હતા ભાવ

તેના પહેલા નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે એટલે કે 1 એપ્રિલ 2024એ કોમર્શિયલ LPG Cylinder Priceમાં ઘટાડો કરી ઓયલ માર્કેટિંગ કંપનીઓએ ગ્રાહકોને મોટી રાહત આપી હતી. ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા એલપીજી સિલિન્ડરના ભાવ 30.50 રૂપિયા ઓછા થઈને 1764.50 રૂપિયા થઈ ગયા હતા.

વધુ વાંચો: BIG NEWS : લોકસભા ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી, રાયબરેલીથી ટિકિટ, અમેઠીથી રાહુલ ગાંધી મેદાનમાં

જ્યારે કલકત્તામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 32 રૂપિયા ઓછા થયા હતા અને ત્યાં આ 1879 રૂપિયાનો થઈ ગયો હતો. મુંબઈમાં એક સિલિન્ડરની કિંમત 31.50 રૂપિયાના ઘટાડાની સાથે 1717.50 રૂપિયા અને ચેન્નાઈમાં 30.50 રૂપિયાના ઘટાડાની સાથે 1930 રૂપિયા કરી દેવામાં આવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ