બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:55 PM, 16 April 2024
ફાફ ડૂ પ્લેસિસની કેપ્ટન્સીમાં રમી રહેલી ટીમ રોયલ ચેલેન્જર બેંગ્લોર IPLની 17મી સીઝનમાં કંઈ ખાસ પ્રદર્શન નથી કરી શકી. આરસીબીએ આ સીઝનમાં અત્યાર સુધી 7 મેચ રમી જેમાંથી 6માં હારનો સામનો કરવો પડ્યો. એવામાં ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ગ્લેન મેક્સવેલે પોતાની શારીરિક અને માનસિક સ્થિતિને જોતા અનિશ્ચિતકાળ માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સનરાઈઝર્સ હૈદરાબાદના સામે મેચ પહેલા મેક્સવેલે પોતાના આ નિર્ણયને લઈને ટીમના કેપ્ટન ફાફ અને મેનેજમેન્ટને જાણકારી આપી જેના કારણે તે આ મેચમાં પ્લેઈિંગ 11નો ભાગ ન હતા. પહેલા બહાર થવાનું કારણ તેમનું સંપૂર્ણ રીતે ફિટ ન હોવાનું પણ હોઈ શકે છે. કારણ કે આરસીબીની છેલ્લી મેચમાં મેક્સવેલને અંગુઠામાં ઈજા પહોંચી હતી.
ટીમનું પ્રદર્શન જોતા મારા માટે નિર્ણય લેવો સરળ હતો
ગ્લેન મેક્સવેલે આઈપીએલ 2024 સીઝનની વચ્ચે બ્રેક લેવાની જાણકારી પ્રેસ કોન્ફરન્સમાં આપી જેમાં તેમણે કહ્યું કે ટીમના પ્રદર્શનને જોતા મારા માટે નિર્ણય લેવો ખૂબ જ સરળ હતો. અમારી ટીમ અત્યાર સુધી સીઝનમાં બધાની આશાઓ અનુસાર નથી રમી શકી. મારૂ પ્રદર્શન પણ બિલકુલ સારૂ નથી.
છેલ્લી અમુક સિઝનમાં જ્યાં અમે પાવરપ્લે પુરૂ થયા બાદ મિડલ ઓવર્સમાં સારૂ પ્રદર્શન કરતા હતા પરંતુ આ વખતે અમે એવું કરવામાં સફળ નથી થઈ શક્યા. મને પોતે એ અનુભવ થયો કે હું ટીમ માટે સકારાત્મક રમી નથી શકતો અને મારે આવી સ્થિતિમાં કોઈ બીજા ખેલાડીને તક આપવી યોગ્ય હશે. જે મારાથી વધારે સારૂ પ્રદર્શન કરી શકે.
પાછા આવવાને લઈને મેક્સવેલે કહી આ વાત
મેક્સવેલે પોતાના નિવેદનમાં પરત આવવાને લઈને પણ કહ્યું કે જ્યારે તે માનસિક અને શારીરિક રીતે પોતાને ફિટ માનશે તો ફરી સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે. અમે સાથે મળીને સતત મહેનત કરી રહ્યા છીએ. આ ટૂર્નામેન્ટના પહેલા 6 મહિના મારા ક્રિકેટ કરિયરના સૌથી સારા મહિનાઓમાંથી એક રહ્યા.
વધુ વાંચો: શું IPLમાં પણ થાય છે ટૉસ ફિક્સિંગ? ફાફ ડુ પ્લેસિસે લગાવ્યો ચોંકાવનારો આક્ષેપ!
માટે મને ખૂબ જ નિરાશા થઈ રહી છે કે વસ્તુઓ આટલી વધારે ખરાબ થઈ ગઈ. જો હું પોતાના શરીર અને મગજને ફરીથી ફિટ કરી લઉ તો સિલેક્શન માટે ફરી આવી જઈશ. જણાવી દઈએ કે મેક્સવેલે બ્રેક લેવાનો નિર્ણય જરૂર કર્યો છે પરંતુ તે આ સમયગાળા દરમિયાન આરસીબી ટીમની સાથે જ રહેશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
World Cup Qualifiers / FIFA વર્લ્ડકપ 2026 માટે સીધો જ ક્વૉલિફાય થઇ ગયો આ દેશ, જુઓ કઇ રીતે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.