બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Faf du Plessis made a shocking allegation on toss fixing in IPL

IPL 2024 / શું IPLમાં પણ થાય છે ટૉસ ફિક્સિંગ? ફાફ ડુ પ્લેસિસે લગાવ્યો ચોંકાવનારો આક્ષેપ!

Last Updated: 11:15 AM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 વચ્ચે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ઇશારામાં BCCI પર ટોસ ફિક્સિંગનો આરોપ લગાવી દીધો છે. તે પેટ કમિન્સને મુંબઈ ઇન્ડિયન્સની મેચમાં થયેલી ઘટના વિશે જણાવી રહ્યા હતા.

IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru)વચ્ચેની મેચના ટોસને લઈને ફાફ ડુ પ્લેસિસે ફરી ચર્ચા જગાવી છે. વાનખેડે સ્ટેડિયમમાં ગયા અઠવાડિયે રમાયેલી મેચ દરમિયાન ટોસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ તેના માથા ઉપરથી સિક્કો ઉછાળ્યો હતો અને તે ટોસમાં હાજર દરેક લોકોની પાછળ જઈને પડ્યો હતો. મેચ રેફરી જવાગલ શ્રીનાથે (Javagal Srinath) સિક્કો લેવા માટે પાછા ફરવું પડ્યું. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોએ મેચ રેફરી પર ટોસ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો.

ડુ પ્લેસિસે કમિન્સને ઈશારામાં સમજાવ્યું

દરમિયાન, RCBના કેપ્ટન ડુ પ્લેસિસે (Faf Du Plessis) સોમવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચની ટોસ દરમિયાન પોતાના હાવભાવથી આ મુદ્દા પર ફરી ચર્ચા જગાવી દીધી છે. આ મેચમાં ટોસની થોડીક સેકન્ડ પહેલા ડુ પ્લેસિસ અને હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ (Pat Cummins) વાતચીત કરી રહ્યા હતા. જ્યાં ડુ પ્લેસિસ SRH કેપ્ટનને મુંબઈમાં ટોસ દરમિયાન શું થયું તે કહેતો જોવા મળ્યો હતો. તેણે સ્પષ્ટ સંકેત આપ્યો કે મેચ રેફરીએ સિક્કો ઊંધો ઉઠાવ્યો હતો. ડુ પ્લેસિસે (Faf Du Plessis) જે કહ્યું તે સાંભળીને કમિન્સ થોડો આશ્ચર્યચકિત દેખાયો.

આરસીબીના ચાહકોએ લગાવ્યો હતો આરોપ 

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો કારણ કે ચાહકો ફરી એકવાર વાનખેડેની ઘટના વિશે વાત કરવા લાગ્યા. ત્યાં આરસીબીના ચાહકોએ બીસીસીઆઈના મેચ રેફરી પર આરોપ લગાવ્યો હતો કે તેણે સિક્કો ઊંધો ઉઠાવ્યો હતો. કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા. પરંતુ કેટલાક વીડિયો એવા પણ આવ્યા હતા જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે શ્રીનાથે સીધો સિક્કો ઉપાડ્યો છે.

વધુ વાંચો: RCB ભલે હારી પણ દિનેશ કાર્તિકે રંગ રાખ્યો! DK એ ફટકારી IPL 2024ની સૌથી લાંબી સિક્સર, VIDEO વાયરલ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રેફરીની ભૂમિકા ભજવનાર જવાગલ શ્રીનાથ (Javagal Srinath) ની ગણતરી ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાં થાય છે. તેણે 229 વનડેમાં 315 અને 67 ટેસ્ટમાં 236 વિકેટ ઝડપી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Faf du Plessis IPL 2024 Toss fixing pat cummins sports IPL 2024
Vidhata
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ