બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારી WhatsApp પર્સનલ ચેટ ક્યારેય હેક નહીં થાય, બસ મોબાઈલમાં ઓન કરી દો એક સેટિંગ
Last Updated: 09:30 PM, 1 November 2024
WhatsApp આજના સમયમાં કમ્યુનિકેશનની નવી રીત બની છે. વધુ પડતા લોકો WhatsApp નો ઉપયોગ કરીને ચેટ કરવાનું પસંદ કરે છે. આ સિવાય લોકો ઓડિયો-વિડીયો કોલ પણ કરતા હોય છે અને ફાઇલ પણ શેયર કરતા હોય છે. પરંતુ હવે આ ઇન્સ્ટન્ટ પ્લેટફોર્મ સુધી પણ હેકર્સ પહોંચી ગયા છે. WhatsApp પર લોકોની પર્સનલ ચેટ સેન્સિટિવ માહિતી હોય છે. એટલા માટે WhatsApp એકાઉન્ટને હેકિંગથુ બચાવવું ખૂબ જરૂરી હોય છે. તો તમે આ સેટિંગ્સનો ઉપયોગ તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.
ADVERTISEMENT
હેકિંગથી બચવા ઑઁ કરો આ સેટિંગWhatsApp પર ટુ-સ્ટેપ વેરિફિકેશનની સુવિધા મળે છે. આ સુરક્ષાની એક વધુ લેયર છે જે તમારા WhatsApp એકાઉન્ટને હેકિંગથી બચાવવામાં મદદ કરે છે. જ્યારે તમે આ ફીચર એક્ટિવેટ કરો છો, ત્યારે એક 6 અંકનો પિન બનાવવાનો હોય છે.
ADVERTISEMENT
ટુ-સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે કામ કરે છે?
વધુ સુરક્ષા- જ્યારે કોઈ તમારા ફોન નંબરથી WhatsApp ને ફરી થી વેરીફાઈ કરવાનો પ્રયત્ન કરે છે, તો તેને તમારો 6 અંકનો પિન નાખવાનું કહેવામાં આવે છે.
એક્સેસ- જો કોઈ વ્યક્તિ તમારો ફોન નંબર અને સીમ કાર્ડ ચોરી કરે છે, તો પણ તે તમારા WhatsApp એકઉન્ટને 6 અંકના પિન વિના એક્સેસ નથી કરી શકતો,
ટુ-સ્ટેપ વેરિફિકેશન કેમ છે જરૂરી?
પ્રાઈવેસી- આ સુનિશ્ચિત કરે છે કે તમારી પર્સનલ ચેટ અને મીડિયા માત્ર તમારા દ્વારા જ જોઈ શકાય.
સુરક્ષા- આ તમારા એકાઉન્ટને હેક થવાથી બચાવે છે.
WhatsApp પર ટુ-સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે સેટ કરવી
સૌથી પહેલા પોતાના સ્માર્ટફોનમાં WhatsApp ખોલો.
પછી ઉપર જમણા ખૂણામાં ત્રણ ડોટ્સ પર કિલક કરો અને પછી 'સેટિંગ્સ' પર જાઓ.
પછી 'એકાઉન્ટ' પર કિલક કરો.
અહીં 'ટુ-સ્ટેપ વેરિફિકેશન' પર કિલક કરો.
6 અંકનો પિન બનાવો અને તેના કન્ફર્મ કરો.
વધુ વાંચો:દિવાળીમાં જો-જો આવી ભૂલ કરતા! નહીંતર તમારા મોબાઇલની પથારી ફરી જશે
ઇમેલ આઈડી- તમે એ ઇમેલ આઈડી પર એડ કરી શકો છો. જો તમે ભવિષ્યમાં પોતાનો પિન ભૂલી જાઓ છો, તો આ
ઈમેલ આઈડી તમારો પિન રીસેટ કરવામાં મદદ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.