બ્રેકિંગ ન્યુઝ
Ajit Jadeja
Last Updated: 09:56 PM, 16 April 2024
રોયલ ચેલેજર્સ બેગલુરુને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આઇપીએલ 2024માં છઠ્ઠી વાર હારનો સામનો કરવો પડ્યો. ટીમના બોલરોનું ખરાબ પ્રદર્શન આ મેચમાં પણ જોવા મળ્યુ હતું. બોલર્સની મેદાન પર લગાદાર થતી ધોલાઇને જોઇ વિરાટ કોહલી બહુ નિરાશ થયો હતો. પોતાની ટીમના સાથી ખેલાડીઓ પર ગુસ્સામાં તેઓ જોવા મળ્યા અને ચિલ્લાતા- બુમો પાડતા હતા. આ સાથે વિરાટ બોખલાહટમાં ગ્રાઉન્ડ પર લાત મારતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
વિરાટ કોહલી તેના પોતાના ખેલાડીઓ પર બૂમો પાડતો જોવા મળ્યો હતો, હતાશામાં જમીન પર લાત મારી હતી આ વીડિયો વાયરલ થયો હતો. IPL 2024માં વિરાટ કોહલીના માથા પર ઓરેન્જ કેપ શણગારવામાં આવી રહી છે. કોહલીનું બેટ જોરથી બોલી રહ્યું છે. જો કે તેમ છતાં રોયલ ચેલેન્જર્સ બેગલુરુ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. કોહલી મેદાન પર પોતાનાથી બનતું બધું કરી રહ્યો છે, પરંતુ તેને અન્ય ખેલાડીઓનું સમર્થન નથી મળી રહ્યું. કિંગ કોહલી જે મેદાન પર વિપક્ષી ટીમના ખેલાડીઓની આંખોમાં જોતો હતો, તે ટીમના પ્રદર્શનને કારણે માથું નમાવીને ચાલી રહ્યો છે. કોહલી ઇચ્છવા છતાં પણ કંઇ કરી શકતો નથી અને મેદાન પર તેની હતાશા સ્પષ્ટપણે જોવા મળે છે.
ADVERTISEMENT
Everyone's mental health after watching RCB bowlers #RCBvsSRH pic.twitter.com/dSy38RctKC
— Rohan Naik (@RohanNaik_) April 15, 2024
વાસ્તવમાં વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કોહલી પરેશાન જોવા મળી રહ્યો છે. કોહલી પોતાના સાથી ખેલાડીઓ પર બૂમો પાડતો જોવા મળે છે. આ સાથે વિરાટ પણ બોલરોના શરમજનક પ્રદર્શન બાદ જમીન પર લાત મારતો જોવા મળે છે. આરસીબીના બોલરોએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ઉદારતાથી રન આપ્યા હતા.
ટીમના ચાર બોલરોએ પચાસથી વધુ રન આપ્યા, જે T-20 ક્રિકેટમાં પ્રથમ વખત બન્યું છે. રીસ ટોપલએ પોતાની 4 ઓવરમાં 68 રન આપ્યા હતા. તે જ સમયે યશ દયાલે 4 ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 51 રન આપ્યા હતા. લોકી ફર્ગ્યુસનએ ચાર ઓવરમાં 52 રન આપ્યા હતા. જ્યારે વિજયકુમાર વૈશાકે પણ 24 બોલમાં 64 રન આપ્યા હતા.
આરસીબીના બોલરોએ શરમજનક પ્રદર્શન કર્યું હોવા છતાં ટીમના બેટ્સમેનોએ અંત સુધી લડત આપી હતી. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિ એ ટીમને તોફાની શરૂઆત અપાવી હતી અને પ્રથમ વિકેટ માટે 80 રન જોડ્યા હતા. કોહલીના બેટથી 20 બોલમાં 42 રન જ્યારે ફાફે 28 બોલમાં 62 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરોમાં દિનેશ કાર્તિક એ પણ બેટથી સારી બેટિંગ કરી હતી.અને 35 બોલમાં 83 રનની ઝડપી ઇનિંગ રમી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.