બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Mumtaz Patel Statement Rahul Gandhi upset over giving Bharuch seat to AAP

નિવેદન / 'ભરૂચની બેઠક AAPને આપવાની વાત પર રાહુલ ગાંધી નારાજ', ગુજરાત કોંગ્રેસના મોટા નેતાનો દાવો

Dinesh

Last Updated: 06:54 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

politics News: મુમતાઝ પટેલે કહ્યું કે, કોંગ્રેસ પક્ષ પાસેથી સીટ લઇને AAPને આપવાના નિર્ણયથી લોકો દુઃખી છે તેમજ AAPને આ બેઠક આપવાના નિર્ણય સામે રાહુલ ગાંધીએ પણ નારાજગી વ્યક્ત કરી છે.

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નિવેદનબાજીઓ ફરી એકવાર શરૂ થઈ છે.  અત્રે જણાવીએ કે, લોકસભાની ચૂંટણીમાં ભરૂચની સીટ AAPને ફાળવવાની ચર્ચા વચ્ચે કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે.  તેમણે કહ્યું કે, વાતચીત ચાલી રહી છે,હજુ સુધી કોઇ નિર્ણય થયો નથી

મુમતાઝ પટેલે શું કહ્યું ?
મુમતાઝ પટેલે કહ્યું કે, કોંગ્રેસ પક્ષ પાસેથી સીટ લઇને AAPને આપવાના નિર્ણયથી લોકો દુઃખી છે તેમજ AAPને આ બેઠક આપવાના નિર્ણય સામે રાહુલ ગાંધીએ પણ નારાજગી વ્યક્ત કરી છે. હું અને ફૈઝલ જ અહેમદ પટેલનો પરિવાર નથી પરંતુ ભરૂચ અને કોંગ્રેસ સંગઠન અહેમદ પટેલનો પરિવાર છે. વધુમાં ઉમેર્યું કે, અમે આશા રાખીએ છીએ કે આ સીટ કોંગ્રેસ પાસે રહે

વાંચવા જેવું:  મુસ્લિમ પરિવારે ભર્યું રાજપૂતની દીકરીનું મામેરું, સર્જાયા ભાવુક દ્રશ્યો: કહ્યું દરબારને ત્યાં અમે ધર્મના બહેન બનાવ્યા હતા

અમે આશા રાખીએ છીએ કે આ સીટ કોંગ્રેસ પાસે રહે: મુમતાઝ પટેલ
મુમતાઝ પટેલે કહ્યું કે, ભરૂચ કોંગ્રેસનો ગઢ છે, અહેમદ પટેલે 45 વર્ષ સુધી ભરૂચનો વિકાસ કર્યો છે.  ગઠબંધન નહીં કરે તો AAPને મુશ્કેલી થાય તેવું છે. વધુમાં કહ્યું કે, અમને હાઈકમાન્ડ પાસે સંપૂર્ણ અપેક્ષાઓ છે. તેમજ આ સિટ મુદ્દે રાહુલ ગાંધીએ પણ નારાજગી વ્યક્ત કરી છે. અમે સંપૂર્ણ ભરોષો રાખીએ છીએ કે આ સિટ કોંગ્રેસ પાસે જ રહેશે. તેમણે કહ્યું કે, આમારો બેઝ ભરૂચ સિટ પર મજબૂત છે. જેના માટે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે. કારણ કે, આપનો ત્યાં બેઝ નથી. ભરૂચમાં કોંગ્રેસનો બેઝ મજબૂત છે માટે આ સિટ કોંગ્રેસ પાસે આવવી જોઈએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ