બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / VTV વિશેષ / What are the demands of the workers in Gujarat

મહામંથન / જૂની માગ, નવું આંદોલન: કઇ કઇ માગોને લઇ મેદાને છે ગુજરાતમાં કર્મચારીઓ?

Dinesh

Last Updated: 08:07 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રાજ્યના કર્મચારીઓની પડતર માગનું સમાધાન લગભગ દોઢ વર્ષ જેટલો સમય વિત્યો છતા આવ્યું નથી. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે કર્મચારી મહામંડળની 14 જેટલી પડતર માગ હતી જેમાથી કેટલીક માગ સ્વીકારી હતી

માગ જૂની છે, પણ આંદોલન નવા સ્વરૂપે આવ્યું છે. રાજ્યના કર્મચારીઓની પડતર માગનું સમાધાન લગભગ દોઢ વર્ષ જેટલો સમય વિત્યો છતા આવ્યું નથી. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે કર્મચારી મહામંડળની 14 જેટલી પડતર માગ હતી જેમાથી કેટલીક માગ સ્વીકારી હતી પરંતુ જે માગ પૂરી કરવાની રજૂઆત હંમેશાથી થતી આવી છે તેનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી. તાજેતરમાં કર્મચારી મહામંડળની સરકાર સાથે બેઠક મળી જેમા પણ પડતર પ્રશ્નો વણઉકેલ્યા રહ્યા. અધૂરામા પુરુ સરકારને મન હાલની સ્થિતિએ કર્મચારીઓનું આંદોલન બહુ મોટી સમસ્યા હોય તેવું લાગતું પણ નથી. સરકાર માને છે કે ચૂંટણી નજીક આવે એટલે આવા ઈશ્યૂ થતા રહેશે. જૂની પેન્શન યોજના, કરાર આધારીત ભરતી નાબૂદી, ફિક્સ પગાર નાબૂદી, કાયમી ભરતી, કેન્દ્રના સ્તરે પગારપંચ લાગુ કરવું, આ વર્ષો જૂની માગ છે પણ સરકાર છે કે મચક આપતી નથી. ગુજરાતની જ આસપાસના 5 રાજ્યો એવા છે કે જ્યાં જૂની પેન્શન યોજના લાગુ છે તો પ્રશ્ન એ છે કે રાજ્ય સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરવા સમર્થ કેમ નથી, અથવા તો તેમની વ્યાજબી મુશ્કેલી કોઈ હોય તો તેની ચર્ચા કેમ નથી થતી. ફિક્સ પગાર નાબૂદી અંગે તો નામદાર કોર્ટ પણ ઘણું કહી ચુકી છે છતા તેનો ઉકેલ કેમ આવતો નથી. કર્મચારીઓની 14માંથી હવે 5 જેટલી માગ પડતર છે જેનું દોઢ વર્ષ જેટલો સમય વિતવા છતા સમાધાન નથી ત્યારે સવાલ એ છે કે આ સમાધાન સત્વરે થવું જોઈએ કે નહીં, કે પછી કર્મચારીઓ પણ માત્ર ચૂંટણી સમયે જ પોતાના હક હિસ્સા બાબતે સક્રિય થાય છે અને ચૂંટણી પછી ભૂલી જાય છે. 

કર્મચારીઓનું ફરી આંદોલન
પડતર માગને લઈને કર્મચારીઓનું ફરી આંદોલન શરૂ થયું છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ કર્મચારીઓનો વિરોધ નોંધાવ્યો છે. સરકાર સમક્ષ પડતર માગ અંગે બેઠક થઈ હતી.  બેઠકમાં બંને પક્ષ સમાધાન ન થયું.  સંયુક્ત કર્મચારી મોરચો લાંબા સમયથી પડતર માગ અંગે રજૂઆત કરે છે. સરકાર તરફથી કેટલીક માગનો હજુ ઉકેલ નથી લાવવામાં આવ્યો

કર્મચારીઓ શું કહે છે?
2022માં સરકાર તરફથી કેટલાક મુદ્દા ઉકેલાયા હતા તેમજ 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓ માટે ઠરાવની વાત હતી. હજુ સુધી સરકાર તરફથી ઠરાવ થયો નથી. પડતર માગના સમાધાનમાં દોઢ વર્ષથી વધુ સમય ન લાગે તેમજ કોર કમિટી સાથે ચર્ચા કરીને આગળની રણનીતિ વિચારીશું. અમારી પડતર માગ વ્યાજબી છે જે પૂરી થવી જોઈએ

સરકાર શું કહે છે?
સરકારે કર્મચારીઓના આંદોલનને નકારી કાઢ્યું છે. સરકાર આંદોલનને ચૂંટણીલક્ષી ગણાવે છે. સરકારનું માનવું છે કે ચૂંટણી આવે એટલે નાના-મોટા ઈશ્યૂ થાય અને સરકારે કહ્યું હાલ આ વિષય પર ખાસ માહિતી નથી

કઈ માગ પડતર છે?
જૂની પેન્શન યોજના
ફિક્સ પગાર નાબૂદી
કાયમી ભરતી કરવી
કેન્દ્રના ધોરણે પગાર પંચ
સાતમા પગારપંચ પ્રમાણે ઘર ભાડુ
GPFમાં 10% સામે સરકાર 14% જમા કરાવે

જૂની પેન્શન યોજના ક્યા રાજ્યમાં લાગુ છે?
રાજસ્થાન
છત્તીસગઢ
ઝારખંડ
પંજાબ
હિમાચલપ્રદેશ

વાંચવા જેવું: PHOTOS: જોતી રહી જશે દુનિયા કે કાલુપુરનું રેલવે સ્ટેશન છે કે એરપોર્ટ! હડસન હાઈલાઈન પાર્ક પરથી ડિઝાઇન તૈયાર

સરકારે કઈ માગ સ્વીકારી છે?
1 એપ્રિલ 2005 પહેલા મૃત્યુ પામનારા કર્મચારીને OPSનો લાભ
1 એપ્રિલ 2005 પહેલા અવસાન થયું તો CPFમાં 14% જમા કરાશે
શૈક્ષણિક સિવાયના તમામ કર્મચારીને 10,20,30નું ઉચ્ચતર પગાર ધોરણ
7મા પગારપંચ મુજબ મેડિકલ ભથ્થું 300ને બદલે 1000
ચાલુ ફરજે અવસાન થાય તો નાણાકીય સહાય 14 લાખ રૂપિયા
45 વર્ષની વયમર્યાદા બાદ કર્મચારીને ખાતાકીય પરીક્ષાથી મુક્તિ
પૂર્ણ સેવા અને ખાતાકીય પરીક્ષામાં પાસિંગ માર્ક 40%

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ