બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

VTV / મનોરંજન / આજે રિલીઝ થવા જઈ રહી છે સંજય લીલા ભંસાલીની 'હીરામંડી', આટલા વાગ્યે નેટફ્લિક્સ પર થશે રિલીઝ

મનોરંજન / આજે રિલીઝ થવા જઈ રહી છે સંજય લીલા ભંસાલીની 'હીરામંડી', આટલા વાગ્યે નેટફ્લિક્સ પર થશે રિલીઝ

Last Updated: 11:44 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટા પડદા પછી હવે બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી OTT પર પોતાની પ્રતિભા બતાવવા માટે તૈયાર છે. આજે 'હીરામંડી: ધ ડાયમંડ બજાર' રિલીઝ થઈ રહી છે જે OTTની દુનિયામાં સંજય લીલા ભણસાલીનું પ્રથમ પગલું છે. ચાલો જાણીએ કે આ ફિલ્મ સિરીઝ કેટલા વાગે રિલીઝ થશે.

સંજય લીલા ભણસાલીની ઓટીટી ડેબ્યુ સીરિઝ 'હીરામંડીઃ ધ ડાયમંડ બજાર' ઘણા દિવસોથી ચર્ચાઓમાં છે. આજે આ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. સંજય લીલા ભણસાલીએ આઝાદી પહેલાના દ્રશ્યો દર્શાવતી આ પૃષ્ઠભૂમિ પર બનેલી 'હીરામંડી'માં લાહોરના તવાયફના જીવનને બતાવવાનો પ્રયાસ કર્યો છે.

તવાયફોની વાત છે 'હીરામંડી: ધ ડાયમંડ બજાર'

'હીરામંડી'માં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા જેવી અભિનેત્રીઓ જોવા મળશે. ફિલ્મની વાર્તા અંગ્રેજોના જમાનાની છે, જ્યાં એક વેશ્યાલયની મહિલાઓ સ્વતંત્રતાની લડાઈમાં અંગ્રેજો સામે લડી રહી છે. આ સીરિઝ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. આવો તમને જણાવીએ કે તે કયા સમયે રિલીઝ થશે.

આ સમયે નેટફ્લિક્સ પર આવશે 'હીરામંડી'

1 મે, 2024ના રોજ Netflix પર રિલીઝ થનારી 'હીરામંડી: ધ ડાયમંડ બજાર' વિશે વિવિધ અટકળો ચાલી રહી છે. માહિતી અનુસાર, સંજય લીલા ભણસાલીની આ મલ્ટી-સ્ટારર સિરીઝ બપોરે 1:30 વાગ્યે રિલીઝ થશે. Netflix નો મોટાભાગનો કન્ટેન્ટ આ સમયે જ રિલીઝ કરવામાં આવે છે.

રિલીઝ પહેલા જ છવાઈ ગયા 'હીરામંડી'ના ગીતો

તાજેતરમાં જ 'હીરામંડી'નું ગીત 'આઝાદી' રિલીઝ થયું. આ ગીતમાં તવાયફોને હીરામંડીથી કાઢી નાખવાની કે એ જગ્યા છીનવાઈ જવાની પીડા દેખાય છે. આ પહેલા ગીત 'તિલસ્મી બાહેં' અને 'સકલ બન' રિલીઝ થયા હતા, જેને લોકોએ ખૂબ પસંદ કર્યા હતા.

વધુ વાંચો: આજે અનુષ્કા શર્માનો બર્થડે: 18 વર્ષની ઉંમરે આ રીતે આપ્યું હતું પહેલું ઓડિશન, સોશ્યલ મીડિયા પર Video વાયરલ

'હીરામંડી'માં જોવા મળશે આ સ્ટાર કાસ્ટ

મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા અને રિચા ચઢ્ઢા ઉપરાંત આ સિરીઝમાં સંજીદા શેખ, અદિતિ રાવ હૈદરી અને શર્મિન સેહગલ છે. જયારે શેખર સુમન અને અધ્યયન સુમન પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. શેખર સુમનનું પાત્ર 'ઝુલ્ફીકાર' અને અધ્યયન સુમન 'ઝોરાવર'નું પાત્ર ભજવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ