બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Kalupur railway station will be transformed after being prepared with a heritage look
Last Updated: 07:21 PM, 23 February 2024
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક સાથે તૈયાર કર્યા બાદ હવે 4 હજાર કરોડના ખર્ચે કાયાપલટ કરવાનો નિર્ણય કરાયો છે. હડસન હાઈલાઈન પાર્ક પરથી તૈયાર ડિઝાઇન તૈયાર કરાઈ છે. 26 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રીની લીલીઝંડી મળ્યા બાદ પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાશે. નવી સ્ટેશનમાં કોણાર્ક અને અડાલજ વાવ થીમની ડિઝાઇન તૈયાર કરાઈ છે.
ADVERTISEMENT
કાલુપુર રેલવે સ્ટેશનની કરાશે કાયાપલટ
નવા સ્ટેશનમાં જૂના ટ્રેકની સંખ્યા જાળવી ટ્રેકની સંખ્યા વધારાશે. પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂપિયા 2400 કરોડ ફાળવાયા છે. નવા સ્ટેશનમાં કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધીનો વિસ્તાર ડેવલપ કરાશે. જેમાં ગાર્ડન, મોલ સાથે એલિવેશન રોડ બનશે. આધુનિક ટેકનોલોજી સાથે બુકીંગ એરિયા અને રેસ્ટ રૂમ પણ હશે.
ADVERTISEMENT
હેરિટેજ ઝુલતા મિનારાને યથાવત રાખી 20 એકર વિસ્તારંમાં ગ્રીન સ્પેસ રાખી નવો લુક અપાશે. વિશાળ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ સાથે મુસાફરો કાલુપુર અને સરસપુર તરફથી એન્ટ્રી લઈ શકશે. કાલુપુર રેલવે સ્ટેશન ઉપર બુલેટ ટ્રેન નીચે જમીનમાં મેટ્રો રેલ અને વચ્ચે પશ્ચિમ રેલવેની ટ્રેનો પસાર થતાં મુસાફરોને રેલવે સ્ટેશનનો એક અલગ અનુભવ થશે.
ADVERTISEMENT
વાંચવા જેવું: 'ભરૂચની બેઠક AAPને આપવાની વાત પર રાહુલ ગાંધી નારાજ', ગુજરાત કોંગ્રેસના મોટા નેતાનો દાવો
ADVERTISEMENT
મુસાફરો બંને દિશામાંથી અવરજવર કરી શકશે
નવા સ્ટેશનની ડિઝાઇનમાં કોનારકની થીમ અને અડાલજ વાવ સહિતની થીમની ડિઝાઇન પર તૈયાર કરવામાં આવશે. જે ડિઝાઇન પ્રમાણે જુના ટ્રેકની સંખ્યા જાળવી રાખી ટ્રેકની સંખ્યા વધારે બનાવાશે. પ્રથમ તબક્કામાં 2400 કરોડના ખર્ચે કામ કરાશે. જેના માટે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીઈનું ટેન્ડર પાસ કરાયું છે. તો ટ્રેનની અવર જવર પર કોઈ અસર ન પડે અને મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધા મળી રહે તે માટે કાલુપુર ખાતે પ્લેટફોર્મ 7,8 અને 9 બંધ કરી ત્યાં પ્રથમ તબક્કામાં કામ શરૂ કરાશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.