ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / લીવરમાં સોજો આવે ત્યારે કયા લક્ષણો જોવા મળે છે?, જાણી લેજો નહીંતર તકલીફમાં મુકાઈ જશો

હેલ્થ / લીવરમાં સોજો આવે ત્યારે કયા લક્ષણો જોવા મળે છે?, જાણી લેજો નહીંતર તકલીફમાં મુકાઈ જશો

Published By: Nirav Kumar

Last Updated: 03:01 PM, 30 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીવરની દેખભાળ રાખવી ખુબ જરૂરી છે. જો લીવરમાં સોજો આવે અને તેના લક્ષણો સમયસર ઓળખી સારવાર કરવામાં ન આવે તો તે કેન્સર સહિતની અનેક બીમારીનું કારણ બની શકે છે.

ADVERTISEMENT

લીવર આપણા શરીરનું મહત્વનું અંગ છે. લિવર ખોરાકને પચાવવામાં, ટોક્સીન્સ દૂર કરવામાં, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં, પિત્ત ઉત્પન્ન કરવામાં અને ગ્લુકોઝ સંગ્રહ કરવામાં મદદ કરે છે.  લીવર શરીરનું સૌથી મોટું અંગ છે અને તે જાતે જ રિપેર પણ થાય છે. પણ જ્યારે લીવરમાં સમસ્યા પેદા થાય ત્યારે તે અનેક સંકેતો બતાવે છે. જેને ઓળખવા જરૂરી છે.


લીવરના કોષોમાં જ્યારે ચરબીનું પ્રમાણ વધે છે ત્યારે લીવરમાં સોજો આવવા લાગે છે. આ સ્થિતિને ફેટી લીવર કહેવાય છે. ફેટી લીવર શરીરની કેલરીને ચરબીમાં રૂપાંતરિત કરે છે જેના કારણે લીવરના કોષોમાં ચરબી ભેગી થાય છે. લીવરમાં સોજાના અનેક કારણો હોઈ શકે છે. જેમાં વાયરલ ઇન્ફેકશન, વધુ પડતો દારૂનું સેવન, ફેટી લીવર, દવાઓની આડઅસરો કે ઓટોઈમ્યૂન બીમારીઓનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ કે, લીવરમાં સોજો આવે છે ત્યારે ક્યાં ક્યાં લક્ષણો દેખાય છે.


  • લીવરમાં સોજાના લક્ષણો
    એક્સપર્ટ અનુસાર, જ્યારે લીવરમાં સોજો આવે ત્યારે પેટના ઉપરના ભાગમાં દુખાવો કે ભારેપણું અનુભવાય છે. આ સાથે ભૂખ ન લાગવી અને સતત થાક લાગવો, ઉબકા કે ઉલટી પણ થઇ શકે છે. આ સાથે આંખો અને ત્વચા પીળી પડવી (કમળો), પેશાબનો રંગ ગાઢ થવો અને મળનો રંગ હળવો થઇ જવો પણ પણ લીવરમાં સોજાના લક્ષણો હોય છે. અમુકવાર તે શરીરમાં અને પગમાં સોજો તથા વારંવાર તાવ આવવો એ પણ લીવરમાં સોજાના લક્ષણો હોય છે.
  • લીવરની સોજો કેટલો ખતરનાક ?
    લીવરના સોજાના લક્ષણોને ઓળખી સમયસર સારવાર લેવી ખુબ જરૂરી છે. લીવરના સોજાનું નિદાન અને સારવાર તાત્કાલિક કરાવવાથી ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે. પરંતુ જો તેને અવગણવામાં આવે તો તે ગંભીર બીમારીનું કારણ બની શકે છે. તે બીમારીઓ નીચે મુજબની હોઈ શકે છે.
  1. સિરોસિસ - આ સ્થિતિ લીવરના કોષોને નુકસાન કરે છે.
  2. લીવર ફેલિયર  - સારવારમાં મોડું થવા પર લિવર ફેલિયરનું જોખમ વધે છે અને લિવર સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી શકે છે.
  3. લીવર કેન્સર - જો લીવરમાં લાંબા સમય સુધી સોજો અને સિરોસિસના લક્ષણો હોય અને તેની સારવાર કરવામાં ન આવે તો લીવર કેન્સરનું જોખમ પણ વધે છે.


વધુ વાંચો : ગરબા રમતા દરમિયાન કેમ આવે છે હાર્ટ એટેક?, એક્સપર્ટે કર્યો મોટો ખુલાસો

  • બચાવ માટે આ કામ કરવું

સ્વસ્થ લાઈફસ્ટાઈલ અપનાવો, દારૂ અને તમાકુનું સેવન સંપૂર્ણ રીતે બંધ કરો. ઓઈલી અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો. ફળો, શાકભાજી અને અનાજનું સેવન કરો  ખાઓ, વજનને કંટ્રોલ કરો, નિયમિત કસરત કરો, હેપેટાઇટિસ A અને B ની રસી લો. અને સૌથી મહત્વની બાબત એ કે, ડૉક્ટરની સલાહ લીધા વગર કોઈપણ દવા ન લો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fatty Liver Liver Failure Liver Diseases

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ