બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / whatsapp will stop supporting in older operating version

ખાસ વાંચો / 1 જાન્યુઆરીથી આ ફોનમાં Whatsapp કામ કરતું થઈ જશે બંધ, જોઈ લો તમારી પાસે તો નથી ને

Kavan

Last Updated: 05:51 PM, 16 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષે WhatsApp જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર સપોર્ટ થવાનું બંધ કરશે અને મેસેંજિગ એપ્સ દ્વારા ફરીથી આ અંગેનું એક લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટની અમલવારી આગામી 1 જાન્યુઆરીથી બનશે.

  • WhatsApp હવે જૂની OS પર નહીં કરે કામ 
  • 1 જાન્યુઆરીથી થશે અમલ
  • WhatsAppએ કરી જાહેરાત 

ઉલ્લેખનીય છે કે, 1 જાન્યુઆરીથી જૂના એન્ડ્રરોઇડ ફોન અને આઇફોન પર કામ કરવાનું બંધ કરશે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે iOS 9 અને  4.0.3 ઓપરેટિંગ સિસ્ટમથી નીચેના સ્માર્ટફોન પર WhatsApp સપોર્ટ નહીં થાય. 

WhatsAppએ કરી જાહેરાત 

એવું કહેવામાં આવ્યું હતું કે WhatsAppના તમામ ફિચર્સ ઉપયોગ કરવા માટે iPhone યુઝર્સે iOS 9 અથવા તેનાથી ઉપર અને એન્ડ્રરોઇડ યુઝર્સે 4.0.3 અથવા તેનાથી ઉપરનું વર્ઝનનો ઉપયોગ કરવો પડશે. 

આ આઇફોન મોડેલ પર વોટ્સએપ બંધ થશે

એપલના iPhone 4, iPhone 4S, iPhone 5, iPhone 5S, iPhone 6 અને iPhone 6Sને ઓપરેટિંગ સિસ્ટમ iOS 9થી અપડેટ કરવી પડશે. આપને જણાવી દઇએ કે,  iPhone 6S, 6 Plus અને iPhone SE પ્રથમ જનરેશનના આઇફોન છે, જેને iOS 14થી અપડેટ કરવામાં આવી શકે છે. 

આ Android ફોન પર નહીં ચાલે WhatsApp

આવા એન્ડ્રોઇડ ફોન્સ કે જે  Android 4.0.3  પર કામ કરતા નથી, તે ડિવાઇસ પર વ WhatsApp ચાલશે નહીં. જેમાં HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr, Samsung Galaxy S2 જેવા મોડલ્સ શામેલ છે. જો તમને ખબર નથી કે તમારો ફોન કઈ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, તો આને જાણવાની રીત ખૂબ જ સરળ છે. આ માટે, તમારે તમારા આઇફોન અથવા એન્ડ્રોઇડની સેટિંગ્સ પર જવું પડશે.

>> જો તમે આઇફોન યુઝર્સ છો, તો પહેલા Settings પર જાઓ.

>> પછી General પર ટેપ કરો.

>> Information પર જઈને, તમને તમારા આઇફોનની સોફ્ટવેર વિગતો મળશે.

તરત જ ફોનને કરો અપડેટ 

એ જ રીતે, Android વપરાશકર્તાએ પહેલા સેટિંગ્સ પર જવું આવશ્યક છે. અહીં About Phoneમાં જઈને, યુઝર ફોનની  ઓરેટિંગ સિસ્ટમ વિશે જાણી શકશે. જેમની પાસે ફોન અપડેટ કરવાનો વિકલ્પ છે, તેને તાત્કાલિક લેટેસ્ટ સોફ્ટવેરથી અપડેટ કરો, જ્યારે જે વપરાશકર્તાઓ પાસે ફોનને અપડેટ કરવાનો વિકલ્પ નથી, તેઓએ વ વ્હોટ્સએપનો ઉપયોગ કરવા માટે નવો ફોન ખરીદવો પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

operating version ઓપરેટિંગ સિસ્ટમ મેસેંજિગ મેસેંજિગ એપ્સ WhatsApp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ