બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Muslim family played a role in the marriage of the daughter of a Rajput community in Boonjetha village of Tilakwada, Narmada.
Last Updated: 05:09 PM, 23 February 2024
નર્મદા જિલ્લાના તિલકવાડાના બૂંજેઠા ગામમાં કોમી એકતાનુ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યુ હતુ. રાજપૂત સમાજની દીકરીના લગ્નમાં મુસ્લિમ પરિવારે મામેરૂ ભર્યુ હતુ. બૂંજેઠા ગામમાં રાજપૂત સમાજના પરિવારો વચ્ચે એકમાત્ર મુસ્લિમ પરિવાર વર્ષોથી રહે છે. વાઘેલા પરિવારની દીકરી અંજલીબા વાઘેલાને મન્સૂરી પરિવારે પોતાની દીકરી માની ઉછેરીને મોટી કરી હતી.
ADVERTISEMENT
મન્સૂરી પરિવારે વાઘેલાની દીકરીને મામેરૂ ભર્યુ
અહેમદભાઈ અને હસનભાઈએ જયેન્દ્રસિંહ કિશોરસિંહ વાઘેલાની દીકરી અંજલિબાના લગ્નમાં હિંદુ રીતિ રિવાજથી મામેરૂ ભર્યુ હતુ. ફ્રિઝ, ટીવી કપડાં, રોકડ અને ઘરવખરીની સામગ્રી મન્સૂરી પરિવારે મામેરામાં આપી હતી. મુસ્લિમ પરિવારે રાજપૂતની દીકરીને મામેરૂ ભરતાં બૂંજેઠા ગામમાં કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા. મામેરૂ ભરતા સમયે બંને પરિવારો ભાવુક થયા હતા.
ADVERTISEMENT
વાંચવા જેવું: હજુ આટલાં દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે યથાવત, જાણો આજે ક્યાં કેટલું તાપમાન
'ભાણી બાના લગ્ન હોવાથી અમે મામેરૂ લઈને આવ્યા'
મુસ્લિમ પરિવારે જણાવ્યું કે, અમારે ધર્મની બેન બનાવ્યા હતા. જેમને ત્યાં પ્રસંગ હોવાથી એટલે કે, ભાણી બાના લગ્ન હોવાથી અમે મામેરૂ લઈને આવ્યા છીએ. રીત રિવાજ પ્રમાણે ઘર વખરીનો સામાન તેમજ રોકડ સહિત અમે મામારામાં આપ્યા છે. તેમણે કહ્યું કે, અમારૂ ગામ દરબારોનું ગામ છે જેમાં અમારો એક ઘર મુસ્લિમોનો છે અને તમામ હળમળીને રહીએ છીએ.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.