બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ધર્મ / મે મહિનામાં 5 રાશિના લોકોની ચમકશે કિસ્મત, નોકરી-ધંધામાં મળશે સફળતા

રાશિફળ / મે મહિનામાં 5 રાશિના લોકોની ચમકશે કિસ્મત, નોકરી-ધંધામાં મળશે સફળતા

Last Updated: 12:41 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2024નો પાંચમો મહિનો મે શરૂ થઈ ગયો છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલના હિસાબે વર્ષ 2024નો પાંચમો મહિનો તમામ રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. ચાલો જાણીએ કે તમારી રાશિ માટે મે મહિનો કેવો રહેશે.

વર્ષ 2024નો મે મહિનો શરૂ થઈ ગયો છે. મે મહિનાની શરૂઆત વરુથિની એકાદશી અને અક્ષય તૃતીયાથી શરૂ થઈ રહી છે, જેના કારણે આ મહિનો ખૂબ જ શુભ રહેશે. સાથે જ આ મહિનામાં ઘણા મોટા ગ્રહો પણ રાશિ પરિવર્તન કરવાના છે. આવો જાણીએ મે મહિનામાં કઈ રાશિને ફાયદો થશે અને કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે.

મેષ - મેષ રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કરિયર અને નોકરીમાં શક્ય તેટલી મહેનત કરો, તમને સફળતા મળશે. વેપારમાં ખોટા નિર્ણયો ન લો, નુકસાન થઈ શકે છે. ઉધાર લેવાથી દૂર રહો. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ - વૃષભ રાશિના જાતકો માટે મે મહિનો ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. કાર્યસ્થળમાં સ્થિતિ સુધરશે. ખર્ચ નિયંત્રણમાં આવશે. અહંકારને તમારી અંદર આવવા ન દો. કરિયરની દૃષ્ટિએ વૃષભ રાશિના જાતકો માટે આ મહિનો સારો છે.

rashifal-2

મિથુન - મિથુન રાશિના જાતકોના તમામ અટકેલા કામ મે મહિનામાં પૂર્ણ થઈ જશે. નસીબ તમારો સાથ આપશે. તમારે કોઈ કામ ઉતાવળમાં કરવાથી બચવું પડશે. તમારા સ્વભાવમાં ગંભીરતા લાવવાની જરૂર છે. પરિવારના સભ્યો સાથે બને તેટલો સમય વિતાવો.

કર્ક - આ મે મહિનો કર્ક રાશિના જાતકો માટે પ્રગતિના દ્વાર ખોલશે. દરેક કાર્યોમાં સકારાત્મક વિચાર કરીને આગળ વધો. ખર્ચને નિયંત્રણમાં રાખો. પરિવારના સભ્યો સાથે ચર્ચા કરીને જ મોટા નિર્ણયો લો. રોજગારમાં વધારો થશે.

સિંહ - સિંહ રાશિના જાતકો માટે મે મહિનો મહત્ત્વનો રહેવાનો છે. બધા કામ સમયસર પૂર્ણ કરો. કોઈપણ કામ મુલતવી રાખશો નહીં. આળસના કારણે પૈસા કોઈ જગ્યાએ અટકી શકે છે અને ધનહાનિ પણ થઈ શકે છે. સરકારી કામમાં લાભ થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો.

કન્યા - કન્યા રાશિના જાતકો માટે વૈશાખનો આ મહિનો ખૂબ જ શુભ છે. ભાગ્ય તમારા પક્ષે રહેશે. નાણાકીય સમસ્યાઓનો પણ અંત આવશે. પરિવારના સભ્યો સાથે કોઈપણ મુદ્દે ઝઘડો ન કરો, શાંત રહો. સારી સ્થિતિમાં રહો.

rashifal-1

તુલા - મે મહિનો તુલા રાશિના જાતકો માટે સારો રહેશે, તેમના માન-સન્માનમાં વધારો થશે. કાર્યસ્થળ પર સ્થિતિ મજબૂત રહેશે. અટકેલા ધન પ્રાપ્ત થશે. પ્રવાસમાં પણ લાભ થવાની સંભાવના છે.

વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના જાતકો મે મહિનામાં કોઈ નવું કામ શરૂ કરી શકે છે, પરંતુ 15 મે પછી. નોકરીની નવી તકો પ્રાપ્ત થશે. સખત કામ કરવું. માત્ર નફો થશે. પરિવારના સભ્યો સાથે બને તેટલો સમય વિતાવો.

ધન - મે મહિનો ધન રાશિના જાતકો માટે ખુશીઓ લઈને આવશે. કરિયરના ક્ષેત્રમાં તમને સફળતા મળશે. પારિવારિક સમસ્યાઓ દૂર થશે. તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે. આ મહિનો ખૂબ જ અનુકૂળ છે. સક્રિય રહો અને તમામ કામ કરો.

મકર - મકર રાશિના જાતકો માટે મે મહિનો કાર્યક્ષેત્રમાં સ્થિતિ વધુ મજબૂર બનાવશે. 15 મે પછી કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકે છે. લક્ષ્યની પ્રાપ્તિ માટે મહેનત કરો, સફળતા મળશે. તમામ તકલીફો દૂર થઈ જશે.

કુંભ - કુંભ રાશિના જાતકોના મે મહિનામાં સરકાર સંબંધિત કામો પૂરા થશે. ભાવનાઓમાં આવીને કોઈ નિર્ણય ન લો. પરિવારનો સાથ મળશે. કોઈ કામ અધૂરું ન મૂકો. પ્રોપર્ટી સંબંધિત કોઈ નિર્ણય 15 મે પછી લો.

વધુ વાંચો: પગારવધારા સાથે નોકરીમાં થશે પ્રમોશન, બસ ઓફિસના ડેસ્ક પર આ 5 ચીજ રાખવાનું શરૂ કરી દો

મીન - મીન રાશિના જાતકો માટે મે મહિનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અટકેલા કામ શરૂ કામ કરી શકો છો. પ્લાનિંગ કરીને કામ કરો, સફળતા મળશે. આળસ ન કરો અને મનમાં કોઈ નકારાત્મક વિચાર ન લાવો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ