બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / When and how the Lok Sabha elections can be held, know the schedule

Lok Sabha Election 2024 / લોકસભા ચૂંટણી ક્યારે અને કેવી રીતે યોજાઇ શકે, જાણો આવું હોઇ શકે છે શેડ્યૂલ, મતદાન કેટલાં ચરણમાં શક્ય

Priyakant

Last Updated: 09:23 AM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે, છેલ્લી લોકસભા ચૂંટણી એપ્રિલ-મે 2019માં યોજાઈ હતી

  • 18મી લોકસભાની ચૂંટણી એપ્રિલ કે મે મહિનામાં યોજાઈ શકે
  • ECI ફેબ્રુઆરીના અંતિમ કે માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી અપેક્ષા 
  • 16 જૂન 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે  17મી લોકસભાનો કાર્યકાળ 

Lok Sabha Election 2024 : હાલ દેશમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જોકે અત્યાર સુધી ભારતના ચૂંટણી પંચે (ECI) આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી પરંતુ શક્ય છે કે, 18મી લોકસભાની ચૂંટણી એપ્રિલ કે મે મહિનામાં યોજાઈ શકે છે. ચૂંટણી પંચ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહ અથવા માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી અપેક્ષા છે.

મહત્વનું છે કે, 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. છેલ્લી લોકસભા ચૂંટણી એપ્રિલ-મે 2019માં યોજાઈ હતી. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ 303 સીટો જીતી હતી, જ્યારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ 353 સીટો જીતી હતી અને નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા હતા.

કેટલા તબક્કામાં યોજાઇ શકે ચૂંટણી ? 
એક ચર્ચા એવી પણ છે કે, અત્યાર સુધી ચૂંટણી પંચે ન તો ચૂંટણીની તારીખો અંગે કોઈ માહિતી આપી છે અને ન તો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે પરંતુ એવું માનવામાં આવે છે કે, 2024માં 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. 2019માં ચૂંટણી 7 તબક્કામાં પૂર્ણ થઈ હતી. એવી ધારણા છે કે, ગત વખતની જેમ આ વખતે પણ એપ્રિલમાં મતદાન થઈ શકે છે અને મે મહિનામાં પરિણામ જાહેર થઈ શકે છે. આ તરફ 2019 અને 2024 વચ્ચે વિપક્ષનું સ્વરૂપ બદલાયું છે. આ દરમિયાન NDAમાં સામેલ કેટલાક પક્ષો આ વખતે NDA વિરુદ્ધ ઉભા જોવા મળશે. આ સિવાય 2019માં અલગ-અલગ ચૂંટણી લડનાર રાજકીય પક્ષો ભાજપના વિજય રથને રોકવા માટે એકસાથે ચૂંટણી લડી શકે છે.

વિપક્ષના INDIA ગઠબંધનમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી (AAP), દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને શિવસેના (ઉદ્ધવ જૂથ) સામેલ છે. જોકે આ પક્ષો વચ્ચે સીટની વહેંચણી પહેલા જ વિભાજનના અહેવાલો સામે આવી રહ્યા છે. વિપક્ષી એકતાના શિલ્પી ગણાતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પહેલા જ NDAમાં સામેલ થઈ ગયા છે. તે જ સમયે બંગાળના સીએમ મમતા બેનર્જી તમામ સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પણ પંજાબની તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

વિપક્ષી ગઠબંધનમાં સામેલ પક્ષો  
ભારતીય રાષ્ટ્રીય લોકશાહી સમાવિષ્ટ ગઠબંધન (INDIA ગઠબંધન) જે ભાજપની જીતને રોકવા માટે રચાયેલ છે, તેમાં કોંગ્રેસ, CPM, DMK, CPE, RJD, JMM, NCP (શરદ પવાર), શિવસેના (UBT), SP, આઝાદ. સમાજ પાર્ટી, CPI (ML), AUML, KMDK, MKK, MDMK, VCK, JKPD, PWP જેવા પક્ષોનો સમાવેશ થાય છે.

વધુ વાંચો: રાજ્યસભાની બેઠકોથી ભાજપ રમી ગઇ લોકસભાની રણનીતિ, સમજો રેકોર્ડબ્રેક જીતનું સમીકરણ

NDAમાં કયા પક્ષો છે?
બીજી તરફ, ભાજપ સિવાય ભાજપના નેતૃત્વ હેઠળના NDAમાં JDS, JDU, LJP, શિવસેના ( એકનાથ શિંદે ), NCP (અજિત પવાર), NPP, RLJP, HAM, AGP, નિષાદ પાર્ટી, MNF અને અકાલી દળનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ