બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 08:34 AM, 12 February 2024
ADVERTISEMENT
Lok Sabha Election 2024 : લોકસભા પહેલા દેશભરમાં યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે મોટો દાવ રમી લીધો છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાની ચૂંટણી માટે જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં નવા ચહેરાઓ પર દાવ લગાવીને ભાજપ નેતૃત્વએ સ્પષ્ટ કરી દીધું છે કે, પાર્ટી ભવિષ્યમાં મોટા ફેરફારો તરફ આગળ વધી રહી છે. ભાજપ દ્વારા જાહેર કરેલ 14 ઉમેદવારોની યાદીમાં 13 નવા ચહેરા છે અને માત્ર વર્તમાન સાંસદ સુધાંશુ ત્રિવેદીને ફરી તક આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ઉમેદવારોમાં બે મહિલાઓને તક આપવામાં આવી છે, જ્યારે અગાઉ કોંગ્રેસમાંથી આવેલા આરપીએન સિંહને રાજ્યસભાની બેઠક આપવામાં આવી છે. બિહાર અને ઉત્તરાખંડમાં પણ ચહેરા બદલાયા છે.
રાજ્યસભાની ચૂંટણી માટે જાહેર કરાયેલા ઉમેદવારો પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ ઈચ્છે છે કે, તેના ઘણા રાજ્યસભા સાંસદો આ વખતે લોકસભાની ચૂંટણી લડે.આ સિવાય તે લાંબા સમયથી સાંસદ અને ધારાસભ્ય રહી ચૂકેલા નેતાઓને અન્ય જવાબદારીઓ પણ સોંપી શકે છે. ઉમેદવારોની પસંદગીમાં પ્રદેશ, જ્ઞાતિ અને સામાજિક સમીકરણોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. પાર્ટી નેતૃત્વ દ્વારા જાહેર કરાયેલા 14 ઉમેદવારોમાં બિહારના વૈશ્ય સમુદાયમાંથી આવતા ધર્મશિલા ગુપ્તા અને અત્યંત પછાત વર્ગના ડો. ભીમ સિંહના નામનો સમાવેશ થાય છે.પાર્ટીના આ બે ઉમેદવારો અહીંથી ચૂંટાવાના છે.સહયોગી જેડીયુના ઉમેદવાર હજુ જાહેર થયા નથી.
ADVERTISEMENT
भाजपा की केंद्रीय चुनाव समिति ने विभिन्न राज्यों में होने वाले आगामी राज्यसभा के द्विवार्षिक चुनाव हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। pic.twitter.com/9MBlj1KxA2
— BJP (@BJP4India) February 11, 2024
હરિયાણામાં ભાજપે તાજેતરમાં જ બિન-જાટ રાજનીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ હવે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાને રાજ્યસભામાં લાવીને તેણે જાટ સમુદાયને પણ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. છત્તીસગઢમાં રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહ અને કર્ણાટકમાં નારાયણ કૃષ્ણા ભાંડગેને ટિકિટ આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશની શું છે સ્થિતિ ?
સૌથી મહત્વના ઉત્તર પ્રદેશના ઉમેદવારો છે. નવ નિવૃત્ત સાંસદોમાંથી માત્ર એક સુધાંશુ ત્રિવેદીને બીજી તક આપવામાં આવી છે, જ્યારે બાકીના નવા ચહેરા છે. જેમાં કોંગ્રેસના આરપીએન સિંહ, પૂર્વ સાંસદ ચૌધરી તેજવીર સિંહ, સાધના સિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બલવંત, નવીન જૈનના નામ સામેલ છે. પાર્ટીએ પશ્ચિમ બંગાળથી મુખ્ય પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યને ટિકિટ આપી છે.
આ તરફ ઉત્તરાખંડમાં પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટને રાજ્યસભામાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી સ્પષ્ટ છે કે વર્તમાન સાંસદ અનિલ બલુની હવે લોકસભાની ચૂંટણી લડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને પૌડી અથવા હરિદ્વારથી ટિકિટ આપવામાં આવી શકે છે. તેવી જ રીતે ભાજપ આ વખતે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના સાંસદ જીવીએલ નરસિમ્હાને મેદાનમાં ઉતારી શકે છે. પૂર્વ મહાસચિવ સરોજ પાંડે છત્તીસગઢની કોરબા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
વધુ વાંચો: ભારતની સૌથી મોટી જીત: અંતે કતારે 8 પૂર્વ ભારતીય સૈનિકોને મુક્ત કર્યા, 7ની વતનવાપસી
ભાજપે આ વખતે બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને વર્તમાન રાજ્યસભા સાંસદ સુશીલ મોદીને ટિકિટ આપી નથી. આ સિવાય જે અન્ય નિવૃત્ત સાંસદોને ટિકિટ આપવામાં આવી નથી તેમાં સરોજ પાંડે છત્તીસગઢ, ડીપી વત્સ હરિયાણા, અનિલ જૈન ઉત્તર પ્રદેશ, કાંતા કર્દમ ઉત્તર પ્રદેશ, વિજય પાલ સિંહ તોમર ઉત્તર પ્રદેશ, હરનાથ યાદવ ઉત્તર પ્રદેશ, અશોક વાજપેયી ઉત્તર પ્રદેશ, અનિલ અગ્રવાલ ઉત્તર પ્રદેશ, GBL નરસિમ્હા ઉત્તર પ્રદેશ, સકલ દીપ રાજભર ઉત્તર પ્રદેશ અને અનિલ બલુની (ઉત્તરાખંડ).નો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.